ETV Bharat / city

ટાઉન પ્લાનિંગ સત્તા મંડળ નીચે સમાવેશ કરાતા સુખપુર ગામના લોકોએ કર્યો વિરોધ

author img

By

Published : Oct 21, 2021, 1:11 PM IST

ટાઉન પ્લાનિંગ સત્તા મંડળ નીચે સમાવેશ કરાતા જૂનાગઢના સુખપુર ગામના લોકોનો વિરોધ સતાધીશોને આવેદનપત્ર આપ્યું
ટાઉન પ્લાનિંગ સત્તા મંડળ નીચે સમાવેશ કરાતા જૂનાગઢના સુખપુર ગામના લોકોનો વિરોધ સતાધીશોને આવેદનપત્ર આપ્યું

જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ સામે સુખપુર ગામના ખેડૂતો અને ગામલોકોએ ટીપી યોજના અંતર્ગત સામેલ નહીં થવાને લઈને આજે જૂડા કચેરી જૂનાગઢ ખાતે આવેદનપત્ર આપ્યુ છે.આગામી દિવસોમાં જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ ગામ ની તરફેણમાં કોઈ નિર્ણય નહીં કરે તો ગામ લોકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

  • જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ સામે ગામ લોકોનો વિરોધ
  • યોજનામાં આવતા વિસ્તારને રહેણાંક વિસ્તાર તરીકે જાહેર કરાયો
  • યોગ્ય નિર્ણય નહીં કરે તો ગામલોકોની આંદોલન કરવાની ચીમકી

જૃૂનાગઢઃ શહેરી વિકાસ સત્તા મંડળ સામે જૂનાગઢ તાલુકાના સુખપુર ગામના ખેડૂતો અને ગામલોકો આજે વિરોધ કરવા જૂડા કચેરી જૂનાગઢ પહોંચ્યા હતા. સુખપુર ગામના લોકોએ ટાઉન પ્લાનિંગ યોજના અંતર્ગત ગામનો સમાવેશ જુડા અઃન્વયે કરતા ગામલોકો અને ખેડૂતોમાં જૂડાના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો છે.જોકે જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળના સત્તાધીશો સુખપુર ગામ ની તરફેણમાં નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે.

ટાઉન પ્લાનિંગ સત્તા મંડળ નીચે સમાવેશ કરાતા જૂનાગઢના સુખપુર ગામના લોકોનો વિરોધ સતાધીશોને આવેદનપત્ર આપ્યું

નિર્ણય નહીં બદલે તો ઉગ્ર આંદોલન કરીશું

જૂડા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જૂનાગઢ તાલુકાના સુખપુર ગામ ને ટીપી યોજના અંતર્ગત સામેલ કરવામાં આવ્યું છે. આ યોજનામાં આવતા વિસ્તારને રહેણાંક વિસ્તાર તરીકે જાહેર કરાયો છે. ત્યારે અગાઉથી જ આ વિસ્તારમાં કેટલાક ઔદ્યોગિક એકમો વર્ષોથી ચાલી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જૂડા યોજના અંતર્ગત ગામનો સમાવેશ કરીને અહીં રહેણાંક યોજનાઓ બનાવવા માટેનું પ્લાનિંગ જૂડા કરી રહ્યું છે. જેનો ગામલોકો અને ખેડૂતો વિરોધ કરવામાં આવ્યો છે, અને જો આગામી દિવસોમાં જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ પોતાના કરેલા નિર્ણય માં કોઈ ફેરબદલ નહીં કરે તો લોકોએ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચોઃ ગિરનારની લીલી પરિક્રમાના આયોજનને લઇને ઉતારા મંડળ દ્વારા કરાઈ બેઠક

આ પણ વાંચોઃ જૂનાગઢ APMC ના સત્તાધીશોએ આ વર્ષે પણ મગફળીની બમ્પર ખરીદ- વેચાણની શક્યતાઓ કરી વ્યક્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.