ETV Bharat / city

કોરોનાકાળ વચ્ચે પ્રામાણિક મહિલા અધિકારીની માણસામાં બદલી, અનેક તર્કવિતર્ક

author img

By

Published : Jun 24, 2020, 4:38 PM IST

honest woman officer Yogita Tulshyan Transformed to mansa
કોરોનાકાળ વચ્ચે પ્રામાણિક મહિલા અધિકારીની માણસામાં બદલી, અનેક તર્કવિતર્ક

સરકારી ઓફિસોમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓને હંમેશા બદનામી સહન કરવી પડતી હોય છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા એપેડેમીક મેડિકલ ઓફિસરની ત્રણ મહિના માટે માણસા હોસ્પિટલમાં બદલી કરી નાખી છે. જ્યાં એપેડેમીક મેડિકલ ઓફિસરની કોઈ જરૂરિયાત જ નથી.

ગાંધીનગરઃ સરકારી ઓફિસોમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓને હંમેશા બદનામી સહન કરવી પડતી હોય છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા એપેડેમીક મેડિકલ ઓફિસરની ત્રણ મહિના માટે માણસા હોસ્પિટલમાં બદલી કરી નાખી છે. જ્યાં એપેડેમીક મેડિકલ ઓફિસરની કોઈ જરૂરિયાત જ નથી.

આમ, પ્રામાણિક મહિલા અધિકારીને કોરોનાના કમઠાણમાં સારી કામગીરી કરવાનું ખરાબ ફળ આપ્યું છે. કોરોના વાયરસને નાથવાના આમ તો જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે ખાડે ગયો છે. ચાર તાલુકાનો ગાંધીનગર જિલ્લો કોરોના વાઇરસ કેસમાં રાજ્યમાં ચોથા નંબરે છે. જેમાં કલોલ તાલુકો વુહાન સાબિત થઇ રહ્યો છે. હજુ પણ કોરોનાના કેસ તંત્રની કાબૂ બહાર જઈ રહ્યાં છે, તેવા સમયે મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર એક મહિલા અધિકારીને બદલી કરી અશક્ત બનાવી દેવામાં આવી રહી છે.

honest woman officer Yogita Tulshyan Transformed to mansa
કોરોનાકાળ વચ્ચે પ્રામાણિક મહિલા અધિકારીની માણસામાં બદલી, અનેક તર્કવિતર્ક

સૂત્રોએ જણાવ્યું કે, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવતા યોગીતા તુલશયાન પ્રામાણિક અને નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યાં હતા, પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને આ મહિલા ઓફિસરની પ્રામાણિકતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. જેને લઈને આજે જિલ્લા રોગચાળા અધિકારીની બદલી માણસા મેડિકલ ઓફિસર તરીકે કરી છે. આ અધિકારી એપેડેમીક મેડિકલ ઓફિસર હોવા છતાં મેડિકલ ઓફિસર તરીકે બદલી કરતા અનેક તર્કવિતર્કો જિલ્લા પંચાયતમાં વહેતા થયા છે.

આ બદલી ત્રણ મહિનાના સમય માટે કરવામાં આવી છે, પરંતુ કોરોના વાઇરસના કમઠાણ વચ્ચે મહિલા અધિકારી સ્થળ ઉપર રૂબરૂ જઇને દર્દીઓને તપાસ કરતા હતાં. સરકારના નિયમોનુસાર કર્મચારીઓ પાસે કડકાઈથી કામ લેતા હતા અને એનું જ પરિણામ આ અધિકારીને મળ્યું હોય તેવી જિલ્લા પંચાયત સંકુલમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.