ETV Bharat / city

એક શિક્ષક આવો પણઃ યુટ્યૂબ ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને કરાવે છે અભ્યાસ

author img

By

Published : Sep 5, 2020, 11:08 PM IST

ETV BHARAT
યુટ્યૂબ ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને કરાવે અભ્યાસ

આજનો દિવસ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવાનો દિવસ છે. જેથી આપને એક એવા શિક્ષક સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીંએ જે શ્રેષ્ઠ શિક્ષણના હિમાયતી જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં કોચિંગ ક્લાસ મુક્ત શિક્ષણ બની રહે તે દિશામાં ગત કેટલાક વર્ષોથી દિવસના 14 કલાક કામ કરીને શિક્ષણની જ્યોત ઝળહળાવી રહ્યા છે.

જૂનાગઢઃ આજે શિક્ષકદિન છે. આજના દિવસે શિક્ષણના ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને ઉમદા સેવા બદલ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના બરવાળા તાલુકાના માધ્યમિક શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે સેવા આપતા અને વર્ષ 2018માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરનારા બલદેવપરી ગોસ્વામીની શિક્ષણયાત્રા આજના દિવસે તમામ લોકોને શિક્ષણ પ્રત્યે વિચારતા કરી મૂકે તેવી છે. 2018માં રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી બલદેવપરી ગોસ્વામીએ શિક્ષણની દિશામાં આધુનિક પ્રવેશ કર્યો હતો. ગુજરાતનો દરેક વિદ્યાર્થી સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે, તે માટે તેમણે પોતાની યુટ્યૂબ ચેનલ મારફતે ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને મોટાભાગના વિષયોનું તલસ્પર્શી જ્ઞાન અને માહિતી મળી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરી હતી.

ETV BHARAT
બલદેવપરી ગોસ્વામી

આ વ્યવસ્થામાં તેમને સફળતા મળતા તેમણે રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારથી બલદેવપરી ગોસ્વામી એક રાષ્ટ્ર પ્રત્યે સપનું જોયું છે. આ સપનું છે સમગ્ર દેશનું શિક્ષણ ખાનગી કોચિંગ ક્લાસીસ મુક્ત હોવું જોઈએ અને આ દિશામાં તે ગત 3 વર્ષથી સતત 24 કલાક કામ કરી રહ્યા છે. બલદેવભાઈ માને છે કે, દેશનો દરેક વિદ્યાર્થી સારું ગુણવત્તાયુક્ત મફત શિક્ષણ મેળવી શકે અને આ તેનો બંધારણીય અધિકાર છે. જેને લઈને તે હવે સમગ્ર રાષ્ટ્રમાંથી કોચિંગ ક્લાસીસ મુક્ત શિક્ષણ મળી રહે તે દિશામાં આગળ વધી રહ્યા છે. આજના દિવસે તેમણે પોતાની એક વેબસાઈટ શરૂ કરી છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ધોરણ 1થી 12ના મોટાભાગના વિષયોનું વિષયલક્ષી શિક્ષણ આંગળીના ટેરવે મેળવી શકે છે.

યુટ્યૂબ ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને કરાવે અભ્યાસ

પોતાના ઘરમાં જ સ્ટુડિયોનું નિર્માણ કરીને બલદેવભાઈ પોતાના વિષયના અને સાથે જ અન્ય વિષયોના વીડિયો પણ બનાવીને યુટ્યૂબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓની વચ્ચે જોવા મળે છે.

બલદેવભાઈના જણાવ્યું મુજબ, જે શિક્ષણ વિદ્યાર્થીઓને મળવું જોઈએ, તે અત્યારના સમયમાં મળતું નથી. જેથી આવી પરિસ્થિતિમાં બલદેવભાઈ રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.