ETV Bharat / city

રાજકોટ સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે જુદા-જુદા 5 પ્રકારનાં કરાતા દૈનિક 4,500થી વધુ રિપોર્ટ

author img

By

Published : May 11, 2021, 1:48 PM IST

રાજકોટ સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે જુદા-જુદા 5 પ્રકારનાં રિપોર્ટ
રાજકોટ સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે જુદા-જુદા 5 પ્રકારનાં રિપોર્ટ

રાજકોટ સિવિલ હોસ્પિટલની OPD બિલ્ડિંગમાં રૂમ નંબર-12માં ક્લિનિકલ બાયો કેમેસ્ટ્રી લેબ આવેલી છે. આ કામગીરીના નોડલ ઓફિસર ડો. જીગ્નેશ ગોરસીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે. કોરોનાના દર્દી માટે ડી-ડાઈમર, CRP, IL-6, ફેરીટીન, PCT સહિતના રિપોર્ટ કરવામાં આવે છે. આ કામગીરી માટે ટેક્નિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ અવિરત કામ કરે છે.

  • રાજકોટ સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે જુદા-જુદા 5 પ્રકારનાં રિપોર્ટ
  • લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે
  • ટેક્નિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ સતત કાર્યરત

રાજકોટ: રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં તબીબો દ્વારા આધુનિક સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલનો રિકવરી રેટ વધી રહ્યો છે. જેમાં દર્દીનું સચોટ નિદાન મહત્વનું છે. આ નિદાનમાં લોહીના રિપોર્ટ અગત્યના હોય છે. આ કામગીરી બખુબી રીતે નિભાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલનો બાયો કેમેસ્ટ્રી અને પેથોલોજી વિભાગ, કોરોનાની વૈશ્વિક મહામારી આવી ત્યારથી રાજકોટની સિવિલ હોસ્પિટલના બાયો કેમેસ્ટ્રી લેબ અને પેથોલોજી લેબના તબીબ નોડલ ઓફિસર અને ટેકનિકશીયનો રાત-દિવસ કામગીરી કરે છે. દર્દીની સેવામાં આ સ્ટાફે પોતાની પરવા કર્યા વગર અવિરત કામ કર્યું છે.

લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે
લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે

આ પણ વાંચો: મોરબીમાં કોરોના ટેસ્ટ કેમ્પમાં 319 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

દૈનિક 4,000થી 4,500 રિપોર્ટ કરવામાં આવે છે

સિવિલમાં એપ્રિલ મહિનામાં દર્દીઓના 1.35 લાખ રિપોર્ટ કરવામાં આવ્યા છે. બાયોકેમેસ્ટ્રી વિભાગમાં દૈનિક 4,000થી 4,500 રિપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓ માટે અગત્યના 80,000 જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે. જે ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો 4થી 4.50 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે. રાજ્ય સરકારના સંવેદનશીલ અને સેવાકીય અભિગમ અંતર્ગત આ તમામ રિપોર્ટ દર્દીઓને વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.

દૈનિક 4,500થી વધુ રિપોર્ટ
દૈનિક 4,500થી વધુ રિપોર્ટ
ટેક્નિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ સતત કાર્યરત
ટેક્નિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ સતત કાર્યરત

આ પણ વાંચો: પાટણ સિવિલમાં યુવાનનો રિપોર્ટ નેગેટિવ અને ધારપુર સિવિલમાં પોઝિટિવ

350થી 400 CBC અને 100 જેટલા PT/APTTના કોગ્યુલેશનનાના રિપોર્ટ

સિવિલ હોસ્પિટલના OPD બિલ્ડિંગમાં રૂમ નંબર-20માં પેથોલોજી વિભાગ બેસે છે. અહીં અગત્યની કામગીરી કરતા નોડલ ઓફિસર ડો.શિલ્પા ગાંધીએ જણાવ્યું હતું કે, આ વિભાગમાં દર્દીના ખૂબ જ બેઝિક પરંતુ અત્યંત મહત્વના CBC રિપોર્ટ અને જે દર્દીનું ડી-ડાઇમર વધારે હોય તેને બ્લડ થીનર્સ આપવાની જરૂરીયાત હોય તેવા દર્દીના PT/APTTના રિપોર્ટ થાય છે. આ વિભાગમાં હાલ કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધારે હોવાથી રોજના 350થી 400 CBC અને આશરે 100 જેટલા PT/APTTના કોગ્યુલેશનનાના રિપોર્ટ થાય છે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત કેન્સર કોવિડ હોસ્પિટલ અને યુનિવર્સિટી કોવિડ સેન્ટરમાંથી પણ સેમ્પલ રિસિવ કરવામાં આવે છે. જેમાં ટેક્નિશિયન 24 કલાક કાર્યરત હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.