Water crisis in Gujarat : રાજ્યમાં કુલ 206 ડેમમાં હવે કેટલું પાણી ઉપલબ્ધ છે? જાણો પાણીની પળોજણ

author img

By

Published : Apr 26, 2022, 4:58 PM IST

Water crisis in Gujarat : રાજ્યમાં કુલ 206 ડેમમાં હવે કેટલું પાણી ઉપલબ્ધ છે? જાણો પાણીની પળોજણ

રાજ્યમાં ભરઊનાળો જામ્યો છે ત્યારે પાણીની પળોજણ (Water crisis in Gujarat ) પણ વધી રહી છે. ઈટીવી ભારત દ્વારા સમગ્ર રાજ્યમાં પાણીની સમસ્યાને લઇને રાજ્યના ખૂણેખૂણેથી અહેવાલ આવી રહ્યાં છે. ત્યારે જાણો રાજ્યના પાટનગરથી પાણીની પળોજણનો આ અહેવાલ શું કહે છે.

ગાંધીનગર :. ગુજરાત રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી (Summer 2022 in Gujarat ) પડી રહી છે અને ઉનાળામાં ગરમી અને લૂથી બચવા લોકો પીવાના પાણી પર વધારે ભાર આપી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પાણીની (Water crisis in Gujarat )પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતના કુલ 207 જેટલા ડેમમાં 50 ટકા જેટલું જ પાણી અત્યારે સ્ટોર (Availability of water in Gujarat dams)કરેલું છે. ગુજરાતના 13 જિલ્લાના અનેક ડેમ સંપૂર્ણ ખાલી હોવાના ડેટા સામે આવ્યા છે. આમ હજી ચોમાસાને લગભગ 2 મહિનાની વાર છે ત્યારે ગુજરાતમાં જળસંકટના ભણકારા વાગી રહ્યા હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે.

ઝોન પ્રમાણે પાણીની પરિસ્થિતિ

ઉત્તર ગુજરાત 15 ડેમમાં 14.90 ટકા પાણી

મધ્ય ગુજરાત 17 ડેમમાં 44.60 ટકા પાણી

ઉત્તર ગુજરાત 13 ડેમમાં 60.95 ટકા પાણી

કચ્છ 20 ડેમમાં 19.97 ટકા પાણી

સૌરાષ્ટ્રના 141 ડેમમાં 37.82 ટકા પાણી

કુલ 206 ડેમમાં 48.29 ટકા પાણી

સરદાર સરોવર ડેમમાં 53.46 ટકા પાણી

આ રીતે સમગ્ર રાજ્યમાં 206 અને સરદાર સરોવર ડેમ મળીને કુલ 50.23 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ Water Problem in Summer : કચ્છમાં ડેમો તળિયા ઝાટક થતા લોકો-પશુધન તરસ્યા, "પાણીનો હલ ન થાય તો મંડાશે મોરચો"

ઉત્તર ગુજરાતમાં પાણીની પરિસ્થિતિ કફોડી -સમગ્ર રાજ્યમાં ઉત્તર ગુજરાતના ડેમમાં ફક્ત 14 ટકાની આસપાસ જ (Water crisis in Gujarat )પાણી સ્ટોરેજ છે. હજુ તો ઉનાળો (Summer 2022 in Gujarat ) ધીમે ધીમે આગળ વધી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પાણીની કફોડી (Availability of water in Gujarat dams)પરિસ્થિતિ થાય તેવા દ્રશ્યો પણ ભવિષ્યમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અગાઉ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલને (Cabinet Minister for Water Supply Hrishikesh Patel)પાણી બાબતની રજૂઆત પણ કરી હતી. ત્યારે પાલનપુર અને બનાસકાંઠા જિલ્લામાં પણ ટેન્કર રાજ (Drinking water distribution system)ચાલતા હોવાના દ્રશ્યો પણ અનેક વખત ભૂતકાળમાં સામે આવ્યા હતાં.

સિંચાઇના પાણી માટે પણ ખેડૂતો વલખાં મારે છે
સિંચાઇના પાણી માટે પણ ખેડૂતો વલખાં મારે છે

આ પણ વાંચોઃ Water Scarcity in Morbi : સુનો સરકાર, આટલા બધા ગામમાં બેડાં યુદ્ધ જામ્યાંની ખબર છે?

કેબિનેટમાં સ્વીકારાયું છે કે કચ્છના 22 ગામમાં પાણી ટેન્કરોથી અપાઈ રહ્યું છે -રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ પીવાના પાણી (Water crisis in Gujarat )બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે કેબિનેટના બ્રિફિંગ(Gujarat Cabinet Meeting ) દરમ્યાન પણ રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ (Government Spokesperson Minister Jitu Vaghani) સ્પષ્ટતા કરી હતી કે કચ્છના 22 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં જે રીતની ગુજરાતના ડેમમાં પાણીની પરિસ્થિતિ (Availability of water in Gujarat dams)સામે આવી છે અને સમગ્ર ગુજરાતમાં ફક્ત 50 ટકા જેટલા જ પાણીનો જથ્થો છે. ત્યારે આવા ગ્રામ્ય વિસ્તારોનો સૌરાષ્ટ્ર કચ્છ સિવાય અનેક ઝોનમાં વધારો થાય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.

ગુજરાત સરકારની કેબિનેટમાં પણ પાણી મહત્ત્વનો મુદ્દો બન્યો
ગુજરાત સરકારની કેબિનેટમાં પણ પાણી મહત્ત્વનો મુદ્દો બન્યો

જૂન મહિનામાં સત્તાવાર ચોમાસાની ઋતુ શરૂ થાય - ગુજરાતમાં સીઝનની (Summer 2022 in Gujarat ) વાત કરવામાં આવે તો જૂન મહિનાના બીજા ત્રીજા સપ્તાહથી ગુજરાત રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય છે. ત્યારે આમ હજી ચોમાસાને લગભગ 50 દિવસથી વધુને દિવસ વાર છે. ત્યારે રાજ્યમાં 207 જેમાં કુલ 50 ટકા જેટલું જ પાણી (Availability of water in Gujarat dams) સ્ટોરેજ છે. ત્યારે આવનારા દિવસોમાં પાણીની ખૂબજ તંગી વર્તાય તેવું સ્પષ્ટ ભવિષ્ય વર્તમાન (Water crisis in Gujarat )સમયમાં જ દેખાઇ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.