ETV Bharat / city

જામનગરમાં વર્ષ 2020-21માં GSTની આવકમાં મસમોટું ગાબડું

author img

By

Published : May 24, 2021, 10:41 AM IST

GSTની આવકમાં મસમોટું ગાબડું
GSTની આવકમાં મસમોટું ગાબડું

જામનગર GST વિભાગના સરકારી ચોપડે આ વર્ષે આવકમાં મોટું ગાબડું જોવા મળી રહ્યું છે. કારણ કે કોરોના મહામારીને કારણે મોટા ભાગના વેપાર-ધંધા બંધ હાલતમાં હતા. જેની સીધી અસર સરકારી તિજોરી પર પડી છે.

  • લોકડાઉનની અસર ધંધા-રોજગાર પર પડી
  • જામનગરમાં તમામ કારખાનાઓ હતા બંધ હાલતમાં
  • આ વર્ષે આવકમાં મોટું ગાબડું

જામનગર: કોરોના મહામારીના કારણે જામનગરમાં મોટાભાગના તેમજ અન્ય કારખાનાઓ બંધ હોવાના કારણે GSTની આવકમાં ખાસ્સો ફરક જોવા મળી રહ્યો છે. જો કે જામનગરનો માલ અન્ય રાજ્ય તેમજ અન્ય દેશમાં ઇમ્પોર્ટ- એક્સપોર્ટ કરવામાં આવી રહ્યો હતો. તે પણ બંધ હાલતમાં હોવાને કારણે GSTની આવકમાં મોટું ગાબડું પડ્યું છે.

આ પણ વાંચો: GST છેતરપિંડી કેસમાં સીએ અને એક મહિલા સહિત 12ની ધરપકડ

કેટલા કરોડનું પડ્યું ગાબડું... ક્યાં કારણોસર?

સ્ટેટ GSTની વર્ષ 2019માં રૂપિયા 2312.68 કરોડની આવક હતી. તેની સામે વર્ષ 2020-21 માં ફક્ત રૂપિયા 1795.71 કરોડની આવક થઈ છે. જો કે વર્ષ 2020-21માં એપ્રિલ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં GSTની આવકમાં ભારે ઘટાડો જોવા મળ્યા બાદ ઉતરોતર વધારો પણ થયો છે.

આ પણ વાંચો: સ્ટેટ GST વિભાગના ‘ઇન્સ્પેક્‌ટર રાજ’ સામે ચેમ્બર દ્વારા કેન્દ્રિય નાણાં પ્રધાનને રજૂઆત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20,000 જેટલા વેપારીઓ નોંધાયેલા

કોરોનાના કારણે લોકડાઉન અને લોકોએ ખરીદીમાં કાપ મુકતા વેપાર-ધંધા ઉદ્યોગને નુકસાનથી જામનગર રેન્જ GSTને ભારે નુકસાન થયું છે. આમ, વર્ષ 2019-20ની સરખામણીમાં 2020-21માં 516.96 કરોડનું મસમોટું ગાબડું જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.