ETV Bharat / city

સોખડા ધામના સ્વામીએ મહાદેવ વિશે કરી ટિપ્પણી, સનાતન ધર્મની માફી માંગે તેવી માંગ

author img

By

Published : Sep 6, 2022, 6:49 PM IST

સોખડા ધામના સ્વામીએ મહાદેવ વિશે કરી ટિપ્પણી, સનાતન ધર્મની માફી માંગે તેવી માંગ
સોખડા ધામના સ્વામીએ મહાદેવ વિશે કરી ટિપ્પણી, સનાતન ધર્મની માફી માંગે તેવી માંગ

મેસેચ્યુસેટ્સના બોસ્ટન ખાતે આયોજિત સત્સંગ સભામાં ગુરૂહરિ પ્રાગટ્ય પર્વ કાર્યક્રમમાં પ્રબોધ સ્વામીના સન્માન, પ્રબોધ સ્વામી સમૂહના સાધુ આનંદસાગર સ્વામીએ વક્તવ્ય આપ્યું હતું. સનાતન ધર્મના દેવાધિદેવ મહાદેવ પર પોતાની કથા વાર્તા દરમિયાન ટીકા ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતમાં સનાતન ધર્મના અનુયાયીઓની ધાર્મિક સંવેદનાઓ દુભાઈ છે. આનંદ સાગર સ્વામી સનાતન ધર્મની માફીની માંગ કરવામાં આવી છે. Sokhda Dham Swami makes rude remark about Mahadev, Demand to Apologize to Sanatan Dharma,Swami Anand Sagar Swami of Sokhra Dham

જૂનાગઢ સોખડા ધામના સ્વામી આનંદ સાગર સ્વામી તેમની કથા પ્રવચન દરમિયાન દેવાધીદેવ મહાદેવ પર અશોભનીય ટિપ્પણી કરતા સનાતન ધર્મના સાધુ સંતોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામી જે પ્રકારે સનાતન ધર્મના દેવાધિદેવ મહાદેવ પર પોતાની કથા વાર્તા દરમિયાન જે ટિપ્પણી કરી છે. તેને ખૂબ ખેદ જનક માનવામાં આવે છે.

સનાતન ધર્મના દેવાધિદેવ મહાદેવ પર પોતાની કથા વાર્તા દરમિયાન જે ટિપ્પણી કરી છે

પ્રબોધ સ્વામીનાં દર્શન મારા ભાગ્યમાં નથી યુ.એસ.માં આનંદ સાગર સ્વામીના સત્સંગના ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે નિશીત શંકર ભગવાનને પ્રબોધ સ્વામીની મુલાકાત લેવા માટે કહે છે. શંકર ભગવાને નિશીતને કહ્યું પ્રબોધ સ્વામીનાં દર્શન મારા ભાગ્યમાં નથી. આનંદ સાગર સ્વામીનો વ્યાપકપણે શેર કરેલો વિડીયો દાવો કરે છે કે પ્રબોધ સ્વામી શંકર ભગવાન કરતાં મોટા છે, જે સૂચવે છે કે સમગ્ર ગુજરાતમાં સનાતન ધર્મના અનુયાયીઓની ધાર્મિક સંવેદનાઓ દુભાઈ છે.

સનાતન ધર્મની માફી માંગે ભવનાથ તીર્થ ક્ષેત્રના તમામ સાધુ સંતોએ આનંદ સાગર સ્વામી વિરોધ આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. આ સાથે સાથે આનંદ સાગર સ્વામી સનાતન ધર્મની માફી માંગે (Demand to Apologize to Sanatan Dharma) તેવી માંગ પણ કરવામાં આવી છે. ભવનાથ તીર્થ ક્ષેત્રના સાધુ સંતો આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ સમગ્ર મામલાને લઈને મુલાકાતે જઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આનંદ સાગર સ્વામી સામે ગિરનાર પરીક્ષા ક્ષેત્રના સાધુ સંતોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે.

શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે સોખડામાંથી એક જુદો ફાંટો પડ્યો પ્રબોધ સ્વામી જેમના શિષ્ય આનંદ સ્વામી અમારા મહાદેવ વિશે ઘણું અજુકતું બોલ્યા છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન પણ શિવજીની પૂજા કરતા હતા. જયારે શિક્ષાપત્રીમાં પણ લખ્યું (Lord Shiva Worship in Swaminarayan Shikshapatri) છે કે ભગવાન શિવની આરાધના કરવી, એવું લખ્યું છે. જૂનાગઢના જુના મંદિરની અંદર મહાદેવની મૂર્તિની પ્રતિષ્ઠા સહજાનંદ સ્વામીએ કરાવી છે. હાલની તકે પણ હર શ્રાવણ માસ મૂર્તિનો અભિષેક (Abhishek of Shravan Month idol) થાય છે. તમામ ધર્મો સનાતન ધર્મના ફાંટા છે. સનાતન ધર્મની બહાર કોઈ ચીજ નથી. જો અમારા સનત ધર્મની વિરુદ્ધ, અમારા મહાદેવની વિરુદ્ધ કોઈએ ટીકા ટિપ્પણી કરવી (Criticism of Sanatan Dharma Mahadeva) એવી અમારી પ્રાર્થના છે, નહીતો અમે કડક પગલાં લઈશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.