ETV Bharat / city

PMની ત્રણેય કૃષિ બિલ પાછા ખેંચવાની જાહેરાત બાદ કાલાવડ-જામજોધપુરમાં ખેડૂતો રાજી, ફોડ્યા ફટાકડા

author img

By

Published : Nov 19, 2021, 6:19 PM IST

PMની ત્રણેય કૃષિ બિલ પાછા ખેંચવાની જાહેરાત બાદ કાલાવડ-જામજોધપુરમાં ખેડૂતો રાજી, ફોડ્યા ફટાકડા
PMની ત્રણેય કૃષિ બિલ પાછા ખેંચવાની જાહેરાત બાદ કાલાવડ-જામજોધપુરમાં ખેડૂતો રાજી, ફોડ્યા ફટાકડા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi)એ 19 નવેમ્બરના રોજ ત્રણેય કૃષિ કાયદાઓ (three agricultural laws) પાછા લેવાની જાહેરાત કરતા ખેડૂતો (farmers)માં ખુશી જોવા મળી રહી છે. જામનગર (jamnagar)ના કાલાવડ જામજોધપુર (kalavad jamjodhpur) તાલુકામાં ખેડૂતો એકઠા થયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

  • ખેડૂતોએ એકઠા થઈ, ફટાકડા ફોડી ઉજવણી કરી
  • કૃષિ કાયદાઓ પાછા લેવા માટે ખેડૂતો કરી રહ્યા હતા આંદોલન
  • PM મોદીએ આજે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી

જામનગર: આજે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi)એ 3 કૃષિ કાયદા (three agricultural laws)ને પરત ખેંચવાની જાહેરાત કરતા જ જામનગર (jamnagar)ના કાલાવડ જામજોધપુર (kalavad jamjodhpur) તાલુકામાં ખેડૂતો એકઠા થયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. છેલ્લા ઘણા સમયથી પંજાબ (punjab) અને હરિયાણા (haryana)ના ખેડૂતો દિલ્હીમાં કૃષિ ફાયદા (agricultural laws)) વિરોધમાં આંદોલન કરી રહ્યા હતા, ત્યારે આજરોજ વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ખેડૂતોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

PM મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી.
PM મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી.

કાલાવડ (kalavad)માં પણ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી છે. PM મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી દીધી છે. નરેન્દ્ર મોદી (narendra modi)એ દેશના નામે સંબોધન કરતાં જણાવ્યું કે, ખેતીને સુધારવા માટે 3 કાયદા લાવવામાં આવ્યા, જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો (experts), અર્થશાસ્ત્રીઓ (Economists) દ્વારા કરવામાં આવી રહી હતી.

ખેડૂતોના હિતમાં કાયદો લાવવામાં આવ્યો હતો

તેમણે કહ્યું કે, જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું હતું. જો કે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આ ત્રણેય કાયદાઓ પાછા લેવા માટે આંદોલન કરી રહ્યા હતા. PM મોદીએ કહ્યું કે, ખેડૂતોના કલ્યાણ માટે અમારી સરકાર આ કાયદો દેશના કૃષિ જગતના હિતમાં, ગરીબો અને ગામડાના હિતમાં સંપૂર્ણ સમર્થનથી ઉમદા હેતુ સાથે લાવી હતી.

ખેડૂતોને પવિત્ર વાત સમજાવી શક્યા નહીં

PM મોદીએ કહ્યું કે, અમે ખેડૂતોના હિત માટે આવી પવિત્ર વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો.

PM મોદીની ખેડૂતોને અપીલ

પીએમ મોદીએ કહ્યું કે, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. PM મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે પાછા ફરો, ખેતરોમાં પાછા ફરો, પરિવારમાં પાછા ફરો, નવી શરૂઆત કરો.

આ પણ વાંચો: કૃષિ કાયદાની જાહેરાત કરી તેમાં અમને શંકા, પી.એમએ સત્ર બોલાવીને જાહેરાત કરવી જોઈએ

આ પણ વાંચો: નરેન્દ્ર મોદીની કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત પર નારણ રાઠવાએ આપી આવી પ્રતિક્રિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.