ETV Bharat / city

Bull Fight With Gir Lion: જૂનાગઢના એક ગામમા બળદે 2 સિંહોને ભગાડ્યાં વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

author img

By

Published : Dec 23, 2021, 10:58 AM IST

Bull Fight With Gir Lion: જૂનાગઢના એક ગામમા બળદે 2 સિંહોને ખધેડ્યા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Bull Fight With Gir Lion: જૂનાગઢના એક ગામમા બળદે 2 સિંહોને ખધેડ્યા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા હડમતીયા ગામમાં ગત 21 તારીખની મધ્યરાત્રીએ આવી ચડેલા 2 સિંહોને રામધણના એક બળદે સિંહ સામે પ્રતિકાર કરીને તેને ગામની બહાર ભગાડી મુક્યા (Bull Fight With Gir Lion) હોય તેવા CCTVનો વીડિયો સોશિયલ મીડિયામાં (video went viral on social media) વાઇરલ થયો છે.

જૂનાગઢ: ગત 21મી તારીખની મધ્યરાત્રી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા હડમતીયા ગામમાં રાત્રિના સમયે અચાનક આવી ચડેલા 2 સિંહોને મક્કમતાપૂર્વક તેનો સામનો કરીને ગામની બહાર ખદેડી (Bull Fight With Gir Lion) મુકવાનાં CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ (video went viral on social media) થયા છે. વિસાવદર તાલુકો સિંહોની અવર-જવર વાળા તાલુકા તરીકે ઓળખાય છે, ત્યારે અચાનક આવી ચડેલા 2 સિંહનો હિંમત પુર્વક સામનો કરીને રામધણના એક બળદે બંન્ને સિંહોને ગામની બહાર કાઢી મુકવામાં સફળતા મેળવી હતી.

બળદે 2 સિંહોને ખધેડ્યા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અગાઉ સાસણ વિસ્તારમાં પણ ભેંસોએ સિંહણને દોડતી કરી મુકી હતી

થોડા વર્ષ પૂર્વે સાસણ ગીર સફારી પાર્કમાં (Safari Park Sasan Gir) ભેંસો ના એક ટોળાએ સિંહણને રીતસર જંગલમાં દોડાવી હોય તેવો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે આજે વિસાવદર તાલુકાના મોટા હડમતીયા ગામમાં પણ એક બળદે હિંમતપૂર્વક 2 સિંહનો સામનો કરીને તેને ગામની બહાર ખદેડતો હોય તેવો વિડિયો વાઇરલ થયો છે.

CCTVનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ

સામાન્ય રીતે સિંહનો ભેટો થઈ જાય ત્યારે ભલભલાના પરસેવા છૂટી જતા હોય છે, ત્યારે રામધણના એક બળદે સિંહોનો હિંમતપૂર્વક સામનો કરીને જંગલના રાજાને (king of the jungle) ગામની બહાર ખદેડી મુકવામાં સફળતા મેળવી છે, હાલા CCTVનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો:

ખાંભા નજીક એક સાથે ૧૭ સિંહો માર્ગ પર ચાલતાનો વીડિયો વાયરલ

ડોળાસાના અડવી ગામે સાત સિંહો ખુલ્‍લા ખેતરમાં રાજાશાહી અંદાજમાં જોવા મળ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.