ETV Bharat / city

ભવનાથમાં રશિયન સાધ્વીએ શિવ મહામંત્રનું રહસ્ય સમજાવ્યું

author img

By

Published : Aug 16, 2022, 10:05 PM IST

Shravan 2022 ભવનાથમાં રશિયન સાધ્વીએ શિવ મહા મંત્રનું રહસ્ય સમજાવ્યું
Shravan 2022 ભવનાથમાં રશિયન સાધ્વીએ શિવ મહા મંત્રનું રહસ્ય સમજાવ્યું

પવિત્ર શ્રાવણ માસ Shravan 2022 માં શિવની ભક્તિ અને શિવ મંત્રોનો જાપ કરતાં ભક્તોમાં રશિયન સાધ્વીનો પણ સમાવેશ થાય છે. અન્નપૂર્ણા દેવી નામનાં આ રશિયન સાધ્વી બીજી વખત ભવનાથમાં Bhavnath Junagadh ધર્મની સાધના માટે આવ્યાં છે. તેઓ ભારતભરની હિન્દુ સંસ્થાઓમાં પરિભ્રમણ કરી ભારતીય સંસ્કૃતિ Indian culture વિશે જ્ઞાન મેળવી રહ્યાં છે. તેમણે શિવ મહામંત્રનું રહસ્ય Russian sadhvi explained the secret of Shiva Maha mantra જણાવ્યું હતું.

જૂનાગઢ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવને પ્રિય એવા શ્રાવણ Shravan 2022 માસમાં શિવ ભક્તિનો મહાસાગર ઘુઘવાતો જોવા મળી રહ્યો છે. બે વર્ષથી ભારતમાં ધર્મને લઈને પરિભ્રમણ કરી રહેલા અન્નપૂર્ણા દેવી બીજી વખત જૂનાગઢ અને ખાસ કરીને ભવનાથમાં ધર્મની Bhavnath Junagadh સાધના માટે આવ્યા છે. અન્નપૂર્ણા દેવીએ પવિત્ર શ્રાવણ માસમાં ઓમ નમહ શિવાયના મંત્રથી કેવો ફાયદો થાય છે અને આ મંત્રનુ મહત્વ કેટલું છે તેની ફળશ્રુતિ વ્યક્ત કરી હતી.

રશિયન સાધ્વી અન્નપૂર્ણા દેવી પાસેથી સાંભળો શિવ મહા મંત્રનું રહસ્ય

આ પણ વાંચો રશિયન સાધ્વીએ ગુજરાતી રસોડે હાથ અજમાવ્યો

બીજીવાર જૂનાગઢ આવ્યાં રશિયન સાધ્વી રશિયન સાધ્વી હિન્દુ ધર્મથી જૂનાગઢની ભવનાથ તળેટીમાં બીજી વખત રશિયન સાધવી અન્નપૂર્ણાદેવીનું આગમન થયું છે. સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિથી પ્રભાવિત બનેલા અન્નપૂર્ણા દેવી પાછલા બે વર્ષથી હિન્દુ ધર્મની સંસ્થાઓમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને સનાતન હિંદુ ધર્મ વિશે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. અન્નપૂર્ણા દેવી મહાશિવરાત્રી બાદ બીજી વખત શ્રાવણ Shravan 2022 મહિનામાં જૂનાગઢમાં Bhavnath Junagadh આવ્યાં છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આવા સમયે દેવાધિદેવ મહાદેવની પૂજા કરીને અન્નપૂર્ણા દેવી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ Indian culture કેટલી વ્યાપક અને વિશાળ છે તેને લઈને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યાં હતાં.

આ પણ વાંચો Russian Sadhvi in Junagadh: રશિયન અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ હિન્દુ ધર્મથી પ્રભાવિત થયેલ રશિયન સાધ્વી કરી રહી છે ભારત ભ્રમણ

આજે પણ પ્રસ્તુત છે શિવ મહા મંત્ર અન્નપૂર્ણા દેવી ઓમ નમહ શિવાય મંત્રની ફળશ્રુતિ અંગે વાત કરતા જણાવે છે કે પંચતત્વોનું બનેલું શરીર પંચતત્વમાં વિલીન થાય છે. ઓમ નમહ શિવાય મંત્રનો અર્થ જળ જમીન વાયુ આકાશ અને અગ્નિ એમ પંચતત્વને સમાવીને બનાવવામાં આવેલો ઓમ નમહ શિવાયનો મંત્ર પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વનો છે. દેવાધિદેવ મહાદેવને હિન્દુ ધર્મ સંસ્કૃતિ Indian culture માં નિરાકાર અને સાકાર રૂપમાં પણ પુજવવામાં આવે છે ત્યારે કળિયુગમાં મહાદેવના અભિષેક દ્વારા પણ પ્રત્યેક વ્યક્તિ તમામ પ્રકારની મુશ્કેલીમાંથી મુક્ત થઈ શકે છે. આટલો પ્રભાવી અને પ્રભાવશાળી ઓમ નમહ શિવાયનો મંત્રજાપ આજે પણ પ્રસ્તુત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.