ETV Bharat / city

કેબિનેટમાં પાણી મુદ્દે બબાલ : સિંચાઈનું પાણી છોડવા અંગે થઈ હતી ગરમાગરમી

author img

By

Published : Aug 26, 2021, 5:25 PM IST

Updated : Aug 26, 2021, 5:41 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સિંચાઈના પાણી બાબતે બે કેબિનેટ પ્રધાન આમને-સામને આવી ગયા હતા, ત્યારબાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મામલામાં દાખલ થઇ બન્ને પ્રધાનોને શાંત કર્યા હતા. ત્યારબાદ કૃષિપ્રધાન આર.સી.ફળદુની એન્ટી અધિકારીઓ સાથે છ પ્રધાનોએ અલગથી બેઠક યોજીને મામલાના નિરાકરણ અંગે ચર્ચા કરી હતી.

  • છ પ્રધાનોએ અલગથી બેઠક યોજીને મામલાના નિરાકરણ માટેની ચર્ચાઓ કરી
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંતિમ સમયે વચ્ચે બોલીને મામલો શાંત પડ્યો
  • ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સિંચાઇનું પાણી છોડવામાં આવી રહ્યું છે

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી 25 ઓગસ્ટના રોજની કેબિનેટ બેઠકમાં સિંચાઈના પાણી બાબતે બે કેબિનેટ પ્રધાન આમને-સામને આવી ગયા હતા. ત્યારબાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મામલામાં દાખલ કરતા બન્ને પ્રધાનો શાંત થયા હતા, તેમ છતાં પણ કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કૃષિપ્રધાન આર.સી.ફળદુની એન્ટી અધિકારીઓ સાથે છ પ્રધાનોએ અલગથી બેઠક યોજીને મામલાના નિરાકરણ માટેની ચર્ચાઓ કરી હતી.

કેબિનેટમાં પાણી મુદ્દે બબાલ
કેબિનેટમાં પાણી મુદ્દે બબાલ

આ પણ વાંચો- મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, મહત્વના મુદ્દે થશે ચર્ચા

ક્યાં બે પ્રધાનો વચ્ચે થઈ રકઝક

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના મતવિસ્તાર ધોળકા-ધંધુકામાં ખારીકટ કેનાલમાં પાણી છોડવા બાબતે કેબિનેટ બેઠકમાં આ મુદ્દો મુકયો હતો. જેમાં સાબરમતીના વાસણા બેરેજમાંથી ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવે જેથી ધોળકા-ધંધુકાના ખેડૂતો આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરી શકે, ત્યારે અચાનક જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પાણી નહીં છોડવા બાબતે ચર્ચા કરી હતી અને આ ચર્ચામાં બન્ને કેબિનેટ પ્રધાનો આમને-સામને આવી ગયા હતા અને વધુ મામલો બિચકે તે પહેલાં જ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ મામલામાં દખલઅંદાજ કરીને મામલાને શાંત પાડયો હતો.

કેબિનેટમાં પાણી મુદ્દે બબાલ
કેબિનેટમાં પાણી મુદ્દે બબાલ

કેબિનેટ બેઠક બાદ આર.સી. ફળદુને ત્યાં બેઠક યોજાઇ

કેબિનેટ બેઠકમાં મળતી માહિતી પ્રમાણે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વચ્ચે થયેલી રજૂઆત બાદ ઓફિસમાં છ પ્રધાનોએ બેઠક યોજી હતી. જેમાં ઇશ્વરસિંહ પરમાર, જયદરથસિંહ પરમાર, ઇશ્વરસિંહ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી. ફળદુ વચ્ચે બેઠક યોજાઇ હતી. ત્યારબાદ આ મામલો શાંત પાડવામાં આવ્યો હતો, જ્યારે બીજીબાજુ સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે નીતિન પટેલ સાથે પ્રદીપસિંહ જાડેજાએ બેઠક કરીને મામલો થાળે પાડ્યો હતો.

કેબિનેટમાં પાણી મુદ્દે બબાલ
કેબિનેટમાં પાણી મુદ્દે બબાલ

આ પણ વાંચો- CM રૂપાણીની અધ્યક્ષસ્થાને યોજાશે કેબિનેટ બેઠક, શું થશે ચર્ચા જાણો વિગતવાર ?

પાણી મુદ્દે થઈ હતી ચર્ચા

મળતી માહિતી પ્રમાણે જે રીતે રાજ્યમાં વરસાદની ઘટ છે, ત્યારે ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સિંચાઇનું પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ ધોળકા-ધંધુકા ખેડૂતો માટે સિંચાઈનું પાણી એક મહત્વનો પ્રશ્ન બની ગયો હતો. તે દરમિયાન ધોળકા-ધંધુકાના મત વિસ્તારથી આવતા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના વિસ્તારમાં પાણી છોડવા બાબતે આ સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, પરંતુ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની દખલગીરીના કારણે અંતે કેબિનેટમાં જ આ મુદ્દાને શાંત પાડવામાં આવ્યો હતો.

Last Updated :Aug 26, 2021, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.