ETV Bharat / city

Vidya sahayak Full Salary Order : 28 જિલ્લામાં વિદ્યા સહાયકોને પૂરા પગારના હુકમ મળ્યાં, જાણો કેટલા શિક્ષકોને મળ્યો લાભ

author img

By

Published : Apr 25, 2022, 10:08 PM IST

Vidya sahayak Full Salary Order : 28 જિલ્લામાં વિદ્યા સહાયકોને પૂરા પગારના હુકમ મળ્યાં, જાણો કેટલા શિક્ષકોને મળ્યો લાભ
Vidya sahayak Full Salary Order : 28 જિલ્લામાં વિદ્યા સહાયકોને પૂરા પગારના હુકમ મળ્યાં, જાણો કેટલા શિક્ષકોને મળ્યો લાભ

વિદ્યા સહાયકોને (Vidhya Sahayak In Gujarat ) પૂરા પગારની નોકરીનો હુકમપત્ર મળે ત્યારે તેની પણ નોંધ લેવાવી જોઇએ. ફિક્સ પગારમાં વર્ષો સુધી નોકરી કર્યાં પછી આજે ગાંધીનગરમાં કેટલા વિદ્યાસહાયકોને પૂરા પગારના (Vidya sahayak Full Salary Order ) હુકમપત્ર મળ્યા જાણો.

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષકોની ભરતી થાય ત્યારબાદ તેઓએ પાંચ વર્ષ સતત ફિક્સ પગારમાં કાર્યરત રહેવું પડે છે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ તેઓને રાજ્ય સરકાર દ્વારા કાયમી અને પુરા પગારના હુકમ કરવામાં આવે છે. ત્યારે આજે રાજ્યના મુખ્ય શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani)અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના 28 જિલ્લાના કુલ 3250 જેટલા વિદ્યાસહાયકોને (Vidhya Sahayak In Gujarat )પૂરા પગાર (Vidya sahayak Full Salary Order ) હુકમ વિતરણ કરવામાં આવ્યું છે.

શિક્ષક બનવું વરદાનરૂપ - શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani)રાયસણ ખાતે આવેલી બીએપીએસ બોયઝ સ્કૂલમાં (Raysan BAPS Boys School )યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે શિક્ષક બનવું મનુષ્ય જીવન માટે વરદાનરુપ છે બાળકોએ સેવેલા ડોક્ટર ઇજનેર શિક્ષકે આઈએએસ બનવાના સપનાને સાકાર કરવાની દિશા અને પાંખ આપવાનું કામ શિક્ષકો કરે છે. દરેક શિક્ષક અને શિક્ષક હોવાનો ગર્વ હોવો જોઈએ. સાથે જ દેશદેશના સુવર્ણ ભવિષ્ય કરવાનું અને આદર્શ સમાજ નિર્માણ કરવાનું કાર્ય પણ શિક્ષકો કરી રહ્યા છે.

શિક્ષક બનવું મનુષ્ય જીવન માટે વરદાનરુપ છે
શિક્ષક બનવું મનુષ્ય જીવન માટે વરદાનરુપ છે

આ પણ વાંચોઃ CR Patil In Surat: શિક્ષક એ સંતોષી પ્રાણી છે, સૌથી ઓછામાં સંતોષ પામતા હોય તો એ શિક્ષકો છે - CR પાટીલ

શિક્ષણમાં પારદર્શક ભરતી - જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani)જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ માટે તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ગુણોત્સવ કાર્યક્રમ થકી અનેક મોટા બદલાવ કર્યા છે. જ્યારે 1995 પહેલાં થયું ન હતું તેટલું કામ શિક્ષણ ક્ષેત્રે 1995 પછી થયું છે. જ્યારે અત્યારે રાજ્યમાં શિક્ષકની ભરતી પારદર્શક રીતે કરવામાં આવી રહી છે. આ સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે એટલે શાળાઓની ભૌતિક સુવિધાઓ તેમજ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવી રહી છે તેમ જ શિક્ષક અને શિક્ષણ સંબંધિત કોઈ પણ પ્રશ્નને ઉકેલવામાં સરકાર હંમેશા કટિબદ્ધ છે.

પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ તેઓને રાજ્ય સરકાર દ્વારા કાયમી અને પુરા પગારના હુકમ કરવામાં આવે છે
પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ તેઓને રાજ્ય સરકાર દ્વારા કાયમી અને પુરા પગારના હુકમ કરવામાં આવે છે

આ પણ વાંચોઃ Gujarat Teachers Protest : ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે એક નિર્ણય લઇ સરકાર સામે મોરચો ખોલ્યો

214 શિક્ષકોને જીતુ વાઘાણીએ હાથોહાથ આપ્યા પૂરા પગારના ઓર્ડર - રાયસણની બીએપીએસ સ્કૂલ (Raysan BAPS Boys School )ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના (Education Minister Jitu Vaghani)હસ્તે ગાંધીનગર જિલ્લાના 59 અમદાવાદ શહેરના 97 અમદાવાદ ગ્રામ્યના 41 સાબરકાંઠા જિલ્લાના 15 મહેસાણા અને અરવલ્લી જિલ્લાના એક-એક શિક્ષક મળીને કુલ 214 જેટલા વિદ્યાસહાયકોને પૂરા પગાર હુકમપત્ર એનાયત (Vidya sahayak Full Salary Order ) કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.