Water in Gujarat Dam : સરદાર ડેમમાં કેટલું વધ્યું પાણી અને કેટલા ડેમ હાઈએલર્ટ પર જૂઓ રાજ્યના તમામ ડેમની માહિતી

author img

By

Published : Jul 11, 2022, 5:42 PM IST

Water in Gujarat Dam : સરદાર ડેમમાં કેટલું વધ્યું પાણી અને કેટલા ડેમ હાઈએલર્ટ પર જૂઓ રાજ્યના તમામ ડેમની માહિતી
Water in Gujarat Dam : સરદાર ડેમમાં કેટલું વધ્યું પાણી અને કેટલા ડેમ હાઈએલર્ટ પર જૂઓ રાજ્યના તમામ ડેમની માહિતી ()

રાજ્યમાં ભારે વરસાદ (Monsoon Gujarat 2022) બાદ નદીઓમાં નવા નીર આવ્યાં છે. ત્યારે ગુજરાતમાં ડેમોમાં પણ નવા પાણીની આવક (Water in Gujarat Dam ) જોવા મળી રહી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પરિણામે 207 યોજનાઓમાં 40.24 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સરદાર ડેમમાં (Water in Sardar Dam ) 1,51,586 એમસીએફટી જળસંગ્રહ હાલની સ્થિતિએ (Water storage statistics in Dems) નોંધાયો છે.

ગાંધીનગર- રાજ્યમાં છેલ્લાં ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને (Monsoon Gujarat 2022) પરિણામે રાજ્યની 207 જેટલી યોજનાઓમાં (Water in Gujarat Dam ) તા. 11 જુલાઈ 2022ના રોજ 40.24 ટકા જેટલો જળસંગ્રહ નોંઘાયો છે. સરદાર સરોવર જળાશયમાં 1,51,586 એમસીએફટી પાણીનો જળસંગ્રહ (Water in Sardar Dam ) નોંધાયો છે. જે કુલ સંગ્રહશક્તિના 45.37 ટકા છે. રાજ્યના 206 જેટલા જળાશયોમાં 2,24,287 એમસીએફટી જળસંગ્રહ (Water storage statistics in Dems) થયો છે.

આ પણ વાંચોઃ વલસાડની નદીઓ થઇ ગાંડીતૂર, જાણો ડેમ પર કયું સિગ્નલ લાગું કરાયું

સરદાર ડેમમાં કુલ સંગ્રહશક્તિના 45.37 ટકા - પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ (Flood cell of water supply department) દ્વારા જણાવ્યાનુસાર 11 જળાશયો 100 ટકા કે તેથી વધુ ભરાઈ ગયાં (100 percent full dam) છે. જ્યારે 18 જળાશયો 70 થી 100 ટકા, 25 જળાશયો 50 ટકાથી 70 ટકા (સરદાર સરોવર સહિત), 101 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો (Water in Gujarat Dam ) સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ રાજકોટનો આ ડેમ આજે થઇ શકે છે ઓવરફ્લો, આજૂ-બાજૂના ગામડાઓને કરાયા એલર્ટ

હાઈએલર્ટ ઉપરના ડેમ - ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા 11 જળાશયો તેમજ 90 થી 100ટકાના જળસંગ્રહ ધરાવતા બે જળાશયો મળી કુલ 13 જળાશયો હાઈએલર્ટ ઉપર (Dam on high alert ), 80 થી 90 ટકા જળસંગ્રહ સાથે 8 જળાશયો એલર્ટ પર તથા 70 થી 80 ટકા ભરાયેલા 7 જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં (Water in Gujarat Dam )આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.