ETV Bharat / city

રાજકોટમાં કોરોના દર્દીઓની સારવારમાં પ્રથમ વખત antibody cocktail injection નો કરાયો ઉપયોગ

author img

By

Published : May 30, 2021, 4:48 PM IST

antibody cocktail injection
antibody cocktail injection

કોરોનાને મ્હાત આપવા રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા 2 દર્દીઓને એન્ટીબોડી કોકટેલ ઈન્જેક્શન ( antibody cocktail injection ) આપવામાં આવ્યું છે.

  • કોરોનાને હરાવવા દર્દીઓને અપાયું antibody cocktail injection
  • સૌપ્રથમ વડોદરા અને ત્યારબાદ રાજકોટના બે દર્દીઓને અપાયા ઈન્જેક્શન
  • કોરોનાની સારવાર માટે આ ઈન્જેક્શન કારગત હોવાનું ડૉક્ટરોનો દાવો

રાજકોટ: ભારતમાં કોરોના આવ્યા બાદ તેના પર સંશોધન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાને હરાવવા માટે નવી નબી દવાઓ પણ શોધવામાં આવી રહી છે. ત્યારે કોરોનાની બીજી લહેર ( second wave of corona ) ખૂબ જ ઘાતક બન્યા બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં 2 કોરોનાના દર્દીઓને એન્ટીબોડી કોકટેલ ઈન્જેશન ( antibody cocktail injection ) આપીને સારવાર કરવામાં આવી હતી. જેમાં બન્ને દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછું હતું. તે ઝડપી ઊંચું આવ્યું હતું. તેમજ કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે આ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન ( antibody cocktail injection ) ખૂબ જ અસરકારક હોવાનો ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેના થકી કોરોનાના ખૂબ જ ઓછા સમયમાં મ્હાત આપી શકાય છે.

રાજકોટમાં કોરોના દર્દીઓની સારવારમાં પ્રથમ વખત antibody cocktail injection નો કરાયો ઉપયોગ

સૌરાષ્ટ્રમાં પ્રથમ રાજકોટમાં અપાઈ સારવાર

કોરોનાને હરાવવા માટે નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે હવે કોવિડની સારવાર માટે એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન ( antibody cocktail injection ) નો ઉપયોગ હાલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ વડોદરા અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને આ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. એન્ટીબોડી કોકટેલમાં કેસીરીવિમેબ અને ઈમડેવિમેબ નામના બે પ્રકારના એન્ટીબોડીનો સમાવેશ થાય છે. જેના થકી આ સારવાર આપી શકાય છે. હાલ આ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન ( antibody cocktail injection ) કોવિડની સારવાર દરમિયાન અસરકારક નિવડ્યા હોવાનું ખાનગી હોસ્પિટલના ડોક્ટર માની રહ્યા છે.

12 વર્ષના બાળકથી લઈને તમામ દર્દીઓને આપી શકાય

ખાનગી હોસ્પિટલના ડો. તેજસ કરમટાએ જણાવ્યું હતું કે, હજુ સુધી આ એન્ટીબોડી કોકટેલની કોઈ આડઅસર જોવા મળી નથી. જ્યારે 12 વર્ષથી માંડીને મોટી ઉંમરના અને ડાયાબિટીસના, કિડની, લીવર સહિતની ગંભીર બીમારીઓ ધરાવતા દર્દીઓને આ એન્ટીબોડી ઇન્જેક્શન આપી શકાય છે. જે અસરકારક પણ સાબિત થાય છે. જ્યારે કોરોનાના દર્દીઓને સામાન્ય લક્ષણ દેખાય એટલે તરત જ આ પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવે છે. જેનો ફાયદો થાય છે. આ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન ( antibody cocktail injection ) અંદાજીત રૂપિયા 1190 ની કિંમત ધરાવે છે. જેમાંથી બે દર્દીઓને આ ડોઝ આપી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.