World Creativity Day 2022: કોરોના કાળમાં 10,000થી વધુ વિદ્યાર્થીને ભણાવનારા જૂનાગઢના શિક્ષકનું Googleએ કર્યું સન્માન

author img

By

Published : Apr 21, 2022, 11:44 AM IST

World Creativity Day: કોરોના કાળમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપનારા જૂનાગઢના શિક્ષકનું Googleએ કર્યું સન્માન

જૂનાગઢના શિક્ષકની કોરોના કાળમાં સર્જનાત્મક શક્તિથી (World Creativity Day 2022) સેવા આપવા બદલ ગુગલે વધાવ્યા હતા. બાળકોને કોરોનાના સમય વિપરીત અસરોથી દૂર રાખવા આ શિક્ષક પોતાના ઘરે સર્જનાત્મક શક્તિ ઉત્પન્ન કરીને સેવા આપી છે. કેવી રીતે બાળકોને પોતાની સેવા આપતા, આવો જાણીએ..

જૂનાગઢ : આજે વિશ્વ ક્રિએટિવિટી દિવસ છે લોકોમાં પડેલી સર્જનાત્મક શક્તિને બહાર લાવવા માટે આજના દિવસની ખાસ (World Creativity Day 2022) ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે પોતાની મૌલિક શક્તિ અને વિચારો દ્વારા પોતાની અંદર પડેલી સર્જનાત્મકતાને બહાર લાવવાનો આ દિવસ છે. ત્યારે કોરોના સંક્રમણ કાળમાં અનેક વ્યક્તિઓએ પોતાની અંદર પડેલી સર્જનાત્મકતાને બહાર લાવવા માટે મહત્વનો ઉપયોગ સાબિત કર્યો હતો. સર્જનાત્મકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જુનાગઢ સરકારી શાળાના શિક્ષકે કોરોના સંક્રમણ કાળમાં ઓનલાઇન શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ ક્રાંતિકારી કામ કર્યું હતું. જેનાથી તેઓ લાખો વિદ્યાર્થીઓ સુધી શિક્ષણના માધ્યમથી સમગ્ર દેશમાં જોડાયા જેની નોંધ ગૂગલ (Google Took Note of Junagadh Teacher) અને યુટ્યુબે પણ લીધી હતી.

જૂનાગઢના શિક્ષકની સેવાને ગૂગલે વધાવી, ક્યાં કાર્યોથી ગૂગલે વધાવ્યા જૂઓ

આ પણ વાંચો : ધોરણ-10ના વિદ્યાર્થીએ 3Dને બદલે 2D ટેકનોલોજીથી માઇક્રોવર્લ્ડ કોન્સેપ્ટના ચિત્ર બનાવ્યા

10,000થી વધુ વિડીયો બનાવ્યા - શિક્ષક બલદેવ પરી ગણિત વિજ્ઞાનના શિક્ષક હોવાની સાથે તેવો એક સારા કોમ્યુનિકેટર પણ સાબિત થયા છે. કોરોના સંક્રમણ કાળમાં બે વર્ષ સુધી તમામ પ્રકારનું શિક્ષણ કાર્ય ઓનલાઇન હતું. આ સમયે શિક્ષણની સાથે વિદ્યાર્થીઓની ચિંતા કરીને બલદેવ પરીએ ગણિત-વિજ્ઞાન સહિત ધોરણ 1 થી 10 સુધીના મોટા ભાગના તમામ વિષયનું શિક્ષણ લક્ષી જ્ઞાન વિદ્યાર્થીઓને ઘર બેઠા પાયાના શિક્ષણનું જ્ઞાન પૂરું પાડવામાં સફળતા મેળવી હતી. બલદેવ પરીએ અંદાજે 10 હજાર કરતાં વધુ વિડીયો પોતાના ઘરે રેકોર્ડિંગ (World Creativity Day 2022) કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેને ગૂગલે પણ માન અને સન્માન આપ્યું છે.

આ પણ વાંચો : આજે વિશ્વ ક્રિએટિવિટી એટલે વિશેષ સર્જનાત્મક દિવસની ઉજવણી

"બાળકોની મનોવ્યથાને સમજવી મુશ્કેલ" - કોરોના કાળમાં બલદેવ પરીએ પોતાની સર્જનાત્મક શક્તિને નિખારી અને ગણિત વિજ્ઞાનની સાથે ધોરણ 1 થી 10ના તમામ અભ્યાસક્રમના વીડિયો રેકોર્ડ કરીને યુટ્યુબ અને વેબસાઇટ કરી હતી. બાળક કોઈપણ પ્રકારના માનસિક તાણમાં આવ્યા વગર ગમ્મત સાથે શિક્ષણ મેળવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમળી વયના અને શાળાએ ન જતા બાળકો માટેના વિડિયો બનાવીને બાળ માનસને કોરોના સંક્રમણ જેવા વિપત્તિના સમયમાં બચાવવાનું ઉમદા કાર્ય તેમની સર્જનાત્મક (World Creativity Day 2022) શક્તિથી સિદ્ધ કરી બતાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.