ETV Bharat / city

જૂનાગઢના ચિત્રકાર વિનોદભાઈ રતનપરા એ પીપળના પાન પર ઉપસાવ્યું વડાપ્રધાન મોદીનું તૈલી ચિત્ર

author img

By

Published : Sep 24, 2021, 9:42 AM IST

Updated : Sep 24, 2021, 10:28 AM IST

જૂનાગઢના ચિત્રકાર વિનોદભાઈ રતનપરા એ પીપળના પાન પર ઉપસાવ્યું વડાપ્રધાન મોદીનું તૈલી ચિત્ર
જૂનાગઢના ચિત્રકાર વિનોદભાઈ રતનપરા એ પીપળના પાન પર ઉપસાવ્યું વડાપ્રધાન મોદીનું તૈલી ચિત્ર

જૂનાગઢના ચિત્રકાર વિનોદભાઈ રતનપરાએ પીપળના પાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર આબેહૂબ બનાવી પોતાની ચિત્રકલાનુ બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે પાછલા કેટલાય વર્ષોથી ચિત્ર કલા સાથે સંકળાયેલા વિનોદભાઈ વડાપ્રધાન મોદીથી ખૂબ જ પ્રભાવિત છે તેને કારણે તેઓએ મોદીનું ચિત્ર પીપળના પાન પર પંદર દિવસની ભારે મહેનત બાદ ઉપસાવવામાં સફળતા મેળવી છે આગામી દિવસોમાં આ ચિત્ર વિનોદભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વયમ આપવાની ઇચ્છા ધરાવે છે

  • જૂનાગઢના ચિત્રકાર વિનોદ રતનપરા એ પૂરું પાડ્યું ચિત્રકલાનું અદભૂત ઉદાહરણ
  • પીપળના પાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તૈલી ચિત્ર ઉપસાવ્યું
  • આગામી દિવસોમાં વિનોદભાઈ નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને તૈલીચિત્ર અર્પણ કરવાની ધરાવે છે ઈચ્છા


જૂનાગઢ: વિનોદભાઈ રતનપરા પોતાની ચિત્ર કલાને લઈને પાછલા પચાસ વર્ષથી સતત કામ કરી રહ્યા છે. વિનોદભાઈના પિતા પણ સારા એવા ચિત્રકલાના કલાકાર છે. વિનોદભાઈના પુત્ર અને પુત્રી પણ વારસામાં જાણે કે ચિત્રકલાના ગુણ હસ્તગત કર્યા હોય તે પ્રકારે આખું રતનપરા પરિવાર ચિત્રકલાના માધ્યમથી પ્રસિદ્ધ છે. વિનોદભાઈના પિતા પર ૮૦ વર્ષની ઉંમરે આજે પણ સમય મળે ત્યારે પીંછી અને પેપર પર હાથ અજમાવતા જોવા મળે છે. વારસામાં મળેલા ચિત્રકલાના કસબ ને વિનોદભાઈએ પણ હસ્તગત કર્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પીપળના પાન પર આબેહૂબ ચિત્ર ઉપસાવી કાઢ્યું છે જે પ્રથમ દ્રષ્ટિએ ચિત્રકલાના અદ્ભુત દર્શન કરાવી જાય છે.

જૂનાગઢના ચિત્રકાર વિનોદભાઈ રતનપરા એ પીપળના પાન પર ઉપસાવ્યું વડાપ્રધાન મોદીનું તૈલી ચિત્ર

આ પણ વાંચો : અમેરીકામાં વડાપ્રધાન મોદીએ 5 કંપનીના CEO સાથે કરી મુલાકાત

વડાપ્રધાન મોદીને રૂબરૂ મળીને તૈલી ચિત્ર અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે વિનોદભાઈ રતનપરા

વિનોદભાઈ રતનપરા એ 15 દિવસ કરતાં વધુની મહેનતને અંતે વડાપ્રધાન મોદીનું તૈલચિત્ર પીપળના પાન પર ઉપસાવવામાં સફળતા મેળવી છે હવે તેઓ આ તૈલી ચિત્ર ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના હસ્તે આપવાની ઇચ્છા ધરાવે છે આ પ્રકારની કલા ઉત્કૃષ્ટ કલા વારસાનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે પંદર દિવસની મહેનત અને તે પણ વડાપ્રધાન મોદીનું વ્યક્તિત્વ આબેહૂબ પીપળના પાન પર ઉપસાવવું તે કોઈ સામાન્ય કલા વારસાની વાત નથી હવે જ્યારે વડાપ્રધાન મોદીનું પીપળના પાન પરનું તૈલી ચિત્ર તૈયાર થયું છે જે આગામી દિવસોમાં જો વિનોદભાઈને તક મળશે તો તેઓ વડાપ્રધાન મોદીની રૂબરૂ મુલાકાત કરવા માટે પણ ઈચ્છા ધરાવી રહ્યા છે અને તેઓ પોતાની સાથે કલા વારસાનો અદભૂત નજારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વયમ અર્પણ કરવાની ઇચ્છા ધરાવે છે.

આ પણ વાંચો : આ લોકોને આપવામાં આવશે ઘર બેઠા વેક્સિન, આરોગ્ય મંત્રાલયે કરી જાહેરાત

Last Updated :Sep 24, 2021, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.