VGGS 2022 Road Show In Mumbai : CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિકાસનું રોલમોડલ કેમ છે તેના કારણો કહ્યાં, ઉદ્યોગપતિઓને મળી રોકાણ માટે આમંત્રણ આપ્યું

author img

By

Published : Dec 2, 2021, 5:40 PM IST

VGGS 2022 Road Show In Mumbai

VGGS 2022ને લઇને મુંબઇની મુલાકાતે પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રોડ શો તેમ જ બેઠકો યોજી હતી. VGGS 2022 road show In Mumbai દરમિયાન તેમણે જણાવ્યું હતું તે 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટ હવે ગુજરાતની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ બની ગઇ છે. સર્વસમાવેશક-સર્વગ્રાહી વિકાસ માટેની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ગુજરાત ધરાવે છે. કોરોના પછી રી-લોકેટ થવા માંગતા ઉદ્યોગોને અનૂકૂળ વિવિધ પોલીસીઓથી ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવા આતુર છે. સાતત્યપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસને બળ આપવા નેકસ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રકચર, એનર્જી અને ડિજિટલ નેટવર્ક-ફિનટેક-સ્ટાર્ટઅપ-આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ–ઇમર્જિંગ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ મેળવવાની નેમ છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફની વિકાસ યાત્રામાં સહભાગી બનવા વાયબ્રન્ટ સમિટ સક્ષમ પ્લેટફોર્મ છે તેમ પણ મુંબઈમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

  • પોલિટિક્લ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કમિટમેન્ટ અને ઓલ રાઉન્ડ હોલિસ્ટીક ડેવલપમેન્ટથી વિકાસનું રોલમોડેલ બન્યુંઃ CM
  • સીએમે VGGS 2022 માટે મુંબઇમાં ઊદ્યોગજગતના અગ્રણીઓ સાથે વન ટુ વન બેઠકો કરી
  • આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ સાથે યોજાશે 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

મુંબઇ- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે VGGS 2022 road show In Mumbai કાર્યક્રમમાં જણાવ્યું કે વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં અઢી દાયકામાં રાજ્યની પોલિટીકલ સ્ટેબિલીટી, ડેવલપમેન્ટ માટેનું કમિટમેન્ટ અને ઓલ રાઉન્ડ હોલિસ્ટીક ડેવલપમેન્ટનું એનવાયરમેન્ટ મહત્વના બન્યા છે. તેમણે આગામી જાન્યુઆરી-ર૦રરમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડીશનના પૂર્વાધ રૂપે મુંબઇમાં ઊદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ અને વિદેશી રાષ્ટ્રોના કોન્સ્યુલેટસ તેમજ ડેલિગેટસ સાથે ઇન્ટરેક્ટીવ મીટ યોજી હતી. સીએમે આ મીટમાં સંબોધન કરતાં જણાવ્યું કે, કોઇ પણ રાષ્ટ્ર-રાજ્યના વિકાસ માટે પોલિટીકલ સ્ટેબિલીટી અને જનસેવા તથા વિકાસ માટેની પ્રતિબદ્ધતા મહત્વના હોય છે. ર૦૦૩માં વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઈ ત્યારે દેશ અને દુનિયા માટે આ એક નવતર પ્રયોગ હતો,. આજે ગુજરાતની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ આ વાયબ્રન્ટ સમિટ બની ગઇ છે. પહેલાં વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં મૂડીરોકાણની ચર્ચા થતી હતી પણ હવે અહીં રોકાણની સાથે સાથે વિશ્વની સમસ્યાઓ, તેના સમાધાન અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અવસરોનું ચિંતન-મંથન પણ થાય છે. નેટવર્કીંગ અને નોલેજ શેરીંગ પણ થાય છે.

મુંબઇની મુલાકાતે પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકાસનું મોડેલ સમજાવ્યું
મુંબઇની મુલાકાતે પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકાસનું મોડેલ સમજાવ્યું

આગામી VGGS 2022 ની થીમ વિસ્તૃતપણે સમજાવી

મુખ્યપ્રધાને કહ્યું કે, આ ઇવેન્ટના (Vibrant Gujarat 2022 ) માધ્યમથી આખી દુનિયા જાણી ગઈ છે કે ગુજરાતે વર્લ્ડક્લાસ સ્ટેટ બનવા માટેના નક્કર કદમ ભર્યા છે. આ જ વિરાસતને આગળ ધપાવી ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ-2022નું આયોજન કર્યું છે. આગામી વાઇબ્રન્ટ સમિટની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે. સીએમ પટેલે મુંબઇના અગ્રણી ઊદ્યોગકારો અને ડેલિગેટ્સ સમક્ષ ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીનું વિસ્તૃત વિવરણ આપતાં જણાવ્યું કે, દેશ અને દુનિયાના વેપાર ઊદ્યોગકારો માટે ગુજરાત મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. સાતત્યપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસને બળ આપવા નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ડિજીટલ નેટવર્ક, ઈમર્જીંગ ટેક્નોલોજી, ફિનટેક, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન, ઈ-વ્હીકલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નોલેજ એક્સ્ચેન્જ, એક્સ્પોર્ટ, ટુરિઝમ અને ફાઈનાન્સીયલ સર્વિસ જેવા ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ મેળવવાની ગુજરાત સરકારની નેમ છે.

કોરોના પછી રી-લોકેટ થવા માંગતા ઉદ્યોગોને અનૂકૂળતા
કોરોના પછી રી-લોકેટ થવા માંગતા ઉદ્યોગોને અનૂકૂળતા

ગુજરાતમાં ઉદ્યોગલક્ષિતાની પોલીસીઓ છે

ભારતે કરેલા નોંધપાત્ર આર્થિક અને સામાજિક વિકાસની વાત કરતાં (CM Bhupendra patel in Mumbai) મુખ્યપ્રધાને જણાવ્યું કે, પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન, પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ સ્કીમ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઈઝ ઓફ લિવિંગ, મેક ઈન ઈન્ડિયા સહિતની અનેક પહેલથી દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગુજરાત આ બધી પહેલમાં લીડ લઇને આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતના મંત્રથી મક્કમતાથી આગળ વધ્યું છે. ગુજરાત સર્વસમાવેશક, સર્વગ્રાહી વિકાસ માટેની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ધરાવે છે. કોરોના પછી રી-લોકેટ થવા માગતા ઉદ્યોગોને અનૂકૂળ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી, ઇ-વ્હીકલ પોલીસી, સોલાર પોલીસી જેવી વિવિધ પોલીસીઓથી ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવાં આતુર છે.

સીએમ સાથે ઇન્ટરએક્શન મીટ

મુખ્યપ્રધાને (CM Bhupendra patel in Mumbai) આ ઇન્ટરેક્શન મિટમાં ઉપસ્થિત ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયૂશન્સ, ફિનટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને ગુજરાતના ગિફટ સિટીમાં રોકાણો અને બિઝનેશ માટે આવવા આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે મુંબઈ સ્થિત દેશવિદેશના અગ્રણી ઉદ્યોગકારોને ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ’ની વિકાસયાત્રામાં સહભાગી બનવા તેમજ જાન્યુઆરી 2022માં આયોજિત 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું. તેમની સાથે મુખ્ય સચિવ પંકજકુમારે વાયબ્રન્ટ સમિટ-2022 આત્મનિર્ભર ભારતના વિઝનને સુસંગત થીમ સાથે યોજાઇ રહી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે ધોલેરા SIR, ગિફટ સિટી જેવા વિશાળકાય પ્રોજકેટ રાજ્યના વિકાસના ચાલકબળ છે. સાથોસાથ 33 લાખ જેટલા MSME પણ અર્થતંત્રના બેકબોન છે.

નાણાંપ્રધાન કનુ દેસાઇએ પ્રેઝન્ટેશન કર્યું

રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઈએ (FM Kanu Desai) ગુજરાતના વિકાસ મોડેલને (Gujarat Development Model) હવે દેશ અને દુનિયાના લોકોએ સફળતાના આગવા મોડેલ તરીકે સ્વીકાર્યું છે તેની ભૂમિકા બાંધતાં કહ્યું હતું. ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ તેમજ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ગાથા પ્રેઝન્ટેશન દ્વારા પ્રસ્તુત કરી હતી. આ ઇન્ટરેક્ટીવ મીટમાં ઊદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઊદ્યોગ સંચાલકો ડેલિગેટ્સ પણ જોડાયાં હતાં.

Bombay Stock Exchange ની પણ મુલાકાત લીધી
Bombay Stock Exchange ની પણ મુલાકાત લીધી

મુંબઇ સ્ટોક એક્સચેન્જમાં ગતિવિધિ નિહાળી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2022 ના રોડ શો સંદર્ભે તેમની મુંબઈ (CM Bhupendra patel in Mumbai) મુલાકાત બાદ મુંબઇ સ્ટોક એક્સચેન્જની (Bombay Stock Exchange) પણ મુલાકાત લઈ સ્ટોક એક્સચેન્જની ગતિવિધિ નિહાળી હતી અને માહિતી મેળવી હતી. નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ, (FM Kanu Desai) ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા અને મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી પણ આ મુલાકાતમાં જોડાયાં હતાં.

મુખ્યપ્રધાને ડંકો વગાડ્યો
મુખ્યપ્રધાને ડંકો વગાડ્યો

સીએમે શ્રદ્ધાપૂર્વક કર્યાં સિદ્ધિવિનાયકના દર્શન

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રોડ શો (VGGS 2022 road show In Mumbai) સંદર્ભે મુંબઈની તેમની મુલાકાત બાદ મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે (Mumbai Siddhivinayak Temple live darshan )જઈને ગણેશજીના દર્શન પૂજન શ્રદ્ધાપૂર્વક કર્યાં હતાં. તેમની સાથે ગુજરાતના પ્રધાનો સહિત પ્રતિનિધિમંડળે પણ દર્શન કર્યાં હતાં.

આ પણ વાંચોઃ CM Bhupendra Patel Visit Gift City : વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટની મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક યોજી

આ પણ વાંચોઃ VGGS 2022: ગુજરાતનો ડંકો વગાડવા યુરોપના 3 દેશમાં થયાં રોડ શૉ, જાણો શું થઇ રજૂઆતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.