શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ અને એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

author img

By

Published : Apr 26, 2021, 9:52 PM IST

શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ અને એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કોરોના મહામારીમાં રક્તની માગને પહોંચી વળવા શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ અને એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંક્યામાં યુવકોએ રક્તદાન કર્યું.

  • જામનગરમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ
  • રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ
  • બ્લડ ડોનેશન કેમ્પને જામનગરવાસીઓએ આપ્યો બહોળો પ્રતિસાદ
  • રક્તદાન કર્યા બાદ તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા

જામનગર: કોરોના મહામારીમાં જિલ્લામાં રક્તની અછત ન સર્જાય તેમજ નાગરિકોની રક્ત અંગેની જરૂરિયાતને પહોંચી વળવા શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ એંડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શહેરની રાજપૂત બોર્ડિંગ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના યુવાઓ, મહિલાઓ સહિતના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ રક્તદાન કરી પોતાનું સામાજિક ઉત્તર દાયિત્વ નિભાવ્યું હતું.

રક્તદાન કર્યા બાદ તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા
રક્તદાન કર્યા બાદ તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા

આ પણ વાંચોઃ શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં સાંસદ સી. આર. પાટીલ રહ્યાં ઉપસ્થિત

મોટી સંખ્યામાં યુવકોએ કર્યું રક્તદાન

જન કલ્યાણ હેતુ યોજવામાં આવેલા આ મહા રક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યપ્રધાનએ કોવિડ મહામારીમાં મદદરૂપ થવા બદલ તમામ રક્તદાતાઓનો આ તકે આભાર વ્યકત કર્યો હતો.

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ
રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

આ પણ વાંચોઃ લોહીની અછત ન સર્જાય તે માટે AAPના કાર્યકરો દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ

રક્તદાતાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું

આ કેમ્પમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેંડિંગ કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, મંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મંત્રી મેરામણભાઈ ભાટુ, શહેર ભાજપ મહામંત્રી વી.બી.જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પૂર્વ શાસકપક્ષના નેતા દિવ્યેશ અકબરી, રાજુભાઇ, રાજપૂત સમાજના પ્રમુખ પી.એ.જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.