નગરપાલિકાઓમાં ભરતીની પ્રક્રિયા થશે વધુ સરળ, ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક કરાયું પસાર

author img

By

Published : Sep 23, 2022, 10:03 AM IST

નગરપાલિકાઓમાં ભરતીની પ્રક્રિયા થશે વધુ સરળ, ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક કરાયું પસાર

ગુજરાતની વિધાનસભાના ચોમાસા સત્રના બીજા અને અંતિમ દિવસે (Gujarat Assembly Monsoon Session) મહત્વના બિલ પસાર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓમાં ભરતી (nagar palika recruitment) સેવાની શરતો અને નિયમો ઘડવામાં વિલંબ થતો અટકાવવા માટેનું એક સુધારા બિલ પણ રજૂ કરવામાં (Gujarat Municipalities Amendment Bill) આવ્યું હતું.

ગાંધીનગર ગુજરાતની વિધાનસભાના ચોમાસા સત્રનો (Gujarat Assembly Monsoon Session) ગુરૂવારે બીજો અને અંતિમ દિવસ હતો. ત્યારે આ દિવસે રાજ્યની નગરપાલિકાઓમાં ભરતી સેવાની શરતો અને નિયમો ઘડવામાં વિલંબ થતો અટકાવવા માટેનું એક સુધારા બિલ (Gujarat Municipalities Amendment Bill) રજૂ કરવામાં આવ્યું હતું. એટલે કે હવે રાજ્યની નગરપાલિકાઓમાં ભરતી (nagar palika recruitment) મામલે કોઈ પણ પ્રકારની અડચણો નહીં આવે.

ભરતીમાં પારદર્શકતા આવશે આ અંગે રાજ્ય કક્ષાના પ્રધાન વિનોદ મોરડીયાએ (vinod moradiya minister) જણાવ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાઓમાં નવી ભરતી (nagar palika recruitment)કરવા તેમ જ તેમાં વધુ ઝડપ, વધુ પારદર્શકતા આવે. ઉપરાંત સેવાની શરતો માટેના નિયમો ઘડવામાં થતાં વિલંબને અટકાવી તેમાં વધુ ઝડપ લાવવા માટે જાહેર જનતા- વ્યક્તિઓ પાસેથી વાંધા અને સૂચનો મંગાવવાની જોગવાઈ રદ કરવામાં આવે છે.

અધિનિયમમાં સુધારો કરાશે ગુજરાત વિધાનસભા ગૃહમાં (gujarat assembly) શહેરી વિકાસ રાજ્યપ્રધાન વિનોદ મોરડીયાએ (vinod moradiya minister) ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક (Gujarat Municipalities Amendment Bill ) રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 47 અને 47 'ક' હેઠળ કોઈ જગ્યા માટેના ભરતીના નિયમો (nagar palika recruitment), પરીક્ષાના નિયમોમાં અને સેવાની શરતો માટેના બીજા ખાતાકીય નિયમો વગેરે જાહેર જનતા એટલે કે વ્યક્તિઓ પાસેથી આ અંગેના વાંધા-સૂચનો મગાવવામાં આવતા હતા. આના કારણે સમગ્ર પ્રક્રિયામાં ખૂબ વિલંબ થતો હોવાથી તથા નગરપાલિકામાં વિકાસ કાર્યો તેમ જ ભરતીની સમગ્ર પ્રક્રિયા થઈ શકતી નહતી.

ભરતીના નિયમોમાં સુધારા રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ સુધારા વિધેયક પસાર થવાથી કોઈ જગ્યા માટેનાં ભરતી નિયમો, પરીક્ષાના નિયમો અને સેવાની સેવાની શરતો તેમ જ અન્ય નિયમો વગેરે માટે પૂર્વ પ્રસિદ્ધિ એટલે કે જાહેર જનતા પાસેથી વાંધાસૂચનોની જરૂર રહેતી નથી. આ કલમથી મળેલી નિયમો કરવાની સત્તા પૂર્વ પ્રસિદ્ધિ પછી નિયમો કરવાની શરતને આધીન રહેશે, પરંતુ રાજ્ય સરકારને ખાતરી થાય કે, તાત્કાલિક પગલું લેવું જરૂરી હોય તેવા સંજોગો પ્રવર્તે છે, તો તે આ કલમ હેઠળ કરવાના કોઈપણ નિયમની પૂર્વ પ્રસિદ્ધિ વિના ચલાવી શકશે. આ ગુજરાત નગરપાલિકા (સુધારા) વિધેયક 2022 (Gujarat Municipalities Amendment Bill) ગુજરાત વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે (gujarat assembly) પસાર કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.