ETV Bharat / city

World Bicycle Day: જૂનાગઢના બિપીન ભાઈની અનોખી સાઈકલ યાત્રા

author img

By

Published : Jun 3, 2021, 9:32 AM IST

xx
World Bicycle Day: જૂનાગઢના બિપીન ભાઈની અનોખી સાઈકલ યાત્રા

આજે વિશ્વ સાઈકલ દિવસ પર જૂનાગઢના બિપીન જોશી પાસેથી પ્રેરણા લેવા જેવી છે. બિપીન ભાઈ જણાવે છે કે દરેક માણસે સાઈકલ ચલાવી જોઈએ અને કોરોના કાળમાં તો તે ખૂબ જ જરૂરી છે.

  • આજે વિશ્વ સાઈકલ દિવસ
  • જૂનાગઢના પાછલા 40 વર્ષથી ચલાવી રહ્યા છે સાઈકલ
  • કોરોના કાળમાં લોકોએ સાઈકલ ચલાવી જોઈએ



જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં સાઇકલ દિવસ (World Bicycle Day)ની ઉજવણી થઈ રહી છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2018 ના એપ્રિલ મહિનામાં ઠરાવ પસાર કરીને 3જી જૂનના દિવસે વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) ઊજવવાની જાહેરાત કરી હતી ત્યારથી સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસની ઉજવણી થઈ રહી છે. જૂનાગઢમાં બીપીન ભાઈ જોશી પાછલા 40 વર્ષથી સાયકલની સવારી કરીને અમરનાથ યાત્રા તેમજ જ્યોતિર્લિંગ યાત્રાને પૂર્ણ કરે છે. બિપીન ભાઈ જોશી આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સૌ કોઈને એક સાઇકલ રાખવાનો આગ્રહ પણ કરી રહ્યા છે.

દરેક વ્યક્તિએ સાઈકલ ચલાવી જોઈએ

રજૂનાગઢમાં પાછલા 40 વર્ષથી સતત સાઇકલ ચલાવી રહેલા બિપીન ભાઈ જોશી સાયકલ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે પાછલા 40 વર્ષથી બિપીન ભાઈ જોશી સતત સાઇકલ સવારી કરીને પોતાની જાતને તંદુરસ્તીની સાથે પ્રદૂષણ ઘટાડવામાં પણ પોતાનું મોટું યોગદાન આપી રહ્યા છે બિપીન ભાઈ જોશી જણાવી રહ્યા છે કે સાયકલ પ્રત્યેક વ્યક્તિની પહેલી પસંદ બનીને તો પ્રદૂષણ ઘટાડવાની સાથે પ્રત્યેક વ્યક્તિની તંદુરસ્તી આપોઆપ બનતી જોવા મળશે.

World Bicycle Day: જૂનાગઢના બિપીન ભાઈની અનોખી સાઈકલ યાત્રા

આ પણ વાંચો : અમદાવાદમાં સાયકલ ડેની ઉજવણી, વૃદ્ધો પણ સાયકલીંગ કરતા જોવા મળ્યા


7 જ્યોતિર્લિંગની યાત્રા સાઈકલ પર

જૂનાગઢના બિપીન ભાઈ જોશી સતત સાઇકલ ચલાવીને ધાર્મિક યાત્રાઓ પણ કરી ચૂક્યા છે. વર્ષ 2004માં પ્રથમ વખત સોમનાથ થી અમરનાથ યાત્રા તેમણે સાયકલ પર પૂર્ણ કરી હતી તેમાં સફળતા મળતાં વર્ષ 2006 અને 2016 માં પણ આ જ પ્રકારે સોમનાથ થી અમરનાથ સુધીની યાત્રા વિપીનભાઈ જોશીએ સાયકલ પર પૂર્ણ કરી છે વધુમાં બિપિનભાઈ એ 12 જ્યોતિર્લિંગની યાત્રા પણ સાઇકલ પર કરીને મહાદેવના દર્શન કરી પોતાની જાતને ધન્ય કરી હતી. કોરોના સંક્રમણ કાળમાં પણ નીતિનભાઈ જોશી સાયકલ નું મહત્વ શું છે તે જણાવ્યું હતું. તેમના મતે કોરોના સંક્રમણ કાળમાં સાઇકલ ચલાવવાથી શરીરના તમામ અંગોને કસરત અને પ્રાણાયામ જેવી જરૂરિયાતો માત્ર સાયકલ સવારી કરવાથી જ પૂર્ણ થતી હોય છે. પ્રત્યેક વ્યક્તિ સાયકલને પોતાના દૈનિક કામનો હિસ્સો બનાવે તો સમગ્ર જગત માંથી પ્રદૂષણને કાયમી ધોરણે તિલાંજલી આપી શકાય અને વધુમાં પ્રત્યેક વ્યક્તિ સાઇકલ ચલાવવાથી તંદુરસ્ત પણ બની શકે છે.

આ પણ વાંચો : વિશ્વ સાઇકલ દિવસઃ અઠવાડિયામાં એક દિવસ, સાઇકલ ફરજિયાતની માગણી ઉઠી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.