ETV Bharat / city

દહેગામ પાસેથી ગવર્મેન્ટ ઓફ પંજાબ, હરિયાણા લખેલા કોથળામાંથી ઘઉંનો જથ્થો ઝડપાયો, મોટા કૌભાંડની આશંકા

author img

By

Published : Jan 2, 2020, 8:41 PM IST

ETV BHARAT
દહેગામ પાસેથી ગવર્મેન્ટ ઓફ પંજાબ, હરિયાણા લખેલા કોથળામાંથી ઘઉંનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર: રાજ્યમાં પુરવઠા નિગમના સરકારી ગોડાઉનમાં રહેલા અનાજને બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ અનેક વખત પ્રકાશમાં આવ્યું છે. ગુરૂવારે વહેલી સવારે દહેગામ પોલીસ દ્વારા ગવર્મેન્ટ ઓફ પંજાબ અને હરિયાણા લખેલા કોથળા ઉપર ભારતીય ખાદ્ય નિગમના માર્કાવાળો 3 હજાર કિલો ઘઉં ભરેલા અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેથી મોટું કૌભાંડ થવાની આશંકા સેવવામાં આવી રહી છે.

રાજ્યની ભાજપ સરકારમાં સરકારી ગોડાઉનમાં ગોટાળા કરવા સરળ થઇ ગયા હોય તેવું જોવા મળી રહી છે. અગાઉ દાહોદ પાસેથી પુરવઠા નિગમના ગોડાઉનમાં અનાજની ચોરી સામે આવી હતી. આ ઉપરાંત પુસ્તકના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકો ચોરીનું કૌભાંડ પણ સામે આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પાસેથી ઘઉં ભરીને જતા એક વાહનનેને ઝડપી પાડવામાં આવ્યુ છે.

દહેગામ પાસેથી ગવર્મેન્ટ ઓફ પંજાબ, હરિયાણા લખેલા કોથળામાંથી ઘઉંનો જથ્થો ઝડપાયો

મળતી માહિતી મુજબ દહેગામ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ એચ.એ.જાડેજા વહેલી સવારે પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન આશરે 2 થી 3 વાગ્યાના અરસામાં હિલોલ તરફ જનારા ચાર રસ્તા પાસે એક વાહન નંબર GJ-18 - AZ- 8785 આવી રહ્યું હતું. જેની તપાસ કરતા અંદરથી ગવર્મેન્ટ ઓફ પંજાબ અને હરિયાણા લખેલા કોથળામાં ઘઉંનો જથ્થો મળી મળ્યો હતો.

પોલીસે વાહનમાં સવાર જીગર સોઢા, કિસન બારૈયા, અને અરવિંદ ડાભીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:હેડ લાઇન) દહેગામ પાસેથી GOVT.OF.PUNJAB, HARIYANA લખેલા કોથળામાંથી ઘઉંનો જથ્થો ઝડપાયો, મોટા કૌભાંડની આશંકા

ગાંધીનગર,

રાજ્યમાં પુરવઠા નિગમના સરકારી ગોડાઉનમાં રહેલા અનાજને બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ અનેક વખત પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારે દહેગામ પોલીસ દ્વારા ગવર્મેન્ટ ઓફ પંજાબ હરિયાણા કોથળા ઉપર ઉપર પંજાબ હરિયાણા કોથળા ઉપર હરિયાણા કોથળા ઉપર કોથળા ઉપર લખેલા ભારતીય ખાદ્ય નિગમના માર્કાવાળો 3 હજાર કિલો ઘઉં ભરેલા અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે એક મોટા કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે.Body:રાજ્યની ભાજપ સરકારમાં સરકારી ગોડાઉનમાં ગોટાળા કરવા આસાન થઇ ગયા હોય તેવું જોવા મળી રહી છે. અગાઉ દાહોદ પાસેથી પુરવઠા નિગમના ગોડાઉનમાં અનાજની ચોરી સામે આવી હતી. પુસ્તકોના ગોડાઉનમાં 42 લાખના પુસ્તકો ચોરીનો કૌભાંડ સામે આવ્યું હતું જેને લઇને જોવા મળી રહી છે કે, રાજ્ય સરકાર હસ્તકના સરકારી ગોડાઉન ઉપર બે નંબરીયા ઓને ઓને ડોળો ડરકી રહ્યો છે. તેવા સમયે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ પાસેથી ઘઉં ભરીને જતા એક પિકઅપ ડાલાને ઝડપી પાડવામાં આવ્યુ છે.Conclusion:મળતી માહિતી મુજબ દહેગામ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ એચ એ જાડેજા વહેલી સવારે પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન આશરે બે થી ત્રણ વાગ્યાના અરસામાં બહેન ત્રણ વાગ્યાના અરસામાં બહેન વાગ્યાના અરસામાં બહેન પાસેથી હિલોલ તરફ જતા ચાર રસ્તા પાસે એક વાહન પીક-અપ ડાલુ નંબર જીજે 18 18 - AZ- 8785 આવી રહ્યું હતું. જેને રોક આવીને તપાસ કરતા અંદરથી ગવર્મેન્ટ ઓફ પંજાબ અને હરિયાણા લખેલા કોથળામાં ઘઉંનો જથ્થો જોવા મળ્યો હતો. એક કોથળામાં 50 કિલો વજન ભરેલું હતું. તેવા 60 કોથડા ભારેલો અનાજનો જથ્થો પકડી પાડયો અનાજનો જથ્થો પકડી પાડયો હતો જેની સાથે ભારતીય ખાદ્ય નિગમના માર્કો પણ જોવા મળતો હતો.

જ્યારે વાહનમાં રહેલા જીગર કિશોર સોઢા રહે દસ્ક્રોઇ, કિસન જસુ બારૈયા રહે દસ્ક્રોઇ અને અરવિંદ ગોતાજી ડાભી રહે ડેમાલિયા ડેમાલિયા તાલુકો દહેગામ જીલ્લો ગાંધીનગરને ઝડપી લીધા હતા. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે રીતે અને અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તેને લઈને મોટું કૌભાંડ સામે આવે તો નવાઈ નહીં.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.