ETV Bharat / city

શનિવારથી અક્ષરધામ મંદિરના કપાટ ખુલશે, તમામ લોકોને એન્ટ્રી

author img

By

Published : Feb 5, 2021, 9:07 PM IST

અક્ષરધામ મંદિર
અક્ષરધામ મંદિર

દેશ અને ગુજરાતમાં જ્યારથી કોરોનાએ પ્રવેશ લીધો ત્યારથી લોકડાઉનની પરિસ્થિતી સર્જાઇ હતી. રાજ્યના તમામ સ્વામિનારાયણ મંદિર તથા અન્ય ધાર્મિક મંદિરો બંધ રાખવાની પરિસ્થિતી સર્જાઈ હતી. હવે કોરોના કેસો ઓછા થતા 6 ફેબ્રુઆરીથી ગાંધીનગર અક્ષરધામ મંદિર ફરીથી શરૂ કરવાનો નિર્ણય મંદિર તરફથી લેવામાં આવ્યો છે.

  • ગાંધીનગર અક્ષરધામ મંદિર 6 ફેબ્રુઆરીથી કાર્યરત થશે
  • તમામ લોકોને આપવામાં આવશે એન્ટ્રી
  • અક્ષરધામ મંદિરના તમામ આકર્ષણો થશે ફરી શરૂ

ગાંધીનગર : દેશ અને ગુજરાતમાં જ્યારથી કોરોનાએ પ્રવેશ લીધો ત્યારથી લોકડાઉનની પરિસ્થિતી સર્જાઇ હતી. રાજ્યના તમામ સ્વામિનારાયણ મંદિર તથા અન્ય ધાર્મિક મંદિરો બંધ રાખવાની પરિસ્થિતી સર્જાઈ હતી. પરંતુ અનલોકમાં અનેક મંદિરો ખુલ્યા પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગાંધીનગરનું અક્ષરધામ મંદિર શરૂ કરવામાં આવ્યું ન હતું. પરંતુ જે રીતે હવે પરિસ્થિતી થાળે પડી રહી છે અને કેસના આંકડા ઘટી રહ્યા છે, ત્યારે 6 ફેબ્રુઆરીથી ગાંધીનગર અક્ષરધામ મંદિર ફરીથી શરૂ કરવાનો નિર્ણય મંદિર તરફથી લેવામાં આવ્યો છે.

લાઈટ શો સહિતના તમામ આકર્ષણો થશે શરૂ

6 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર અક્ષરધામ મંદિરની શરૂઆત થઈ રહી છે, ત્યારે સચ્ચિદાનંદ વોટર શો, ઓડિયો એનિમેટ્રોનિક્સ શો વિવિધ લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના પ્રદર્શનો અને રાઈડ્સ વગેરે તમામ આકર્ષણો ફરીથી શરૂ કરવામાં આવશે. આમ લાંબા સમય સુધી બંધ રહેલું અક્ષરધામ મંદિર આગામી શનિવારે એટલે કે 6 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

પહેલા ફક્ત દર્શન માટે જ મંદિર કરાયું હતું શરૂ

ઉલ્લેખનીય છે કે, એક ડિસેમ્બરના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે સરકારના આદેશ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવા સાથે 1 ડિસેમ્બરથી ભગવાનના દર્શન માટે અને અમુક મર્યાદિત વિભાગો સાથે મંદિર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે જે રીતના કોરોનાનો આકડો ધીમે ધીમે નીચેની સપાટી તરફ જઈ રહ્યો છે, ત્યારે તેને ધ્યાનમાં લઈને મંદિરના તમામ આકર્ષણો ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સવારે 11થી રાતના 7 સુધી ખુલ્લુ રહેશે

અક્ષરધામ મંદિરની સમયની જો વાત કરવામાં આવે તો 11:00 વાગ્યે મંદિરના દ્વાર ખોલવામાં આવશે અને રાત્રે સાડા સાત વાગ્યા સુધી મંદિરમાં દર્શન માટે લોકો જઈ શકશે. આ ઉપરાંત વર્ષોથી દેશ-વિદેશના દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા સચ્ચિદાનંદ વોટર શો દરરોજ સાંજે 6:45 કલાકે યોજાશે. બાળકો, યુવાનો માટે સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવતા ઉપહાર ગૃહ પણ કાર્યરત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.