ETV Bharat / city

દશેરાના તહેવારને લઈને જૂનાગઢના વેપારીએ શરૂ કરી પૂર્વ તૈયારીઓ, 40 ટકાનો ભાવવધારો છતાં ઘરાકી વધશે તેવી વેપારીઓની આશા

author img

By

Published : Oct 14, 2021, 7:38 PM IST

Fafda Jalebi in Junagadh
Fafda Jalebi in Junagadh

દશેરાના તહેવારને લઈને જૂનાગઢના મીઠાઈના વેપારીઓએ પૂર્વતૈયારીઓ શરૂ કરી દીધી છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના વિશેષ ચલણને ધ્યાને રાખીને આવતીકાલે ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે અત્યારથી જ જલેબી બનાવવાની શરૂઆત કરી દીધી છે. ગત વર્ષેની સરખામણીએ આ વર્ષે જલેબીના ભાવમાં પ્રતિ કિલોએ 40 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જે સ્વાદના શોખીનોને કદાચ કડવો લાગી શકે પરંતુ જૂનાગઢના મીઠાઈના વેપારીઓએ દશેરાની પૂર્વસંધ્યાએ જલેબીનું આંધણ મૂકી દીધું છે. આવતીકાલે ગ્રાહકોની ભીડને પહોંચી વળવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • આવતીકાલના દશેરાના તહેવારને લઈને જૂનાગઢના વેપારીએ શરૂ કરી પૂર્વ તૈયારીઓ
  • અત્યારથી જ જલેબીનુ આંધણ મૂકીને મીઠાઈના વેપારીઓ દશેરાના તહેવારનો કરી રહ્યા છે આગાજ
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જલેબીના ભાવમાં 40 રૂપિયાનો થયો છે વધારો

જૂનાગઢ: આવતીકાલે દશેરાનું પાવન પર્વ છે. અસત્ય પર સત્યના વિજયની ખુશીમાં દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે, ત્યારે વર્ષોથી દશેરાના તહેવારના દિવસે ગુજરાતીઓ ફાફડાં અને જલેબી ખાવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળી રહ્યો છે. કેટલાક વર્ષોથી દશેરાના દિવસે ફાફડાં અને ખાસ કરીને જલેબી અને તે પણ શુદ્ધ દેશી ઘીમાંથી બનેલી હોય તેનો ખૂબ મોટો ચાહક વર્ગ ગુજરાતમાં જોવા મળે છે. આવતીકાલે 15 ઓક્ટોબરે સ્વાદના રસિકો અને શોખીનો માટે દેશી ઘીની જલેબી મેળવવા માટે કોઇ મુશ્કેલી ન પડે તેમજ જલેબી ખરીદવા માટે આવતા પ્રત્યેક ગ્રાહકને વિના વિલંબે જલેબી પૂરી પાડી શકાય તે માટે જૂનાગઢના મીઠાઈના વેપારીઓએ અત્યારથી જ જલેબીનું આંધણ મૂકી દીધું છે અને આવતીકાલના દશેરાના તહેવારને વધાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દશેરાના તહેવારને લઈને જૂનાગઢના વેપારીએ શરૂ કરી પૂર્વ તૈયારીઓ

આ પણ વાંચો: Tamilnadu ips રસદાર જલેબીનું કર્યું tweets, પત્નીનો જવાબ 'ચટાકેદાર'

જલેબી બનાવવાની તમામ ચીજ વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જલેબીના બજાર ભાવમાં પ્રતિ કિલોએ 40 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે, જે સ્વાદના શોખીનો પર ભારે પડી શકે છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના તહેવારને લઈને સ્વાદના શોખીનો જલેબી આરોગવા માટે એક દિવસ પૂરતો ભાવ વધારો કે મોંઘવારીને બાજુ પર મૂકીને ખૂબ જ ઉત્સાહથી જલેબી આરોગશે તેવો પૂરો ભરોસો જૂનાગઢના મીઠાઈના વેપારીઓને પણ છે. ગત વર્ષે શુદ્ધ દેશી ઘીમાંથી બનાવવામાં આવેલી જલેબીનો પ્રતિ કિલોનો ભાવ જેમાં આ વર્ષે 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલી મોંઘવારીને કારણે જલેબી બનાવવાની તમામ ચીજ વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે આ વખતે જલેબીના ભાવમાં 40 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: કોરોના કાળમાં કેવા રહેશે ફાફડા-જલેબી, વાંચો ETV BHARATનો સર્વે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.