- જામનગરમાં વેક્સિન પ્રક્રિયા પુરજોશમાં
- સાંસદ સેન્ટર્સ પર ઉપસ્થિત રહી વેક્સિનેશન માટે કરી અપીલ
- જામનગર જિલ્લો સમગ્ર દેશમાં વેક્સિન લેવામાં બીજા નંબરે
જામનગર: કોરોના સામેની લડાઈમાં વેક્સિન જ અક્સીર ઈલાજ બની રહી છે. આથી, દેશભરમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે, રાજ્યના તમામ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જામનગર જિલ્લો વેક્સિન લેવામાં દેશમાં બીજા નંબરે છે. મહાનગરપાલિકા અને સાંસદ પૂનમ માડમના ટ્રસ્ટ દ્વારા આજે શનિવારે સમગ્ર શહેરમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં કુલ 8 વેક્સિનેશન સેન્ટર પર ખુદ સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહી લોકોને તાત્કાલિક રસી લેવા અપીલ કરી હતી. જોકે, સાંસદે ત્રીજી લહેર વિશે પણ કહ્યું હતું કે, ત્રીજી લહેર આવે કે ન આવે પણ તમામ વ્યકિતઓએ રસીકરણ કરાવવું જરૂરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં કિન્નરો માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો
સાંસદ પૂનમ માડમ 8 સેન્ટર પર રહ્યા ઉપસ્થિત
જામનગરના સાંસદ પૂનમ માડમે વેક્સિનેશન સેન્ટર પર લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત, વધુમાં વધુ લોકો વેક્સિન લે તેવી અપીલ પણ કરી છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ વેક્સિનેશનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આથી, જામનગર જિલ્લો સમગ્ર દેશમાં વેક્સિન લેવામાં બીજા નંબરે છે.
આ પણ વાંચો: મહીસાગરમાં 3.54 લાખ નાગરિકોને કોરોના વિરોધી અપાઈ વેક્સિન
વેક્સિન કોરોના સામેની લડાઈમાં અક્સીર ઈલાજ
વેક્સિન લઈ લીધા પછી તેના અનેક ફાયદાઓ છે. ખાસ કરીને વેક્સિન લીધા બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો તે દર્દીને ઓક્સિજનની જરૂર ઓછી પડે છે. આ ઉપરાંત, શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધતી જોવા મળી રહી છે.