ETV Bharat / city

Junagadh AAP Protest: જૂનાગઢ AAPએ ભાજપના કયા નેતાને ગણાવ્યો સૌથી મોટો ગુંડો, જૂઓ

author img

By

Published : May 2, 2022, 2:07 PM IST

Updated : May 2, 2022, 2:25 PM IST

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં ધરણા પર બેઠેલા આપના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરનું સમર્થન (Junagadh AAP Protest: ) કર્યું હતું. તેમણે સુરતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટર સાથે પોલીસે અમાનવીય વ્યવહાર કર્યાનો (Junagadh AAP supports Surat AAP) આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સરખામણી ગુંડા (Junagadh AAP on CR Patil) સાથે કરી હતી.

Junagadh AAP Protest: ભાજપના કયા નેતાને જૂનાગઢ AAPએ ગણાવ્યો સૌથી મોટો ગુંડો, જૂઓ
Junagadh AAP Protest: ભાજપના કયા નેતાને જૂનાગઢ AAPએ ગણાવ્યો સૌથી મોટો ગુંડો, જૂઓ

જૂનાગઢઃ સુરતમાં ધરણાં પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટર સાથે પોલીસે જે અમાનવીય વ્યવહાર કર્યાનો આક્ષેપ (Junagadh AAP supports Surat AAP) કરવામાં આવ્યો હતો. તેને ધ્યાનમાં રાખી આજે (સોમવારે) જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ત્યારે આપના કાર્યકર્તાઓએ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષને ગુજરાતના ગુંડા તરીકે ઓળખાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ

સુરતમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ - આપને જણાવી દઈએ કે, સુરતમાં આપના કાર્યકર્તાઓ અને કેટલાક કોર્પોરેટરે સુરત મહાનગરપાલિકા દ્વારા ગટર અને પીવાના પાણીની વ્યવસ્થા ન કરવાના (Sewerage and drinking water problem in Surat) વિરોધમાં ધરણા કર્યા હતા. તે દરમિયાન પોલીસ આ પ્રદર્શનની વચ્ચે પડતા મામલો વધુ બગડ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તે સમયે કેટલીક મહિલાઓના કપડાં ફાટી જવા સુધીની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો આના વિરોધમાં જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

જૂનાગઢ AAPએ કર્યો વિરોધ
જૂનાગઢ AAPએ કર્યો વિરોધ

આ પણ વાંચો- સુરતમાં AAP-પોલીસ વચ્ચે ઘર્ષણ, મનપાના માર્શલે આ રીતે મચાવ્યો આતંક....

જૂનાગઢ AAPએ કર્યો વિરોધ - જૂનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા શહેરના ઝાંસીની રાણી સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આપના કાર્યકર્તાઓએ અહીં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલને (Junagadh AAP on CR Patil) મોટા ગુંડા તરીકે દર્શાવ્યા હતા. સાથે જ ગુજરાતની પોલીસ પાટીલના ઈશારે (Junagadh AAP on CR Patil) કામ કરતી હોવાનો આક્ષેપ (Junagadh AAP supports Surat AAP) કર્યો હતો. આ ઉપરાંત આપના કાર્યકર્તાઓએ પાટીલ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચો- ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે રાજકારણીઓ પ્રાંતવાદ પર ઉતરી આવ્યા

પ્રાથમિક સુવિધાને લઈને વિરોધ પ્રદર્શનમાં પોલીસનું અમાનવીય વર્તનનો આક્ષેપ - સુરતમાં આપના કાર્યકર્તાઓ સાથે પોલીસે અમાનવીય વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે તેના પડઘાં જૂનાગઢમાં પડ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકોની જરૂરિયાતોને લઈને ધરણાં કરી રહેલા કાર્યકરો કોર્પોરેટર અને પોલીસ કર્મચારીઓની વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાને આમ આદમી પાર્ટી ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. આ સમગ્ર ઘટના પાછળ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલનો (Junagadh AAP on CR Patil) દોરીસંચાર અને તેમના જ ઈશારે કાર્યકર્તાઓ સાથે અમાનવીય વર્તનનો આપના કાર્યકર્તાઓએ આક્ષેપ (Junagadh AAP supports Surat AAP) કર્યો હતો.

Last Updated :May 2, 2022, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.