ETV Bharat / city

જામનગરમાં યુગાન્ડાના એમ્બેસેડર કેઝાલા મહમદે બ્રાસના વેપારી સાથે કરી વેપાર અંગે ચર્ચા

author img

By

Published : Jul 7, 2021, 2:05 PM IST

યુગાન્ડાના ડેલીગેટ ગુજરાતની મુલાકાતે હતા. તેઓએ જામનગરની મુલાકાત લીધી હતી. તેમણે શહેરના બ્રાસ ઉદ્યોગના વેપારી સાથે મુલાકાત કરી હતી અને ભવિષ્યના વેપાર-ધંધાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

yoganda
જામનગરમાં યુગાન્ડાના એમ્બેસેડર કેઝાલા મહમદે બ્રાસના વેપારી સાથે કરી વેપાર અંગે ચર્ચા

  • યુગાન્ડાના એમ્બેસેડર્સ જામનગરની મુલાકાતે
  • બ્રાસ ઉદ્યોગને મળશે એક નવી ઓળખ
  • ભવિષ્યના વેપાર-ધંધાને લઈને કરવામાં આવી ચર્ચા

જામનગર : બ્રાસ સીટી જામનગરના બ્રાસ ઉદ્યોગોમાં નિર્માણ થતા વિવિધ પ્રકારના પાર્ટસની રાષ્ટ્રીય સ્તરે એક અનેરી ઓળખ છે જામનગરને બ્રાસ સીટી તરીકે વૈશ્વિક સ્તરે ઓળખ મળે તે હેતુથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આફ્રિકન દેશો સાથે વેપાર બાબતે બેઠક તથા ફેકટરી વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રાસ સીટી જામનગરને મળશે વૈશ્વિક ઓળખ

આ સેમિનારમાં યુગાન્ડાના એમ્બેસેડર તથા ડેપ્યુટી હેડ ઓફ મિશન કેઝાલા મહમદ, ઓફિસ ઇન્ચાર્જ મિસ બીરૂંગી સોફી, કોન્સ્યુલર ઓફિસર મીસ ઝિન અમોંગએ શહેરની મુલાકાત લીધી હતી. બેઠકમાં જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ તેઓની સાથે ભવિષ્યના કારોબારને લઈને ચર્ચા પણ કરી હતી. ઉદ્યોગકારએ પોતાના ઉત્પાદનોને દેશ-વિદેશમાં ઓળખ મળે તથા આફ્રિકન દેશો સાથે વ્યાપાર કરવાની તક ઊભી કરવા માટે સંસ્થા દ્વારા જે મંચ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તમામ વસ્તુઓનો લાભ લઈ જામનગરની અનેરી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે અગ્રેસર બનવાની લાગણી વ્યક્ત કરી હતી.

ugandan
જામનગરમાં યુગાન્ડાના એમ્બેસેડર કેઝાલા મહમદે બ્રાસના વેપારી સાથે કરી વેપાર અંગે ચર્ચા

આ પણ વાંચો : વડોદરામાં મધ 30થી વધુ પરિવારમાં મીઠાશ લાવશે

વેપાર ધંધાની ખાતરી

યુગાન્ડાના એમ્બેસેડર કેઝાલા મોહમ્મદએ બ્રાસ ઉદ્યોગના ઉત્પાદનો વિશેનું પ્રેઝન્ટેશન જોયા બાદ ખૂબ પ્રભાવિત થયા હતા. બ્રાસ ઉદ્યોગકારોને આફ્રિકન દેશો સાથે વ્યાપારની તકો અને તેનો લાભ આપવા તેમના દેશ તરફથી ઉદ્યોગકારોને પૂર્ણ સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. એમ્બેસેડરએ આફ્રિકાની ભૌગોલિક તથા આંતરિક માળખાકીય સુવિધાઓની માહિતી આપી ત્યાં રહેલી વિકાસની વિશાળ તકોથી ઉદ્યોગકારોને અવગત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : છૂટક વેપારને સહાયની જરૂર છે ખરી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.