ETV Bharat / city

DefExpo 2022 ગાંધીનગરમાં ત્રણ અદ્યતન ઉત્પાદનો, મહાવીર ચક્ર વિજેતા કર્નલ સોનમ વાંગચુકે કર્યું અનાવરણ

author img

By

Published : Oct 18, 2022, 4:59 PM IST

Updated : Oct 18, 2022, 5:04 PM IST

DefExpo 2022 ગાંધીનગરમાં ત્રણ અદ્યતન ઉત્પાદનો, મહાવીર ચક્ર વિજેતા કર્નલ સોનમ વાંગચુકે કર્યું અનાવરણ
DefExpo 2022 ગાંધીનગરમાં ત્રણ અદ્યતન ઉત્પાદનો, મહાવીર ચક્ર વિજેતા કર્નલ સોનમ વાંગચુકે કર્યું અનાવરણ

ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022 માં ( DefExpo 2022 in Gandhinagar ) ભારતીય સેના ( Indian Army ) માટે ઉપયોગમાં લેવાના વિવિધ કાર્યોને ધ્યાનમાં રાખીને બનાવાયેલી પ્રોડક્ટ ( DefExpo 2022 ) જોવા મળી રહી છે. જેમાં ત્રણ પ્રોડક્ટે સૌનું ધ્યાન દોર્યું હતું. કારગિલ યુદ્ધના હીરો અને બીજા ક્રમના શૌર્ય ચક્ર મહાવીર ચક્ર વિજેતા કર્નલ સોનમ વાંગચુક ( Col Sonam Wangchuk Kargil War Hero ) દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર આજે ગાંધીનગર ખાતે સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત ભારતના ટોચનાં ડિફેન્સ એક્ઝિબિશન ડિફેન્સ એક્સ્પોમાં ( DefExpo 2022 in Gandhinagar )ત્રણ એડવાન્સ્ડ ટેકનોલોજી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પ્રદર્શિત થયેલાં જોવા મળ્યાં હતાં. કારગિલ યુદ્ધના હીરો અને બીજા ક્રમના શૌર્ય ચક્ર મહાવીર ચક્ર વિજેતા કર્નલ સોનમ વાંગચુક ( Col Sonam Wangchuk Kargil War Hero ) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા વિક્સાવેલા અને ઉત્પાદિત કરેલા નવા લાઇટ જનરલ સર્વિસ વ્હિકલ JEET 4 બાય 4નું અનાવરણ કર્યું હતું. અશોક લેલેન્ડના વાઇસ પ્રેસિડન્ટ રાજેશ આરે ( Rajesh Aray Vice President of Ashok Leyland ) ભારતીય લશ્કર અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં અન્ય પ્રોડક્ટ્સનું અનાવરણ અને લોંચિંગ ( DefExpo 2022 ) કરવામાં આવ્યું હતું.

આત્મનિર્ભર ભારત પહેલની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન
આત્મનિર્ભર ભારત પહેલની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન

Def Expo 2022માં પ્રદર્શિત કરવામાં આવેલી પ્રોડક્ટ્સ આ પ્રમાણે છે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો ( DefExpo 2022 in Gandhinagar )માં રજૂ થયેલ પ્રોડક્ટનું નામ જીત છે તે વેહિકલ સેનાની કામગીરીમાં ઉપયોગી નીવડે તે રીતે ટેકરીઓ, ઊંચાઇવાળા વિસ્તારો, મેદાન વિસ્તારો, સપાટ વિસ્તારો અને રણ પ્રદેશમાં ઉપયોગ કરી શકાય તેવું છે. તે સિવાય બીજી પ્રોડક્ટ છે LBPV 4 બાય 4, જે એક લાઇટ બુલેટ પ્રુફ વેહિકલ છે અને ત્રીજી પ્રોડક્ટ છે તે ટેન્ક T72 GB છે જે એસેમબ્લી એગ્રીગેટ્સ ગિયર બોક્સિસ છે.

આત્મનિર્ભર ભારત પહેલની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન ભારતીય સેના માટેની લોજિસ્ટિક જરૂરિયાતો માટે ભાગીદારી માટે પ્રોડક્ટ માટે ‘આપકી જીત, હમારી જીત’ની નું સ્લોગન અનુસરીને દેશની સશસ્ત્ર સેનાઓ માટે નેક્સ્ટ જનરેશન મોબિલિટી સોલ્યુશન અને ટેકનોલોજી પૂરી પાડવામાં કંપની અગ્રેસર રહી છે. તેમ જણાવતાં અશોક લેલેન્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, “અમે ભારતીય સશસ્ત્ર દળોને મોબાલિટી માટેનાં એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ પૂરાં પાડવા વિશ્વાસુ ભાગીદાર તરીકે કામ કરતા રહ્યા છીએ. આજે પ્રદર્શિત કરવામાં આવેલી પ્રોડક્ટ્સ અમારી ટીમની ક્ષમતા અને ઓપરેટિંગ કન્ડિશન્સની સમજણ દર્શાવે છે. અમે આત્મનિર્ભર ભારત પહેલની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા સતત પ્રયાસશીલ છીએ.”હિન્દુજા ગ્રૂપની ભારત સ્થિત અશોક લેલેન્ડ ફ્લેગશિપ કંપની અને ભારતીય લશ્કરને લોજિસ્ટિક્સ વાહનોની સૌથી મોટી સપ્લાયર પણ છે.

જીત વેહિકલની વિશેષતા જીત 4 બાય 4 કસોટીમાં પાર ઉતરેલાં પ્લેટફોર્મ પર વિક્સાવવામાં આવ્યું છે, જે જનરલ સર્વિસ (GS) કામ માટે સૌથી યોગ્ય છે. આ વાહન ટેકરીઓ, ઊંચાઇવાળા વિસ્તારો, મેદાન વિસ્તારો, સપાટ વિસ્તારો અને રણ પ્રદેશમાં ઉપયોગ માટે સજ્જ છે. આ વાહનની તમામ સિસ્ટમમાં સમકાલીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એલબીપીવી 4 બાય 4 ની વિશેષતા આ લાઈટ બુલેટ પ્રુફ વ્હિકલ વૈવિધ્યપૂર્ણ પ્લેટફોર્મ છે. બળવાખોરી કે ત્રાસવાદ સામેના અભિયાનો, જાસૂસી પૂર્વેક્ષણ, ઝડપી પ્રતિક્રિયા અને પેટ્રોલિંગ જેવાં વિવિધ વ્યૂહાત્મક અભિયાનોમાં 6 લડાકુ સૈનિકોની નાની ટીમોને લઇ જવા માટે બનાવવામાં આવેલું આ પ્લેટફોર્મ સ્વદેશી બનાવટની ડિઝાઇન ધરાવે છે. LBPV તમામ ભૂપ્રદેશમાં ઉપયોગમાં લઈ શકાય તે રીતે બનાવવામાં આવ્યું છે, જેમાં આર્મર્ડ પ્રોટેક્શન છે અને યુદ્ધના મેદાનમાં સ્વતંત્ર રીતે કામમાં લેવા માટે શસ્ત્ર ફીટ કરવાની સુવિધા ધરાવે છે. વ્હિલ ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન, ABS, રાઇડ હાઇટ મેનેજમેન્ટ અને બીજાં અનેક વિકલ્પો તેમાં છે. આ પ્રકારનું તે ભારતમાં બનેલું વિશ્વકક્ષાનું વાહન છે.

ટેન્ક T72 GB એસેમબ્લી એગ્રીગેટ્સની વિશેષતા ટેન્ક T72 માટેના આ ગિયર બોક્સને ભારતમાં અજેયા કહેવામાં આવે છે. T-72 માટે ગિયર બોક્સ સહિતની સબએસેમ્બલી અને સબકોમ્પોનન્ટ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.

Last Updated :Oct 18, 2022, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.