કેવી રીતે થયો કેરીનો લૂમ્બેઝૂમ્બે ઝૂલતો પાક, જૂનાગઢના ખેડૂતે ગામને અપાવી નામના

author img

By

Published : Apr 25, 2020, 4:34 PM IST

junagadh

દ્રાક્ષના ઝૂમખેઝૂમખાં ઝૂલતાં જોયાં હોય તે સ્વાભાવિક લાગે. પણ એવી જ રીતે આંબાના ઝાડ પર કેરીનો પાક લૂમ્બેઝૂમ્બે લચકતો જોવા મળે તો આશ્ચર્ય થાય. જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂતના આંબાવાડિયામાં કેરીના ઝૂમખેઝૂમખાંનો પાક આવે છે.

જૂનાગઢ: જૂનાગઢની કેરીનો સ્વાદ અને સુગંધ ઓર જામે એવી આ વાત છે. જૂનાગઢના એખ નાના એવા ગામના પ્રગતિશીલ ખેડૂતે જિલ્લાના કેરીના પાકની નામનામાં ચાર ચાંદ લગાવ્યાં છે. સાસણ નજીક આવેલા ભાલછેલ ગામના ખેડૂતે એવી મહેનત કરી તે તેમના આંબા પર દ્રાક્ષના ઝૂમખાંની જેમ કેરીઓની લૂમ જોવા મળી રહી છે. જોવાજાણવામાં નવાઈ લાગે એવું છે કે દ્રાક્ષના ઝૂમખાંની જેમ કેરીઓના ઝૂમખાં જોવા મળે.

કેવી રીતે થયો કેરીનો લૂમ્બેઝૂમ્બે ઝૂલતો પાક, જૂનાગઢના ખેડૂતે ગામને અપાવી નામના

તો આપ આ દ્રશ્યોમાં જોઇ રહ્યાં છો કેરીના લૂમ્બેઝૂમ્બે ઝૂલતાં ઝૂમખાં. આ શક્ય કઈ રીતે બન્યું તેની વાત કરીએ તો ભાલછેલ ગામના ખેડૂત સમસુદ્દીનભાઈની આ કમાલ છે. આ વિસ્તારમાં કેસર કેરીની મોટાપ્રમાણમાં ખેતી થાય છે. ત્યારે સમસુદ્દીનભાઈએ ખેતીને શોખ તરીકે વિકસાવ્યો છે. તેઓ કેસર કેરી જ નહીં, દેશદુનિયામાં પાકતી વિવિધ જાતની કેરીની સફળ ખેતી કરે છે અને ભાલછેલ ગામને ખેતીમાં ખૂબ મોટું નામ અપાવ્યું છે.આ ઝૂલી રહેલો પાક સમસુદ્દીનભાઈના આંબાવાડિયામાં ઉછરેલી કેરીઓનો જ છે.

તેમના આંબાવાડિયામાં છેલ્લાં પાંચેક વર્ષથી દેશી જાતના એક આંબામાં કુદરતી રીતે દ્રાક્ષના ઝૂમખાં માફક દર વર્ષે કેરીઓ આવી રહી છે આંબાનું વાવેતર જોકે સમસુદ્દીનભાઈએ કર્યું નથી પરંતુ આ આંબો આપમેળે ઉગેલો છે. આંબામાં દ્રાક્ષના ઝુમખાની માફક કેરીઓ દર વર્ષે આવી રહી છે જેને લઇને ખુદ તેમને પણ અચરજ છેે. આ આંબો કેરીની સીઝન પૂર્ણ થવાના સમયે પાકતો હોય છે માટે તેની મીઠાશ પણ ખૂબ જ અલયાદી હોવાની સાથે અલગ સ્વાદ પણ આપે છે. સામાન્ય સંજોગોમાં કેરી ઝૂમખાંમાં ક્યારેય જોવા મળતી નથી. બે કે ત્રણ કેરી ભાગ્યેજ એક ઝૂમખામાં જોવા મળે છે. ત્યારે ભાલછેલના આંબાવાડીયામાં એકસાથે 10થી 15 કેરીનું ઝૂમખું આજે પણ જોવા મળે છે જે છેલ્લાં પાંચ વર્ષથી સતત જોવા મળતું આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.