ETV Bharat / city

જામનગર: ગોકુલનગરમાંથી ડુપ્લિકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપાયું

author img

By

Published : Oct 5, 2020, 7:03 AM IST

ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ કંપનીએ જામનગરના ગોકુલનગરમાંથી ડુપ્લિકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. આ કામગીરી દરમિયાન ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ કંપનીએ સ્થાનિક પોલીસની મદદ લીધી હતી.

ETV BHARAT
ગોકુલનગરમાંથી ડુપ્લિકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપાયું

જામનગરઃ ગોકુલનગરના ઉદ્યોગનગરમાં પ્લોટ નંબર 20ના એક કારખાનામાં ડુપ્લિકેટ અગરબત્તી બનતી હતી. જેની ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ કંપનીને જાણ થતાં આ કંપનીએ રેડ પાડી હતી. આ રેડ દરમિયાન અંદાજે 10 લાખ રૂપિયાની ડુપ્લિકેટ અગરબત્તી ઝડપાય છે. જેથી કંપનીએ અરગબત્તી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
ડુપ્લિકેટ અગરબત્તી

ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ કંપનીએ રેડ પાડવા સમયે સ્થાનિક પોલીસને સાથે રાખી હતી. આ રેડ દરમિયાન 10 લાખની અગરબત્તી જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ કારખાનું 2 વર્ષની કાર્યરત છે અને અત્યાર સુધીમાં 1 કરોડ રૂપિયાની અગરબત્તી ગ્રાહકોને પધરાવી ચુક્યું છે.

ગોકુલનગરમાંથી ડુપ્લિકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપાયું

ઉલ્લેખનીય છે કે, ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ એક ખાનગી ઇન્વેસ્ટિગેશન સંસ્થા છે. જે સમગ્ર દેશમાં ફરજ બજાવે છે. આ કંપનીની મુખ્ય કામગીરી ટ્રેડ માર્ક, કોપી રાઈટ અને પેટેન્ટ ડિઝાઇનના નકલ કરનારની વિરુદ્ધ તપાસ કરવાની હોય છે. આ કંપનીની મુખ્ય એફિસ પશ્ચિમ બંગાળમાં આવેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.