ETV Bharat / city

સૈનિક સ્કૂલ બાલાચડીમાં લીડર્સ ગેલેરી વિદ્યાર્થીઓ માટે બની મોટિવેશન, જુઓ EXCLUSIVE રિપોર્ટ

author img

By

Published : Oct 22, 2020, 5:18 PM IST

Updated : Oct 22, 2020, 5:27 PM IST

દેશની રક્ષામાટે યોદ્ધાઓ પૂરા પાડનારી બાલાચડી સ્કૂલમાં હવે છોકરીઓને પણ પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે આ સ્કૂલમાં બનાવવામાં આવેલી લીડર્સ ગેલેરી છોકરીઓને પણ બતાવવામાં આવશે. આ ગેલેરી વિદ્યાર્થીઓને મોટિવેશન અને પ્રેરણા આપવા માટે બનાવવામાં આવી છે.

jamnagar news
jamnagar news

  • બાલાચડી સ્કૂલમાં હવે છોકરીઓને મળશે પ્રવેશ
  • પ્રવેશ મેળવનારી છોકરીઓને બતાવવામાં આવશે લીડર્સ ગેલેરી
  • લીડર્સ ગેલેરી વિદ્યાર્થીઓને મોટિવેશન અને પ્રેરણા આપે છે

જામનગરઃ શહેરથી 25 કિલોમીટર દૂર આવેલી બાલચડીની સૈનિક સ્કૂલે અત્યાર સુધીમાં 400 જેટલા યોદ્ધાઓ ભારતીય સૈન્યએ આપ્યા છે. આ સ્કૂલ દ્વારા હજૂ પણ યોદ્ધાઓ આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે.

ETV BHARAT
લીડર્સ ગેલેરી વિદ્યાર્થિઓ માટે બની મોટિવેશન

1200 નિરાશ્રિત બાળકોને આશરો

યોદ્ધાઓ આપાવાની સાથે સાથે બાલાચડીની સૌનિક સ્કૂલ નિરાશ્રિત લોકોને આશરો પણ આપે છે. વર્ષો પહેલા પોલેન્ડના નિરાશ્રિત 1200 જેટલા બાળકોને બાલાચડી સૈનિક સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો હતો. જે એક ઈતિહાસ છે.

છોકરીઓને સ્કૂલમાં પ્રવેશ

બાલાચડી સ્કૂલે નિરાશ્રિત બાળકોને આશરો આપી એક ઈતિહાસ સર્જ્યો હતો. ત્યારે આ સ્કૂલ હવે નવો એક ઈતિહાસ રચવા જઈ રહી છે. આ વર્ષેથી માત્ર છોકરાઓને પ્રવેસ આપનારી આ સ્કૂલમાં છોકરીઓને પણ પ્રવેશ મળશે. જેથી આ સ્કૂલમાં પ્રવેશ લેનારી છોકરીઓ તમામ પ્રકારની ટ્રેનિંગ લઇ અને મા ભોંમની સેવા કરવા માટે બોર્ડર પર જશે.

સૈનિક સ્કૂલ બાલાચડીમાં લીડર્સ ગેલેરી વિદ્યાર્થિઓ માટે બની મોટિવેશન, જુઓ રિપોર્ટ

લીડર્સ ગેલેરી બની મોટિવેશન

બાલચડી સ્કૂલમાં લીડર્સ ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીમાં અત્યાર સુધીમાં બાલાછડી સ્કૂલમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીના ફોટા રાખવામાં આવ્યા છે. આ ફોટાના આધારે પાસ આઉટ વિદ્યાર્થીઓ કયા-કયા હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે, તે અંગે માહિતી મળે છે. આ ઉપરાંત આ ગેલેરી વિદ્યાર્થીઓ માટે મોટિવેશન બની છે. જે છોકરીઓને આ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે, તે છોકરીઓને પણ આ ગેલેરી બતાવવામાં આવશે. આ સ્કૂલમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાટે આ ગેલેરીને બનાવવામાં આવી છે.

Last Updated :Oct 22, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.