ETV Bharat / city

દક્ષિણ ગુજરાતમાં પાટીદારના મત અંકે કરવા ભાજપની નિતી, અલ્પેશ કથિરીયાનું હાર્દિક સ્વાગત કરશે

author img

By

Published : Oct 7, 2022, 3:09 PM IST

Updated : Oct 7, 2022, 3:46 PM IST

અલ્પેશ કથિરીયાનું હાર્દિક સ્વાગત કરવા ભાજપ તૈયાર, પણ શરતો લાગુ
અલ્પેશ કથિરીયાનું હાર્દિક સ્વાગત કરવા ભાજપ તૈયાર, પણ શરતો લાગુ

ચૂંટણી પહેલા ભાજપે હવે હાર્દિક પટેલના (hardik patel news) એક સમયના સાથે અલ્પેશ કથિરીયાને પાર્ટીમાં (Alpesh Kathiriya likely to join BJP) લાવવાની તૈયારી શરૂ કરી છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલનના (patidar reservation agitation) કારણે ભાજપ માત્ર 99 બેઠકો પર અટકી ગયું હતું. ત્યારે હવે ભાજપ વધુ સરસાઈથી જીત મેળવવા કથિરીયાને સામેલ તેવું લાગી રહ્યું છે.

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) આ મહિનાના અંતમાં અથવા તો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સત્તાવાર રીતે જાહેર થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો (Gujarat Political News) દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એક પક્ષમાંથી બીજા પક્ષમાં રાજકીય આગેવાનોની હેરાફેરી શરૂ થઈ છે.

કથિરીયાને પાર્ટીમાં લાવવાની તૈયારી શરૂ વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) પાટીદાર આંદોલનની અસરના (patidar reservation agitation) કારણે ભાજપ 99 બેઠકો પર અટકી ગયું હતું. ત્યારે હવે વર્ષ 2022ની ચૂંટણીમાં હવે વધુ સરસાઈથી ભાજપ જીત મેળવે તે માટે હવે હાર્દિક પટેલ બાદ PAASના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયાને ભાજપમાં (Alpesh Kathiriya likely to join BJP) લાવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં પાટીદારને મજબૂત કરવા અને તેમના મતને ભાજપ તરફ વાળવા અલ્પેશ કથિરીયાને ભાજપમાં લઈ લેવાશે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે પ્રચાર કરી રહી છે, અને સારો એવો હોલ્ડ ઉભો કર્યો છે, તેવા રીપોર્ટસ્ છે. આથી આમ આદમીની મતબેંક કાપવા ભાજપ અલ્પેશ કથિરીયાને ભાજપમાં લઈને ધારાસભ્ય પદની ટિકિટ પણ આપશે, તેવું ચર્ચાઈ રહ્યું છે.

આગેવાનો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લઈશઃ કથિરીયા
આગેવાનો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લઈશઃ કથિરીયા

ભાજપ સાથે બેઠક થઈ હતી ભાજપ પક્ષ (BJP preparation for election) વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ કથિરીયાને ભાજપમાં લાવવા માટેની તનતોડ મહેનત શરૂ કરી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અલ્પેશ કથિરીયા (Patidar Leader Alpesh Kathiriya) સાથે બેઠક પણ યોજાઈ છે.

આગેવાનો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લઈશઃ કથિરીયા ભાજપમાં જોડાવવા માટે અલ્પેશ કથિરીયાએ ETV BHARAT સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સીધી ઓફર આપવામાં આવી નથી, પણ આસપાસના લોકો દ્વારા મને ભાજપમાં જોડાવવાની ઓફર આવી છે, પરંતુ મારી અમુક શરતો છે. તે શરતો પૂર્ણ થશે. તો જ ભાજપમાં જોડાઈશ અને ભાજપમાં જોડાવવા પહેલા આગેવાનો સાથે ચર્ચા કરીને આખરી નિર્ણય કરીશ.

અલ્પેશ કથિરીયા અને હાર્દિક પટેલ પર છે રાજદ્રોહનો ગુનો
અલ્પેશ કથિરીયા અને હાર્દિક પટેલ પર છે રાજદ્રોહનો ગુનો

અલ્પેશ કથીરિયાની શરતો શરતોની વાત કરતા અલ્પેશ કથીરિયાએ (Patidar Leader Alpesh Kathiriya) જણાવ્યું હતું કે, મારા કેસો પેન્ડિંગ છે. તે કેસ પાછા ખેંચવામાં આવે અને પાટીદાર આંદોલનમાં (patidar reservation agitation) જે શહીદ થયા છે. તેમને સરકારી નોકરી મળે તે મારી મુખ્ય શરતો છે. પછી જ ભાજપમાં જોડાવવા માટે વિચાર કરીશ. આ ઉપરાંત કેસ પાછા ખેંચવામાં આવશે અને ઓફર સ્વીકાર કરો એવું હશે તો પણ ટીમ સાથે ચર્ચા વિચારણા કરીને નક્કી કરવામાં આવશે.

અલ્પેશ કથિરીયા અને હાર્દિક પટેલ પર છે રાજદ્રોહનો ગુનો પાટીદાર આંદોલનમાં (patidar reservation agitation) જે પરિસ્થિતિ ઉભી થઇ હતી. તેને ધ્યાનમાં લઈને સરકારે અલ્પેશ કથિરીયા અને હાર્દિક પટેલ પર રાજદ્રોહનો (sedition case) ગુનો દાખલ કર્યો હતો. અત્યારે તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે અને વિરમગામથી ચૂંટણી લડવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જ્યારે રાજદ્રોહના એક જ કેસમાં અલ્પેશ કથિરીયા અને હાર્દિક પટેલનું નામ એક સાથે છે. એટલે જો હાર્દિકને રાહત આપવી હોય તો અલ્પેશ કથિરીયાને ફરજિયાત ભાજપમાં લાવવાની જરૂર પડે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અલ્પેશ કથિરીયાને સુરત ગ્રામ્ય અથવા તો સુરત શહેરમાંથી ભાજપ ટિકીટ આપી શકે તેવી શક્યતાઓ છે.

અલ્પેશ કથિરીયા માટે ભાજપ શું માને છે અલ્પેશ કથિરીયાના જોડાવવા માટેનો પ્રશ્ન ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અલ્પેશ કથિરીયા ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. તે બાબતે કોઈ જ પ્રકારની માહિતી નથી. આવી અટકળ પર કોઈ કોમેન્ટ નહીં આપું, પણ વિકાસના એજન્ડા અને રાષ્ટ્રવાદના એજન્ડાને સંમત થતા હોય અને ગુજરાતના વિકાસમાં સારું કરવા માગતા હોય તો તમામ લોકોનું ભાજપમાં સ્વાગત છે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 99 બેઠક પર અટક્યું વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાની આગેવાની હેઠળ પાટીદાર આંદોલન (patidar reservation agitation) શરૂ થયું હતું અને તેનો મોટો પડઘો પડ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાટીદાર તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને (Anandiben Patel Gujarat Former CM) રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર જોવા મળી હતી, જેમાં ભાજપ ફક્ત 99 બેઠક જ જીતી શક્યું હતું, પરંતુ હવે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે 150થી વધુ બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે વર્ષ 2017માં ભાજપને નુકસાન થયું તેના બદલે હવે ભાજપને જે વધુ ફાયદો કરાવી શકે તેવા તમામ લોકોને ભાજપમાં જોડીને વધુમાં વધુ બેઠકો જીતવાનું આયોજન પણ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

પાટીદારોને સાઈડલાઈન કરવાનું ભાજપને ન ફાવે મહત્વનું છે કે, ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજ હંમેશા શક્તિશાળી રહ્યો છે. રાજ્યના કુલ મતદારોના 15 ટકા એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. ત્યારે હવે પાટીદારોને નારાજ કરવાનું અને તેમને સાઈડલાઈન કરવાનું ભાજપને ફાવે તેમ જ નથી. ત્યારે હવે યેનકેન પ્રકારે ભાજપ પાટીદારોને પાર્ટીમાં ભરી રહી છે. ભાજપના જ આંતરિક સરવેમાં સામે આવ્યું હતું કે, વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદારોના કારણે ભાજપને કુલ 8 બેઠકો ગુમાવવી પડી હતી.

પાટીદારોની કુલ 15 ટકા વસતી રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતી છે, જેની સીધી અસર ચૂંટણીમાં થાય છે. વર્ષ 2016માં પાટીદાર આંદોલન (patidar reservation agitation) થયું હતું. ત્યારબાદ રાજ્યનું આખું સમીકરણ જ બદલાઈ ગયું હતું. બીજી તરફ કૉંગ્રેસની પાટીદાર બેઠકોમાં વધારો થયો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના 28 અને કૉંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્યોએ જીત મેળવી હતી.

Last Updated :Oct 7, 2022, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.