ETV Bharat / city

ગુજરાતના વિકાસની ગતિ અટકશે નહિ, વડાપ્રધાન મોદીએ જે રસ્તો આપ્યો છે એ જ રસ્તે ભુપેન્દ્ર પટેલ પણ ચાલશે: પૂનમ માડમ

ગુજરાત રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે શપથ ગ્રહણ કર્યા છે, ત્યારે જામનગર લોકસભાના સાંસદ પૂનમ માડમે ભૂપેન્દ્ર પટેલને ETV Bharat ના માધ્યમથી શુભેચ્છાઓ આપી હતી.

પૂનમ માડમ
પૂનમ માડમ
author img

By

Published : Sep 13, 2021, 5:34 PM IST

  • રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ
  • રાજ્યની વિકાસની દોર હવે ભુપેન્દ્ર પટેલના હાથમાં
  • પૂનમ માડમે નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા

ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે આજે ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા છે, ત્યારે જામનગર લોકસભાના સાંસદ પૂનમ માડમે ભૂપેન્દ્ર પટેલને ETV Bharatના માધ્યમથી શુભેચ્છાઓ આપી હતી. સાથે જ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને જે વિકાસના રસ્તા પર લઇ ગયા છે તે જ વિકાસના રસ્તે ગુજરાતને મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ત્યારબાદ વિજયભાઈ રૂપાણી અને હવે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના વિકાસના રથને આગળ વધારશે.

શપથ વિધી
શપથ વિધી

ભાજપમાં નાના કાર્યક્રતાને મોટા થવાનો મોકો આપવામાં આવે છે : પૂનમ માડમ

ETV Bharat સાથે જામનગર લોકસભાના સાંસદ પૂનમ માડમે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપના મોવડી મંડળે સૌથી સામાન્ય વ્યક્તિ એવા ભૂપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન તરીકે નિયુક્તિ કરી છે. આમ એ જ સાબિત થાય છે કે, ભાજપના તમામ કાર્યકર્તાઓને પક્ષ દ્વારા મોટો થવાનો મોકો આપવામાં આવે છે. ભાજપ પક્ષમાં કોઈ પણ પ્રકારનું પક્ષાપક્ષી ચાલતું નથી, પરંતુ તમામ કાર્યકર્તાઓને મોટા થવાનો મોકો આપવામાં આવે છે.

પૂનમ માડમ

ભુપેન્દ્ર પટેલ તમામ લોકોને સાથે રાખીને કાર્ય કરશે

પૂનમ માડમે વધુમાં જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલે મુખ્યપ્રધાન પદના શપથ લઇ લીધા છે અને હવે આગામી સમયમાં ભાજપ પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ તેને ધ્યાનમાં લઇને તમામ સમાજને સાથે રાખીને કાર્ય કરીને ગુજરાતને વધુ વેગવંતુ બનાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.