ETV Bharat / city

Illegal Entry Abroad : વિદેશમાં ગેરકાયદે જવાના મામલે જૂનાગઢના પૂર્વ એજન્ટે કર્યું ચોકાવનારું નિવેદન

author img

By

Published : Jan 29, 2022, 4:24 PM IST

Illegal Entry Abroad : વિદેશમાં ગેરકાયદે જવાના મામલે જૂનાગઢના પૂર્વ એજન્ટે કર્યું ચોકાવનારું નિવેદન
Illegal Entry Abroad : વિદેશમાં ગેરકાયદે જવાના મામલે જૂનાગઢના પૂર્વ એજન્ટે કર્યું ચોકાવનારું નિવેદન

વિદેશમાં ગેરકાયદે જવાની ઘેલછામાં જીવ ગુમાવનાર પટેલ પરિવારનો મુદ્દો ગાજી રહ્યો છે. ત્યારે આ સમસ્યા વિશે જૂનાગઢના પૂર્વ એજન્ટે મહત્ત્વની (Illegal Entry Abroad) વાતચીત કરી હતી.

જૂનાગઢઃ વિદેશમાં અને ખાસ કરીને કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા જેવા યુરોપના રાષ્ટ્રોમાં જઈને ત્યાં રોજગારીની સાથે સ્થાઈ થવાનો ચસ્કો પાછલા કેટલાય વર્ષોથી અને ખાસ કરીને ભારતીય લોકોમાં જોવા મળે છે. થોડા દિવસો પૂર્વે કલોલ નજીકનો એક આખો પરિવાર કેનેડા સરહદે કાતિલ ઠંડીમાં સપડાઈ મોતને શરણ થયાં (Family Death at the Canada Border Tragedy 2022 ) હતાં. સમગ્ર મામલો હોય ચર્ચાના એરણે જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક વર્ષોથી યુરોપના રાષ્ટ્રોમાં અને ખાસ કરીને કેનેડા અને અમેરિકામાં રોજગારીની સાથે અભ્યાસ તેમજ ત્યાં સ્થાયી થવાના ઇરાદા સાથે ખૂબ મોટી સંખ્યામાં ચરોતર અને ઉત્તર ગુજરાતના પરિવારો જીવના જોખમે ગેરકાયદે (Illegal Entry Abroad) પણ ત્યાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પતિપત્ની અને બે બાળકોના મોતનો કિસ્સો વિદેશની ઘેલછાનું કરુણ દ્રષ્ટાંત આપી જાય છે.

ગેરકાયદે ઘૂસણખોરીના મામલાઓમાં પૂર્વ એજન્ટે શું કહ્યું સાંભળો

આ પણ વાંચોઃ Canada US Border Gujarati Family Death : પરિવાર ગાંધીનગરના ઢીંગુચા ગામના રહેવાસી હોવાની શંકા, એજન્ટ પડીયલનો?

ગેરકાયદે ઘૂસણખોરીને કારણે જૂનાગઢના એજન્ટે વ્યવસાય કર્યો બંધ

ભારત અને વિદેશમાં કામ કરતા એજન્ટો દ્વારા વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓને અમેરિકા અને યુરોપના દેશોમાં ગેરકાયદે પ્રવેશ (Illegal Entry Abroad) કરવાને લઈને ખૂબ મોટી લાલચો આપવામાં આવતી હોય છે. જેમાં લાખો રૂપિયાના ખર્ચ થયા બાદ પણ ગેરકાયદે પ્રવેશ કરતા કેટલાય લોકો કાયદાકીય સકંજામાં ફસાઇ જાય છે, તો કેટલાક લોકોને પોતાના જીવનથી હાથ ધોવા (Family Death at the Canada Border Tragedy 2022 )પડી રહ્યા છે. છતાં પણ ગેરકાયદે વિદેશમાં જવા માંગતા લોકોનો ધસારો બરકરાર રહ્યો છે. વર્ષોથી આ પ્રકારની ગેરકાયદે ઘૂસણખોરી યુરોપના રાષ્ટ્રમાં થતી આવી છે અને કલોલના પરિવારની ઘટના અંતિમ નથી તેવું અનુમાન જૂનાગઢના પૂર્વ એજન્ટે (Immigration Agent in Junagadh) લગાવ્યું છે.

પૂર્વ એજન્ટે પોતાના અનુભવથી આપ્યું નિવેદન

પાંચ વર્ષ પૂર્વે લોકોને વિદેશમાં મોકલવાનું કામ કરનાર એજન્ટે (Immigration Agent in Junagadh) આ પ્રકારના અનુભવમાંથી કે પોતે પસાર થયો છે તેવી એકરાર કરતાં જણાવ્યું હતું કે વિદેશમાં ભારતીયોને ગેરકાયદે પ્રવેશનો (Illegal Entry Abroad) મુદ્દો પહેલાં પણ હતો, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાનો. હજુ પણ યુરોપ અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં ગેરકાયદે જવા માટેની લોકોને ઘેલછા જોવા મળશે તે પણ એટલી જ નક્કર હકીકત છે.

આ પણ વાંચોઃ Gujarati Death at Canada Border : ડીંગુચાના રહેવાસીઓ માહિતી ન આપતાં હોવાનું જણાવતાં IPS અનિલ પ્રથમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.