ETV Bharat / city

ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે: વાઘાણી

author img

By

Published : Nov 18, 2021, 3:30 PM IST

Updated : Nov 18, 2021, 3:49 PM IST

ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે: વાઘાણી
ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે: વાઘાણી

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE)નો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. ચોથા પદવીદાન સમારોહમાં 725 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. જુદી જુદી 9 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા. ઉદબોધન કરતા જીતુ વાઘાણીએ કહ્યું કે, ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય (The subject of natural farming) પણ ઉમેરવામાં આવશે.

  • ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે
  • રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો ચોથો IITEનો પદવીદાન
  • જીતુ વાઘાણીએ કર્યું ઉદબોધન
  • 725 વિદ્યાર્થીઓએ ડીગ્રી મેળવી

ગાંધીનગર : IITEના પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ પ્રધાન (education minister of gujarat) જીતુ વાઘાણી, પ્રધાન એવા કુબેર ડિંડોર તેમજ વિવિધ અન્ય યુનિવર્સિટીના કુલપતિઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન 220 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં 6 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. Bedની એક જ વિદ્યાર્થીનીને બે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે

જીતુ વાઘાણીએ કહ્યું કે, ડાંગ જિલ્લાને આવતીકાલે પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે માટે આગામી સમયમાં ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય (farming will be added in Std. 9th to 11th ) ઉમેરાશે. જેને લઇને શિક્ષણ વિભાગે મંજૂરી પણ આપી દીધી છે. રાજ્યમાં અલગ પ્રોફેશનલ કોર્સ જેવા કે, બ્યુટી વેલનેસ, ટુરિઝમ એન્ડ હોસ્પાટીલિટી, એગ્રિકલ્ચર સહિતના 7 કોર્સ થકી રોજગારીની તકો આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી (The subject of natural farming) સંશોધનમાં સહાય આપવામાં આવશે. તેવી જાહેરાત જીતુ વાઘાણી (jitu vaghani announcement )એ કરી હતી.

જીવનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાનો સમય હવે શરૂ થયો

તેમને વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીના સમયમાં સમગ્ર શિક્ષાને ઓપ આપવાનું કામ થયું છે. અત્યારે તમે દેશમાં નહીં રાજ્યમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, પરંતુ જીવનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાનો સમય હવે શરૂ થયો છે. આજ પ્રકારની ગતી સાથે આગળ વધો તેવી શુભેચ્છાઓ છે. 35 વર્ષ સુધી કોઈ નવી શિક્ષા નીતિ ન હતી, પણ હવે આ શિક્ષા નીતિ અમલ કરવામાં આવી રહી છે. જેની ફોજ આ વિદ્યાર્થીઓ છે.

હું 35 વર્ષ ગુરુકુળમાં પ્રધાન આચાર્ય તરીકે રહ્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, 35 વર્ષ ગુરુકુળમાં પ્રધાન આચાર્ય તરીકે રહ્યો છું. તેમાંથી 4 ગુરુકુળ બનાવી અને આજે 4500 વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. એશિયામાં આ પહેલી એવી સંસ્થા છે, જે ભાવિ બાળકોનું નિર્માણ કરવાવાળા ટીચર તૈયાર કરે છે અને એ હેતુથી જ સ્થાપના કરાઈ છે. ઉચ્ચ કોટીનો શિક્ષક જ્યારે બીડું ઉઠાવે છે ત્યારે મહામાનવ તૈયાર થાય છે. બાળક ઉપદેશ નથી શીખતો એ મારો તમારો વ્યવહાર જોઈ ને શીખે છે.

આ પણ વાંચો: ગોડસેની મૂર્તિ મામલે સરકાર સામેલ નથી, અમુક પ્રકારની માનસિકતાવાળા લોકો આવું કરે છે: વાઘાણી

આ પણ વાંચો: નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ચાર્જ દરમિયાન પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા રહ્યા હાજર

Last Updated :Nov 18, 2021, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.