ETV Bharat / city

સતત બીજા વર્ષે સફેદ જાંબુની માગ ઘટતા ગીરનો ખેડૂત ચિંતાગ્રસ્ત

author img

By

Published : May 9, 2021, 6:11 PM IST

સફેદ જાંબુ
સફેદ જાંબુ

જૂનાગઢ જિલ્લામાં સફેદ જાંબુની ખેતી મોટા પ્રમાણમાં થાય જોવા મળે છે, આવી પરિસ્થિતિમાં આ વિસ્તારમાં ઉત્પાદિત થતાં સફેદ જાંબુની માગ જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળે છે, પરંતુ ગત વર્ષની માફક આ વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે સફેદ જાંબુની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે બજારમાં સફેદ જાંબુની લેવાલી અતિ નિમ્ન સ્તરે પહોંચી ગઈ છે.

  • સફેદ જાંબુની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ગૂમાવી રહ્યા છે આવક
  • ગત વર્ષની માફક આ વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે સફેદ જાંબુની માગમાં જોવા મળ્યો ઘટાડો
  • સતત બીજા વર્ષે સફેદ જાંબુની નિકાસ બંધ થતા જગતનો તાત ચિંતાગ્રસ્ત
  • ગીર વિસ્તારમાં સફેદ જાંબુની ખેતી કરતો ખેડૂત મૂંઝવણમાં જાંબુની નિકાસ બંધ થતા આવક ગૂમાવી

જૂનાગઢ : ગીર પંથકમાં કેસર કેરીની સાથે વર્ષોથી સફેદ જાંબુની ખેતી પણ પુષ્કળ પ્રમાણમાં થતી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં આ વિસ્તારમાં ઉત્પાદિત થતાં સફેદ જાંબુની માગ જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળે છે, પરંતુ ગત વર્ષની માફક આ વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે સફેદ જાંબુની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે બજારમાં સફેદ જાંબુની લેવાલી અતિ નિમ્ન સ્તરે પહોંચી ગઈ છે.

સતત બીજા વર્ષે સફેદ જાંબુની માગ ઘટતા ગીરનો ખેડૂત ચિંતાગ્રસ્ત

જાંબુની નિકાસ જૂનાગઢ જિલ્લા અને રાજ્ય બહાર થઇ નથી

સફેદ જાંબુની ખેતી સાથે સંકળાયેલો જગતનો તાત ગત બે વર્ષથી સફેદ જાંબુની ખેતી થકી થતી આવકને ગૂમાવી રહ્યો છે. આ વર્ષે પણ સફેદ જાંબુની નિકાસ જૂનાગઢ જિલ્લા અને રાજ્ય બહાર થઇ ન હતી, ત્યારે આ વર્ષે ફરી એક વખત આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઇને સફેદ જાંબુની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો સતત બીજા વર્ષે ખરીદીના અભાવે આવક ગુમાવી રહ્યા છે.

સફેદ જાંબુ
સફેદ જાંબુની માગ જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળે છે

આ પણ વાંચો - છેલ્લા 5 વર્ષથી હવામાનની પ્રતિકૂળતા અને કમોસમી વરસાદનો માર સહન કરી રહી છે કેસર કેરી

ગીર વિસ્તારમાં થતાં સફેદ જાંબુની મોટી માગ હતી

ગીર વિસ્તારમાં કેસર કેરીની સાથે સફેદ જાંબુની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ સફેદ જાંબુ સ્વાદ અને ગુણવત્તાને લઈને પણ સર્વોત્તમ માનવામાં આવે છે. તેમજ ઉનાળા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાતને પૂર્ણ કરતા ફળ તરીકે પણ સફેદ જાંબુ ખૂબ જ પ્રચલિત અને પ્રિય છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અહીંથી સફેદ જાંબુની નિકાસ કરવામાં આવે છે, પરંતુ ગત બે વર્ષથી કોરોના સંક્રમણને કારણે જાંબુની નિકાસમાં ખૂબ મોટો ઘટાડો થયો છે.

સફેદ જાંબુ
સતત બીજા વર્ષે સફેદ જાંબુની માગ ઘટતા ગીરનો ખેડૂત ચિંતાગ્રસ્ત

આ પણ વાંચો - કૃષિ વૈજ્ઞાનિકોએ આપી ચેતવણીઃ ખેતી પાકોમાં સફેદ માખીનો ઉપદ્રવ બની શકે છે ચિંતાજનક

કોરોના સંક્રમણના ભયને કારણે જાંબુની રાજ્ય બહાર ખરીદી થતી અટકી પડી

સંફેદ જાંબુની માગમાં ઘટાડા પાછળ વેપારીઓની ખરીદારીમાં નાદારી તેમજ કોરોના સંક્રમણના ભયને કારણે જાંબુની રાજ્ય બહાર ખરીદી થતી અટકી પડી છે. સૌરાષ્ટ્રમાં જ કેટલાક જિલ્લાઓમાં જાંબુ સ્થાનિક વેપારીઓ દ્વારા ખરીદ કરીને વેચવામાં આવી રહ્યા છે. જેના કારણે સફેદ જાંબુનો મબલખ પાક હોવા છતાં પણ ખેડૂતો આવક ગૂમાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.