ETV Bharat / city

ગાંધીનગરમાં BOBના બ્રાન્ચ મેનેજર અને મેરિટાઇમ બોર્ડના સિનિયર ક્લાર્ક સહિત 23 લોકો કોરોના સંક્રમિત

author img

By

Published : Jul 8, 2020, 3:38 AM IST

ETV BHARAT
ગાંધીનગરમાં BOBના બ્રાન્ચ મેનેજર અને મેરિટાઇમ બોર્ડના સિનિયર ક્લાર્ક સહિત 23 લોકો કોરોના સંક્રમિત

ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે કોરોનાના 23 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં મહાપાલિકા વિસ્તારમાં 6 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વધુ 10 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી લેતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ કલોલમાં કોરોનાને કારણે 1 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગાંધીનગરઃ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે કોરોનાના 23 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં મહાપાલિકા વિસ્તારમાં 6 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વધુ 10 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી લેતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ કલોલમાં કોરોનાને કારણે 1 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં પોઝિટિવ આવેલા દર્દીમાં સેક્ટર 25માં રહેતા 45 વર્ષીય પુરૂષ સેક્ટર 25માં આવેલી કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન કંપનીમાં ફરજ બજાવે છે. જે 10 દિવસ પહેલાં મુંબઈના રાયગઢથી ગાંધીનગર આવ્યા હતા. આ ઉપરાંત સેક્ટર 23માં 61 વર્ષીય વૃદ્ધ, સેક્ટર 3Dમાં 47 વર્ષીય પુરૂષ સામેલ છે. આ સાથે જ સેક્ટર 4Dમાં રહેતાં અને સેક્ટર 26માં આવેલી બેન્ક ઓફ બરોડાના બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં 37 વર્ષીય મહિલા અને સેક્ટર 8Bમાં રહેતા અને ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ રાંધેજામાં ફરજ બજાવતા 50 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સેક્ટર-13માં રહેતા અને મેરીટાઇમ બોર્ડમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય પુરૂષ સંક્રમિત થયા છે.

ગાંધીનગર તાલુકામાં 6, કલોલ તાલુકામાં 7, માણસા તાલુકામાં 1 અને દહેગામમાં 3 મળી કુલ 17 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં મોટો ચિલોડા ગામમાં 48 વર્ષીય મહિલાને, મહુન્દ્રા ગામમાં 29 વર્ષીય યુવાન, સુધડ ગામમાં 43 વર્ષીય મહિલા, સરગાસણ ગામમાં 45 વર્ષીય પુરૂષ, શિહોલી મોટીમાં 55 વર્ષીય આધેડ અને પેથાપુર ગામમાં 20 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે.

કલોલ તાલુકામાં બોરીસણા ગામમાં 45 વર્ષીય પુરૂષ, જેથલજ ગામમાં 43 વર્ષીય પુરૂષ, બાલવા ગામમાં 72 વર્ષીય વૃદ્ધ અને કલોલ શહેરમાં 70 તથા 72 વર્ષીય વૃદ્ધ સ્ત્રી, 46 વર્ષીય પુરૂષ અને 30 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત માણસા શહેરમાં 64 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ દહેગામમા દિવ્ય શક્તિ સોસાયટીમાં રહેતાં 57 વર્ષીય પુરુષ, સહજાનંદ ફ્લેટમાં રહેતી 45 વર્ષીય મહિલા અને અનુરાધા સોસાયટીમાં રહેતો 45 વર્ષીય પુરુષ સંક્રમિત થયો છે.

જિલ્લામાં કોરોના પોઝિટીવ આંક 552 થયો છે. જેમાં 119 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 381 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંક 39 વ્યક્તિઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં 17,627 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં 171579 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન અને 14 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 34 વ્યક્તિઓને ખાનગી ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.