નથુરામ ગોડસેની પ્રતિમા કૉંગ્રેસના કાર્યકર્તાઓએ તોડી, શ્રી રામ લખેલી શાલ કચરામાં ફેંકી

author img

By

Published : Nov 16, 2021, 8:05 PM IST

નથુરામ ગોડસેની પ્રતિમા કૉંગ્રેસના કાર્યકર્તાઓએ તોડી, શ્રી રામ લખેલી શાલ કચરામાં ફેંકી

જામનગર (jamnagar)માં હિંદુ સેના (hindu sena) દ્વારા ગાંધીજી (gandhi ji)ના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા (Statue of Nathuram Godse ) લગાવવામાં આવી હતી, જેને કૉંગ્રેસના શહેર પ્રમુખ તેમજ કૉર્પોરેટર (Jamnagar City President and Corporater of Congress) દ્વારા તોડી પાડવામાં આવી હતી. સાથે જ પ્રતિમાને પહેરાવવામાં આવેલી શ્રી રામ (Shri Ram) લખેલી શાલને પણ કચરામાં ફેંકી દીધી હતી. આ મામલે હિંદુ સેના (Hindu Sena) FIR નોંધાવે તેવી શક્યતા છે.

  • હિંદુ સેનાએ ગોડસેની પ્રતિમા લગાવી હતી
  • કૉંગ્રેસના શહેર પ્રમુખ અને કૉર્પોરેટરે પ્રતિમા તોડી
  • ગોડસેની પ્રતિમા લગાવવાનો કૉંગ્રેસે વિરોધ કર્યો હતો

જામનગર: જામનગર (Jamnagar) ભાગોળે આવેલા ગામમાં ગઈકાલે હિંદુ સેના (Hindu Sena) દ્વારા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસે (Nathuram Godse)ની પ્રતિમા લગાવવામાં આવી હતી. જો કે કૉંગ્રેસે (Congress) તેનો વિરોધ કર્યો હતો અને કૉંગ્રેસના શહેર પ્રમુખ તેમજ કૉર્પોરેટર (Jamnagar City President and Corporater of Congress) દ્વારા આ પ્રતિમાને તોડી પાડવામાં આવી છે, જેને લઇને સમગ્ર શહેરમાં ચર્ચા જાગી છે.

શહેર પ્રમુખ અને કૉર્પોરેટરે પથ્થર મારીને પ્રતિમા તોડી

ઉલ્લેખનીય છે કે દેશની આઝાદી અપાવનારા અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Father of the Nation Mahatma Gandhi)ની હત્યા નથુરામ ગોડસેએ કરી હતી. હિંદુ સેના નથુરામ ગોડસેની જન્મ જયંતીની (Birth anniversary of Nathuram Godse) ઉજવણી કરતી હોય છે અને આ વખતે હિંદુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમાનું ગામમાં અનાવરણ કર્યું હતું, જેને લઇને કૉંગ્રેસે સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો અને બાદમાં આ પ્રતિમા તોડી પાડવામાં આવી હતી.

નથુરામ ગોડસેની પ્રતિમા કૉંગ્રેસના કાર્યકર્તાઓએ તોડી

હિંદુ સેનાએ કૉંગ્રેસ પર હિંસાનો લગાવ્યો આરોપ

જામનગરમાં હિંદુ સેના દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા મુકવાનો નિર્ણય કરવામાં આવતાં જ વિરોધના વંટોળ શરૂ થઇ ચૂક્યા હતા. એવામાં ગઇકાલે હિંદુ સેના દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, જેને લઇને કૉંગ્રેસે વિરોધ કરતા આજે નથુરામ ગોડસેની પ્રતિમાને તોડી પાડી હતી, જેથી વિવાદ વધુ વકર્યો હતો.

સિટી-A ડિવિઝનના PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કૉંગ્રેસના કાર્યકરોએ નથુરામ ગોડસેની પ્રતિમા તોડી પાડવાની સાથે પ્રતિમાને પહેરાવવામાં આવેલી શ્રી રામ લખેલી શાલને પણ કચરામાં ફેંકી દેતાં ધર્મનું અપમાન કર્યું હોવાનું હિંદુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટે જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં આવેલ આસારામના આશ્રમ માંથી યુવક થયો ગાયબ

આ પણ વાંચો: સુરત મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નરે નોનવેજની લારીઓ હટાવવાં બાબતે શું આપ્યું નિવેદન જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.