ETV Bharat / city

જામનગરમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થિની શાળાએ ગઈ જ ન હતીઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

author img

By

Published : Jan 14, 2021, 3:57 PM IST

Updated : Jan 14, 2021, 5:04 PM IST

ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ભુપેન્દ્રસિંહ ચુડાસમા

જામનગરના જોળિયા ગામે હુન્નર શાળાની કોરોના પોઝિટીવ વિદ્યાર્થિની ન તો શાળાએ ન તો હોસ્ટેલમાં ગઈ હતી. જેથી શાળા બંધ નહીં થાય, શાળા 15 જાન્યુઆરીથી જ શરૂ થશે તેમ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવસારી જિલ્લાના વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં નિવેદન આપ્યું હતુ.

  • જામનગરની કોરોના પોઝિટિવ વિદ્યાર્થિની ના સંદર્ભે શિક્ષણ પ્રધાનનું નિવેદન
  • વિદ્યર્થિની શાળાએ ગઈ જ ન હતી
  • શાળા રાબેતા મુજબ શરૂ જ રહેશે, બંધ નહિં થા

નવસારીઃ કોરોના કાળમાં છેલ્લા કેટલાય મહિનાથી શાળાઓ બંધ હતી, પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા ગુજરાત સરકારે બંધ થયેલી શાળાઓને ગત 11 જાન્યુઆરીથી શરૂ કરી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય આરંભ્યું છે. આ દરમિયાન જામનગરના જોડિયાની હુન્નર શાળાની ધોરણ 12ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી હતી. જેથી તે શાળાને અઠવાડિયા માટે બંધ કરવાની વાત સામે આવી હતી.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ભુપેન્દ્રસિંહ ચુડાસમા

પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં શિક્ષણ પ્રધાને કરી સ્પષ્ટતા

આ સમગ્ર પ્રકરણને લઈ શુક્રવારે નવસારીના વાંસદા સ્થિત પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં આવેલા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જામનગરની જોળિયાની શાળાની કોરોના પોઝિટિવ વિદ્યાર્થિની અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે આવી હતી. જેમણે પ્રથમ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં ત્રણ નેગેટિવ અને એક વિદ્યાર્થિની પોઝિટિવ આવી હતી. પરંતુ જે વિદ્યાર્થિની પોઝિટિવ આવી હતી, એ શાળાએ પણ ગઈ ન હતી અને હોસ્ટેલમાં પણ ગઈ ન હતી. ત્યારે શાળા પણ બંધ થવાની નથી, તે શાળા આવતીકાલ 15 જાન્યુઆરીથી રાબેતા મુજબ શરૂ થશે.

જામનગરમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થિની શાળાએ ગઈ જ ન હતીઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા
Last Updated :Jan 14, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.