ETV Bharat / city

જામનગરમાં વેક્સિન સેન્ટર પર ખૂટી વેક્સિન, સેન્ટર પર લાગ્યા તાળા

author img

By

Published : May 4, 2021, 3:38 PM IST

jamnagar covid center
jamnagar covid center

જામનગરમાં આજે મંગળવારે વેક્સિનેશનની કામગીરી 15 સ્થળોએ શરૂ કરાઈ હતી. જોકે બપોર થતા વેક્સિનનો જથ્થો ખતમ થઈ જતા લોકોને ધરમધક્કો ખાવાનો વારો આવ્યો હતો.

  • જામનગરમાં વેક્સિનનો જથ્થો ખૂટ્યો
  • 15 સ્થળોએ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઈ હતી
  • સ્થાનિકોને ખાવા પડી રહ્યા છે ધરમના ધક્કા

જામનગર: મહાનગપાલિકા દ્વારા શહેરમાં કુલ 15 સ્થળે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે બોપર થતા જ વેક્સિનનો જથ્થો ખતમ થઈ ગયો છે. જામનગરમાં દિગ્વિજય પ્લોટ 58માં આવેલા મેઘજી પેથાજી સ્કૂલમાં પણ વેક્સિનનો જથ્થો ખતમ થઈ જતા સ્થાનિકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે.

જામનગરમાં વેક્સિન સેન્ટર પર વેક્સિન ખૂટી વેક્સિન

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનનો જથ્થો ખૂટી જતા લોકોમાં નારાજગી

આરોગ્ય કર્મીઓએ વેક્સિન સેન્ટરને લગાવ્યા તાળા

આ સાથે જ અન્ય એક સી. કે. મહેતા સ્કૂલમાં પણ આરોગ્ય કર્મચારીઓએ વેક્સિન સેન્ટર બહાર વેક્સિન સ્ટીકર લગાવી દીધા છે અને વેક્સિન ખતમ થઈ ગઈ છે. આ મામલે આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, આજે મંગળવારે વેક્સિનનો જથ્થો ઓછો આવ્યો છે. એટલે અછત ઉભી થઈ છે. જોકે માત્ર 18થી 45 વર્ષની વયમાં લોકોને આજે વેક્સિન આપવામાં આવી રહી છે. ફ્રન્ટલાઈન વોરિયરને આજે વેક્સિન આપવામાં નહિ આવે.

જામનગર
જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.