રાજ્યના નવનિયુક્ત કેબિનેટ અને રાજ્યકક્ષાના 24 પ્રધાનોની કમલમ ખાતે પહેલી બેઠક યોજાઇ

author img

By

Published : Sep 17, 2021, 4:48 PM IST

24 પ્રધાનોની કમલમ ખાતે પહેલી બેઠક યોજાઇ

મુખ્યપ્રધાન સહિત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ અને રાજ્યકક્ષાના 24 પ્રધાનોની પહેલી બેઠક કમલમ ખાતે યોજાઇ હતી. આ બેઠક દરમિયાન ભાજપ પ્રભારી, મુખ્યપ્રધાન અને સી.આર. પાટીલ, સંગઠન મંત્રી રત્નાકરજી પણ હાજર રહ્યા હતા, જેમણે નવા પ્રધાનો સાથે બેઠક કરી હતી અને નવા પ્રધાનોને જરૂરી શીખ આપી હતી.

  • મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાઇ
  • શપથવિધિ બાદ પહેલી બેઠક પ્રધાનમંડળની યોજાઇ
  • પેન્ડિગ કામોને ઝડપી શરૂ કરવા અંગે થઈ બેઠક

ગાંધીનગર: ગુજરાતના નવા પ્રધાનોના શપથ સમારોહનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ 24 ખાતાઓ પ્રધાનોને ફાળવવામાં આવ્યા હતા. ખાસ કરીને કેબિનેટ મળ્યા બાદ આ ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ કમલમ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પહોંચતાની સાથે જ તમામ પ્રધાનોનું સ્વાગત ઢોલ, નગારા વગાડી કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રધાનમંડળમાં સામેલ પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનો જલદી જ પ્રજાલક્ષી પેન્ડિંગ કામો શરૂ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવી, પોતાના વિસ્તારના લોકોને કેવી રીતે સામેલ કરવા તેમજ આવનાર સમયમાં જલદી જ પેન્ડિંગ કામોને શરૂ કરવા અંગે નવા પ્રધાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જે પ્રજાલક્ષી કામો પેન્ડિંગ છે તેને પહેલા મહત્વ આપવામાં આવશે. જો કે પ્રધાનમંડળમાં સમાવવામાં આવેલા તમામ પ્રધાનો પોતાના મતવિસ્તારમાં આભાર વિધી ઝીલવા માટે તલપાપડ થઇ રહ્યા છે, જેમને પોતાના મતવિસ્તારમાં કાલે જવાની પરમિશન આપવામાં આવી શકે છે. જો કાલે પરમિશન આપવામાં આવે છે તો તેના બીજા દિવસે જ તેમને ગાંધીનગરમાં વિવિધ ખાતામાં પહોંચી વહીવટી કામો કરવા માટે આદેશ થઈ શકે છે.

CMની સાથે સાથે નવા નેતૃત્વને પણ પ્રમોટ કરવામાં આવશે

કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અલગ-અલગ રૂમમાં બેઠક યોજાઇ
કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અલગ-અલગ રૂમમાં બેઠક યોજાઇ

કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અલગ-અલગ રૂમમાં બેઠક યોજાઇ હતી. ખાસ કરીને નવા નેતૃત્વને કઈ રીતે આગળ લઈ જવું તેને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના નવા સીએમની સાથે સાથે નવા નેતૃત્વને પ્રમોટ કઈ રીતે કરવું વગેરે બાબતો મિટિંગમાં ચર્ચાઈ હતી.

વધુ વાંચો: પ્રધાનો સોમવારે ઓફિસ ચાર્જ લેશે, પ્રધાનોના PA, PS માટે પણ "નો રિપીટ" સિસ્ટમ લાગુ થશે

વધુ વાંચો: લોકોને ઝડપી ન્યાય મળે તે માટે નવી યોજના બનાવવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.