Har Ghar Tringa સોમનાથ મંદિર પણ રંગાયુ રાષ્ટ્રભક્તિના રંગમાં, જૂઓ અદભૂત્ માહોલ

author img

By

Published : Aug 14, 2022, 6:23 PM IST

સોમનાથ મંદિર પણ રંગાયુ રાષ્ટ્રભક્તિના રંગમાં
Har Ghar Tiranga CampaignHar Ghar Tiranga Campaign ()

આઝાદીના 75માં વર્ષને (Azadi Ka Amrit Mahotsav) લઈને દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો છે. આ દરમિયાન સોમનાથ મંદીર પરિસરમાં પણ શિવભક્તિની સાથે સાથે દેશભક્તિનો રંગ (Indian Independence Day 2022) જોવા મળી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસને લઈને દેશના અનેક રાજ્યમાંથી મંદિરે આવેલા ભક્તો પણ આ દ્રશ્યો જોઈને ઓળઘોળ થઈ ગયા છે. (Har Ghar Tiranga Campaign)

સોમનાથ દેશની આઝાદીનું 75 મા વર્ષ દરમિયાન સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિનો (Indian Independence Day 2022) માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ધાર્મિક સ્થળોએ પણ ધાર્મિક આસ્થા સાથે દેશભક્તિ જોવા મળી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસર અને શિવ ભક્તો પણ જાણે કે ધર્મની સાથે રાષ્ટ્ર ભક્તિમાં તલ્લીન બન્યા હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર પરિસર પણ ધર્મભક્તિની સાથે રાષ્ટ્ર ભક્તિમાં તરબોળ બન્યું છે. આ સાથે જ, તિરંગાથી મંદિર પરિસર છવાઈ (Har Ghar Tiranga Campaign) ગયું છે.

આ પણ વાંચો : લોકોમાં રાષ્ટ્રધ્વજની ખરીદીનો ઉત્સાહને જોઈ પોસ્ટ ઓફિસે કર્યું દેશ માટે આ અદભૂત કામ

ધર્મની સાથે રાષ્ટ્ર ભક્તિ : સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીના અમૃત મહોત્સવની (Azadi Ka Amrit Mahotsav) ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અત્ર તત્ર સર્વત્ર જાણે કે રાષ્ટ્રભાવના પ્રજ્વલિત થતી હોય તે પ્રકારના દિવ્ય દ્રશ્યો સોમનાથમાં બની રહ્યા છે. સોનામાં સુગંધ ભળતો સમન્વય પણ આજના દિવસે સર્જાઈ રહ્યો છે. દેવાધિદેવ મહાદેવને અર્પણ એવો પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે. આવા સમયે રાષ્ટ્ર તેની આઝાદીનું 75 મો મહાપર્વ ઉજવી રહ્યું છે, ત્યારે સોમનાથ મંદિર પરિસર મહાદેવની ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિમાં પણ રંગાયું છે.

આ પણ વાંચો : બાળકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય એ માટે શાળાઓમાં મુસ્લિમ યુવાને મસમોટી બનાવી રંગોળીઓ

ત્રિપુંડમાં પણ જોવા મળી રાષ્ટ્રભક્તિ : સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે આવતા પ્રત્યેક શિવભક્ત પોતાના લલાટ પર શિવ શક્તિનું પ્રતીક ત્રિપુંડ કરાવતા હોય છે, ત્યારે રાષ્ટ્રભાવના પણ ઉજાગર થાય તે માટે શિવ ભક્તોએ શિવનું પ્રતીક એવું ત્રિપુંડ પણ તિરંગાના રંગમાં પોતાના લલાટ પર ઉપસાવીને શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનો સુમેળ જોવા મળી રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ પણ આ અભિયાનમાં સહભાગી બન્યું છે અને સોમનાથ મંદિરે દર્શન કરવા માટે આવતા પ્રત્યેક શિવ ભક્તના લલાટ પર ત્રિરંગા રુપી શિવનું પ્રતીક ત્રિપુંડ પણ બનાવવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.