ETV Bharat / city

મેડિકલ કોલેજના અધ્યાપકોની 15 માંગણીઓ અંગે સરકાર બીજી બેઠકમાં નિર્ણય લેશે

author img

By

Published : May 7, 2021, 5:28 PM IST

મેડિકલ કોલેજના અધ્યાપકોની 15 માંગણીઓ અંગે સરકાર બીજી બેઠકમાં નિર્ણય લેશે
મેડિકલ કોલેજના અધ્યાપકોની 15 માંગણીઓ અંગે સરકાર બીજી બેઠકમાં નિર્ણય લેશે

ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ 15 માંગણીઓ મૂકવામાં આવી છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો હડતાલની ચિમકી આપી હતી. જે સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેથી હડતાલ નહીં કરે તેવી બાહેંધરી સરકારને આપી હતી. હવે બીજી બેઠકમાં ફાઈનલ નિર્ણય આ માંગણીઓ પર લેવાશે.

  • ગાંધીનગર : ગૃહ રાજ્ય મંત્રી સમાધાન માટે વચ્ચે આવ્યા
  • માંગણીઓ મામલે પ્રદીપસિંહ જાડેજાએ બેઠક કરી
  • મેડિકલ એસોસિએશન હડતાલ નહીં કરે તેની બાહેંધરી આપી

ગાંધીનગરઃ ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા તેમની પડતર માંગણીઓને લઈને આરોગ્ય વિભાગને લેટર લખીને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને તત્કાલ બેઠક પ્રદીપસિંહ જાડેજાએ તુરંત બેઠક યોજી હતી. મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કોરોના મહામારીમાં નિરંતર સેવા બજાવ્યા છતાં તબીબી શિક્ષકોના પ્રશ્નો અંગે ચર્ચા ચર્ચા પણ કરવામાં આવતી નથી. આરોગ્ય વિભાગના અન્ય તબીબોએ હડતાળ કરી તેમની માંગણીઓ સંતોષવામાં આવી છે. તેઓ અત્યાર સુધી ચૂપ અને નમ્ર રહ્યા, સરકાર પર ભરોષો રાખ્યો પરંતુ અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી થયું નથી. જેથી હળતાલ પર જવાને ચિમકી તેમને આપી હતી.

મેડિકલ કોલેજના અધ્યાપકોની 15 માંગણીઓ અંગે સરકાર બીજી બેઠકમાં નિર્ણય લેશે

આ પણ વાંચોઃ એમ. પી. શાહ મેડિકલ કોલેજના તબીબ શિક્ષકોએ વિવિધ પડતર માંગણીઓ સાથે કર્યો વિરોધ

ઉપવાસ ના કરવા સરકારે ભલામણ કરી છે જેને માન્ય રાખીઃ રજનીશ પટેલ

ગુજરાત મેડિકલ ટીચર એસોસિયેશન પ્રમુખ રજનીશ પટેલે જણાવ્યું હતું કે, 200 વખત લેખિત રજૂઆત બાદ સરકાર સાથે બેઠક થઈ હતી. બીજી બેઠક થાય તે પહેલાં ઉપવાસ ના કરવા સરકારે ભલામણ કરી છે જેને અમે માન્ય રાખીએ છીએ. સરકારનો હકારાત્મક અભિગમ જણાતાં ઉપવાસ નહિ કરવાનો તેમણે નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે દર્દીઓને સારવાર મળે તે માટે આ નિર્ણય માન્ય રાખ્યો છે. વિવિધ 15 માગો પર ચર્ચા કરવા વધુ એક વખત સરકાર મંત્રણા કરશે.

મેડિકલ કોલેજના અધ્યાપકોએ આ પ્રકારની માંગણીઓ કરી

રેગ્યુલર તબીબી શિક્ષકોની બાકી રહેલી સેવા અને સેવાસદનના ઓર્ડર કરવામાં આવે, એક જ સ્થાઈ ઠરાવથી આદેશ કરવામાં આવે, 2017થી સાતમાં પગાર પંચ મુજબ નવા NPA અને પર્સનલ પે મંજૂર કરવામાં આવે. પગારની મહત્તમ મર્યાદા 2017ના ઠરાવ મુજબ રૂપિયા 2,37,500 કરવામાં આવે, CAS અને ટીકુ માટે એલિજિબલ તબીબી શિક્ષકોને CS અને ટીકુના આદેશ તુરંત કરવામાં આવે, તબીબી શિક્ષણમાં બાકી રહેલા માત્ર એડહોક ટ્યૂટરને 7માં પગારપંચ મુજબનો પગાર 1-1-16થી મંજૂર કરવામાં આવે તેવી જ રીતે GMERSમાં લાઇન પર ફરજ બજાવતા સરકારી તબીબી શિક્ષકોને સાતમાં પગાર પંચ મુજબ પગાર આપવાની માગ કરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં પગારની માગને લઈ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા

15 માગો કરાઈ

આ ઉપરાંત CS બાદ નામાભિધાનની 2017થી પડતર ફાઇલનો તુરંત આદેશ કરવામાં આવે, બાકી રહેલા 15 ટકા સિનિયર માટે ત્રીજું ટીકુ અને 10 ટકા સિનિયર આધ્યાપકો માટે HAGના આદેશો તુરંત કરવામાં આવે, તમામ DPCના આદેશો તુરંત કરવામાં આવે, આરોગ્ય વિભાગ અંતર્ગત કરવામાં આવેલા તમામ એડહોક કે GPSCને હાલની સેવા સાથે જોડવાની પોલીસી ફાઈલને મંજૂર કરવામાં આવે, GPSC પરીક્ષાઓમાં સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા પૂર્ણકાલીન શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવે. આ પ્રકારની 15 માંગણીઓ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.