ETV Bharat / city

જામનગરની જી.જી હોસ્પિટલમાં યોજાઇ બોમ્બ મળ્યાની મોકડ્રીલ

author img

By

Published : Jul 30, 2021, 7:47 PM IST

Jamnagar News
Jamnagar News

જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં સમગ્ર હાલાર પંથકના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. જામનગર પોલીસ દ્વારા શુક્રવારે જી.જી.હોસ્પિટલના પાર્કિંગમાં બોમ્બ મુકાયો હોવાની મોક ડ્રીલ (mock drill) યોજવામાં આવી હતી. જેમાં પોલીસ LCB અને સિટી B અને CTC ડિવિઝનના પોલીસકર્મીઓ જોડાયા હતા.

  • જામનગર જી.જી.હોસ્પિટલમાં બોમ્બ મળ્યાની મોક ડ્રીલ યોજાઇ
  • પાર્કિંગમાં રહેલા બોમ્બનું ડિફ્યુઝ કરાયું
  • કોરોનાકાળમાં દર પંદર દિવસે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવતું હતું

જામનગર: જી.જી. હોસ્પિટલ (G.G. Hospital) ના પટાંગણમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા બૉમ્બ (bomb) મૂકવામાં આવ્યો હોવાની મોક ડ્રીલ (mock drill) યોજાઇ હતી. જામનગરની જી.જી હોસ્પિટલએ શહેરની મધ્યે આવેલી હોસ્પિટલ છે અને અહીં અગાઉ કોરોનાકાળમાં દર પંદર દિવસે ફાયર ટિમ દ્વારા પણ મોક ડ્રીલનું આયોજન (Planning a mock drill) કરવામાં આવતું હતું.

જામનગરની જી.જી હોસ્પિટલમાં બોમ્બ મળ્યાની મોક ડ્રિલ યોજાઇ

આ પણ વાંચો : Kheda News - નડિયાદની 3 હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ

મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ મોક ડ્રીલમાં જોડાયા

શુક્રવારે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ આ મોક ડ્રીલ (mock drill) માં જોડાયા હતા અને પાર્કિંગમાં રાખવામાં આવેલા બોમ્બને ડિફ્યુઝ (Diffuse the bomb) કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરીમાં તમામ ડિવિઝનના PI તેમજ DySP સહિતના અધિકારીઓ જોડાયા હતા અને હોસ્પિટલના પાર્કિંગમાં રાખેલા બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો.

જામનગરની જી.જી હોસ્પિટલમાં બોમ્બ મળ્યાની મોક ડ્રિલ યોજાઇ
જામનગરની જી.જી હોસ્પિટલમાં બોમ્બ મળ્યાની મોક ડ્રિલ યોજાઇ

આ પણ વાંચો : સુરતમાં ફાયર વિભાગ દ્વારા વધુ એક મોકડ્રિલ હાથ ધરાઈ

કોરોનાકાળમાં બે વખત જી.જી.હોસ્પિટલમાં લાગી હતી આગ

કોરોના કાળમાં શહેરની જી.જી.હોસ્પિટલમાં બે વખત આગજનીની ઘટના પણ બની હતી. જેને લઇ તંત્ર દ્વારા અવારનવાર જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને શુક્રવારે પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.