ETV Bharat / city

Recruitment of Teachers in Gujarat: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક કરાશે ભરતી

author img

By

Published : Feb 19, 2022, 9:30 PM IST

Recruitment of Teachers in Gujarat: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક કરાશે ભરતી
Recruitment of Teachers in Gujarat: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક કરાશે ભરતી

રાજ્ય સરકારે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક ભરતી (Recruitment of Teachers in Gujarat)નો હુકમ આપ્યો છે. શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના શિક્ષણ પ્રધાને ટ્વીટ કરીને માહિતી આપી હતી.

ગાંધીનગર: કોરોના (Corona In Gujarat)માં રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની અનેક સમસ્યાઓ આવી રહી હતી. અનેક એવી પણ ફરિયાદ હતી કે રાજ્ય સરકારે કોરોનામાં પ્રવાસી શિક્ષકોના પગાર પણ કર્યા નહોતા. ત્યારે આજે રાજ્યના શિક્ષણ પ્રધાન (education minister of gujarat) જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, કોરોનાકાળથી બાકી રહેલા પ્રવાસી શિક્ષકોની ભરતી (Recruitment of Teachers in Gujarat)માં આજે 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: Teacher Transfer Rules Amendment Gujarat: 10 વર્ષ બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારો, 2 લાખથી વધુ શિક્ષકોને થશે લાભ

ટ્વીટ કરીને કરી જાહેરાત

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ટ્વીટ કરતા જાહેરાત કરી હતી કે, કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને (Teacher vacancies in primary school Gujarat) લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ (Government and Granted Primary Schools Gujarat)માં 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવ્યો છે. આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા (Educational quality in schools Gujarat) સુધારવામાં ઉપયોગી થશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને નિમણૂક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 10.50 કરોડની જોગવાઈ કરવામા આવી છે.

આ પણ વાંચો: Online અને Offlineમાં શિક્ષક, વાલીના મત શુ ? આખરે કેમ Offline શિક્ષણ શ્રેષ્ઠ જાણો

ગુજરાત રાજ્યમાં શિક્ષણની આ કમનસીબી: મનીષ દોશી

પ્રવાસી શિક્ષકની ભરતી બાબતે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા (Chief Spokesperson of the Congress) મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, છેલ્લો એક મહિનો બાકી છે ત્યારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યમાં શિક્ષણની આ કમનસીબી છે. રાજ્યમાં ટેટ અને ટાટ પાસ થયેલા 47 હજાર જેટલા ઉમેદવારો શિક્ષક ભરતી માટેની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અને શિક્ષકો દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી પણ નિર્ણય ન લેવાયો, જ્યારે વિધાનસભામાં રાજ્ય સરકારે ખાતરી આપી પણ સરકાર પોતાના વચનથી ફરી ગઈ હોવાનો આક્ષેપ મનિષ દોશીએ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.