ETV Bharat / city

જામનગરમાં ગુજરાત NCCના વડા અરવિંદ કપૂરે કેડેટ્સને કર્યું સંબોધન, ગાર્ડ ઓફ ઓનરની સલામી અપાઈ

author img

By

Published : Nov 24, 2021, 8:18 AM IST

Gujarat NCC chief Arvind Kapoor
Gujarat NCC chief Arvind Kapoor

NCC ગુજરાતનાં વડા એડીશનલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપૂર (Gujarat NCC chief Arvind Kapoor) વહીવટી નિરીક્ષણાર્થે જામનગર ગ્રુપ હેડકવાર્ટરની (Jamnagar Group Headquarters) મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓને કેડેટ્સ દ્વારા ભવ્ય ગાર્ડ ઓફ ઓનરની સલામી (Salute to the Guard of Honor) આપવામાં આવી હતી. તેમણે કેડેટ્સને સંબોધન (Arvind Kapoor addressed the cadets in Jamnagar) પણ કર્યા હતા.

  • ગુજરાત NCCના વડા અરવિંદ કપૂર જામનગર પધાર્યા
  • અરવિંદ કપૂરે કેડેટ્સને કર્યું સંબોધન
  • કેડેટ્સ દ્વારા ભવ્ય ગાર્ડ ઓફ ઓનરની અપાઈ સલામી

જામનગર: NCC ગુજરાતનાં વડા એડીશનલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપૂર (Gujarat NCC chief Arvind Kapoor) વહીવટી નિરીક્ષણાર્થે જામનગર ગ્રુપ હેડકવાર્ટરની મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓને કેડેટ્સ દ્વારા ભવ્ય ગાર્ડ ઓફ ઓનરની સલામી (Salute to the Guard of Honor) આપવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત તેમણે 27 ગુજરાત બટાલિયન તથા 8 ગુજરાત નેવલ યુનિટની કામગીરીનો પણ વિસ્તૃત અહેવાલ મેળવ્યો હતો.

જામનગરમાં ગુજરાત NCCના વડા અરવિંદ કપૂરે કેડેટ્સને કર્યું સંબોધન

આ પણ વાંચો: ગુજરાત NCC દ્વારા લોકોને મતદાનના હક વિશે માહિતી આપવા કાર્યક્રમનું આયોજન કરાયું

મેજર જનરલ અરવિંદ કપૂર વહીવટી નિરીક્ષણાર્થે જામનગર પધાર્યા

સત્ય સાંઇ વિદ્યાલયમાં મેજર જનરલ અરવિંદ કપૂરે કેડેટ્સને (Gujarat NCC chief Arvind Kapoor) સંબોધતા જણાવ્યું હતું કે, NCC યોગદાન કાર્યક્રમ અંતર્ગતની વિવિધ પ્રવૃતિઓ કેડેટ્સને સમાજસેવા, સાહસ, વ્યકિતત્વ વિકાસ જેવા ગુણોને ખીલવવામાં મદદરૂપ બની રાષ્ટ્ર નિર્માણનો પાયો મજબૂત બનાવે છે.

ગાર્ડ ઓફ ઓનરની સલામી અપાઈ
ગાર્ડ ઓફ ઓનરની સલામી અપાઈ

આ પણ વાંચો: વડોદરા NCCએ કારગીલ મોકલવા બનાવ્યા આભાર કાર્ડ

વધુમાં વધુ NCC કેડેટ્સ ફોર્સમાં જોડાય: અરવિંદ કપૂર

કોરોનાકાળમાં જામનગર ગ્રુપ હેડકવાર્ટર્સનાં (Jamnagar Group Headquarters) માર્ગદર્શન હેઠળ NCC કેડેટ્સ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બજાવવામાં આવી હતી. ‘એક મૈં સો કે લિયે’ કાર્યક્રમ અંતર્ગત વેટરન્સને થેંક્સ ગીવીંગ, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોનાં ખબર- અંતર પૂછવા, બ્લડ ડોનેશન ડ્રાઇવ ઉપરાંત, કારગિલ વિજય દિવસ નિમિતે કાર્ડ મેકીંગ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં NCC કેડેટ્સ દ્વારા કાર્ડ બનાવીને સરહદ પર જવાનોને મોકલી આભાર પાઠવવામાં આવ્યો હતો.

ગાર્ડ ઓફ ઓનરની સલામી અપાઈ
ગાર્ડ ઓફ ઓનરની સલામી અપાઈ

વડાપ્રધાને પણ NCCની કામગીરીમાં દાખવ્યો રસ

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ NCC કામગીરીને વધુને વધુ અસરકારક બનાવવા તથા પ્રસારિત કરવા હાઇ લેવલ કમિટીનું નિર્માણ કરી સંશોધન કાર્ય કરી રહ્યા છે. આવનારા સમયમાં જનરલ ઇલેક્ટિવ કેડિટ કોર્સ તરીકે યુનિવર્સિટીઓમાં NCC કોર્સ શરૂ થતા NCC કેડેટ્સ માટે કારકિર્દીની તકો વધુ ઉજ્જવળ બનશે.

જામનગરમાં ગુજરાત NCCના વડા અરવિંદ કપૂરે કેડેટ્સને કર્યું સંબોધન
જામનગરમાં ગુજરાત NCCના વડા અરવિંદ કપૂરે કેડેટ્સને કર્યું સંબોધન

વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિમાર્ણમાં ભાગીદાર બનવા કર્યું આહ્વાન

આ કાર્યક્રમમાં ગ્રુપ કમાંડર કર્નલ કે.એસ.માથુર, એડમીન ઓફિસર કર્નલ ડી.આર.ખંભાતા, ટ્રેઇનીંગ ઓફિસર કર્નલ એ.એસ.રાના, 27 ગુજરાત NCC બટાલિયનનાં કમાંડીંગ ઓફિસર કર્નલ મનોજકુમાર બક્ષી, એડમીન ઓફિસર મનીષ મલ્હોત્રા તેમજ 8 ગુજરાત NCC નેવલ યુનિટનાં કમાંડીંગ ઓફિસર લેફટનન્ટ કમાંડર ઇશાન ચતુર્વેદી સહિત PI સ્ટાફ તથા શાળા કોલેજમાં ANOની વિશેષ ઉપસ્થિતી રહી હતી. સત્ય સાંઇ વિદ્યાલયમાં મેનેજમેન્ટ સાથે વાર્તાલાપ યોજાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.