ETV Bharat / city

રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે નીકળશે શોભાયાત્રા, 1200થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે

author img

By

Published : Aug 28, 2021, 6:19 PM IST

રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે નીકળશે શોભાયાત્રા
રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે નીકળશે શોભાયાત્રા

કોરોનાની મહામારીમાંથી રાહત મળતા સરકાર દ્વારા તહેવારોમાં થોડી છુટછાટ આપાવામાં આવી છે, ત્યારે રાજકોટ ખાતે જન્માષ્ઠમીને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે યોજાનારી શોભાયાત્રાને આ વર્ષે પણ ઉજવવામાં આવશે, પરંતુ તેમાં કોરોના ગાઇડલાઇન્સનું યોગ્ય પણે પાલન સાથે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

  • કોરોનાની મહામારીમાં રાહત મળતા સરકારે જન્માષ્ટમીને લઈને લીધો નિર્ણય
  • રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાને આપવામાં આવી મંજૂરી
  • કોરોના ગાઇડલાઇન્સ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નિકળશે શોભાયાત્રા

રાજકોટઃ છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી દેશમાં કોરોનાની મહામારી છે. એવામાં આ વર્ષે કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાને આરે છે, ત્યારે કોરોનાના કેસ ઓછા થવાના કારણે રાજ્ય સરકાર દ્વારા તહેવારને લઈને થોડી છૂટછાટ જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવા માટેની પણ પરવાનગી આપી છે. આ સાથે જ જન્માષ્ટમી નિમિત્તે પણ રાત્રી કર્ફ્યૂ થોડા સમય માટે ઘડવામાં આવ્યું છે, ત્યારે રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાની મંજૂરી માંગવામાં આવી હતી. જેને પોલીસ કમિશ્નર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જ્યારે આ શોભાયાત્રાનો રૂટ ઘટાડવામાં આવ્યો છે અને કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા યોજાશે.

આ પણ વાંચો: જો જન્માષ્ટમી પર આ યોગમાં કૃષ્ણની પુજા કરશો, તો જીવનમાં ક્યારેય દુ:ખ નહીં આવે...

200 ભક્તોની મર્યાદામાં યોજાશે શોભાયાત્રા

રાજકોટમાં છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે શોભાયાત્રા યોજવામાં આવે છે, ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા તહેવાર નિમિત્તે થોડી છૂટછાટ આપવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર પાસે જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં શોભાયાત્રા કાઢવા માટેની મંજુરી માંગવામાં આવી હતી, જ્યારે પોલીસ દ્વારા શોભાયાત્રા સમિતિ સાથે બેઠક યોજીને ચર્ચા બાદ શહેરમાં આ શોભા યાત્રા કાઢવાની મંજૂરી આપી છે. જો કે આ શોભાયાત્રાનો રૂટ ઘટાડવામાં આવ્યો છે અને ભક્તોની સંખ્યા પણ મર્યાદિત રાખવામાં આવી છે, તેમજ શહેરમાં તહેવાર નિમિત્તે ટ્રાફિક ન સર્જાય તે પ્રકારે આ યાત્રા યોજાશે.

રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે નીકળશે શોભાયાત્રા
રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે નીકળશે શોભાયાત્રા

1200થી વધુનો પોલીસ સ્ટાફ ખડેપગે

રાજકોટમાં શોભયાત્રા યોજાનાર છે, જેને લઈને રાજકોટ ઝોન 2ના DCP મનોહરસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રાને અનુલક્ષીને DCP-02, ACP.-08, PI -15, PSI-42, મહીલા PSI-08, અન્ય પોલીસ કમર્ચારી -441, મહીલા પોલીસ-122, SRP 1 કંપની અને 2 પ્લાટુન(77 જવાનો), બોમ્બ સ્કોડની 2 જેમાં 14 પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના 16ર જવાનો અને TRB-331 મળી કુલ 1237 જેટલો સ્ટાફ પોલીસ ખડેપગે રહેશે. જે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સીધી દેખરેખ હેઠળ બંદોબસ્ત કરશે.

આ પણ વાંચો: જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવની મળી પરવાનગી, હવે નવરાત્રીમાં શુ કરશે સરકાર ?

કોરોનાને કારણે રથયાત્રાનો રૂટ ટુંકાવવાનો નિર્ણય

શોભાયાત્રા દરમિયાન કોરોના ગાઇડલાઇન મુજબ અને હાલના જાહેરનામાનો અને માસ્ક, સેનેટાઇઝર સાથે સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવું વિગેરે બાબતોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ અંગે આયોજકોને પણ સુચના કરવામાં આવેલા છે. ચાલુ વર્ષે કોરોના ગાઇડલાઇન સંદર્ભે શોભાયાત્રાના આયોજકો સાથે સંયુક્ત પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં રથયાત્રાનો રૂટ ટુંકાવવાનો નિર્ણય સંયુકતપણે લેવામાં આવેલો છે. તેમજ શોભાયાત્રા સાથે બાઇક સવારો જે અગાઉથી નિશ્ચિત કરેલા છે. તેઓએ જ શોભાયાત્રાની સાથે રહેવાની અનુમતિ આપવામાં આવેલી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે શોભયાત્રા યોજાનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.