ETV Bharat / city

BS-VI એમીશન નોર્મ્સના વાહનો ખરીદીને સંચાલનમાં મૂકનાર સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે

author img

By

Published : Oct 25, 2021, 10:09 PM IST

BS-VI એમીશન નોર્મ્સના વાહનો ખરીદીને સંચાલનમાં મૂકનાર સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે
BS-VI એમીશન નોર્મ્સના વાહનો ખરીદીને સંચાલનમાં મૂકનાર સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે

વર્ષ 2020-21 માટે રાજ્ય સરકાર દ્વારા 1000 નવીન BS-VI વાહનો ખરીદવાની મંજુરી મળી હતી જે પૈકી 685 વાહનો સંચાલનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બાકીના 315 વાહનો ઓકટોબર-2021 સુધીમાં સંચાલનમાં મુકવામાં આવશે. વર્ષ 2021-22 માટે મંજુર થયેલ 1000 BS-VI ડીઝલ વાહનો માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. BS-VI એમીશન નોર્મ્સના વાહનો ખરીદીને સંચાલનમાં મૂકનાર સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે.

  • નિગમને પ્રતિષ્ઠિત “સિલ્વર સ્કોચ એવોર્ડ-2020” પ્રાપ્ત થયો
  • 1000 BS-VI ડીઝલ વાહનો માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ
  • 50 ઈલેકટ્રીક બસો ભારત સરકારની FAME II સબસિડી અંતર્ગત મુકાશે

ગાંધીનગર : રાષ્ટ્રીય કક્ષાએ રોડ સેફ્ટી ક્ષેત્રે Association of State Road Transport Undertaking (ASRTU) દ્વારા સૌથી ઓછો અકસ્માત દર હાંસલ કરવા માટે કેંદ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી “Transport Minister Road Safety Award” વર્ષ 2019-20 તથા વર્ષ 2020-21 માટે જાન્યુઆરી-2021માં એનાયત કરવામાં આવ્યા છે. જેમાં રૂપિયા 4 લાખનું પ્રોત્સાહન ઈનામ પણ પ્રાપ્ત થયું છે.

નિગમને “ઉત્તમ પ્રશંસનીય કામગીરી” નો એવોર્ડ એનાયત થયો

મહત્તમ કે MPL (કિલોમીટર પ્રતિ લીટર) ઈમ્પ્રુવમે‍ન્ટ માટે PCRA (Petroleum Conservation Research Association) દ્વારા State Transport Corporation of India માં 100 થી વધુ ડેપો ધરાવતા રોડ ટ્રા‍ન્સપોર્ટ કોર્પોરેશનમાં નિગમનાં 6 બેસ્ટ ડેપો ધોરાજી, અમદાવાદ, રાજુલા, ધોળકા, દાહોદ અને ધરમપુરને સ્ટેટ લેવલ ઉપર રૂપિયા 50,000 અને ટ્રોફી એનાયત કરવામી આવી છે. “Response to COVID-19” અંતર્ગત કોરોના મહામારી દરમિયાન નિગમ દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરી માટે નિગમને પ્રતિષ્ઠિત “Silver Scotch Award-2020” પ્રાપ્ત થયો છે. ગુજરાતના મુખ્ય સચિવ તથા GeM ના કારોબારી અધિકારીના વરદ હસ્તે GeM ઉપર રાજ્યમાં સૌથી વધુ મુલ્યની ખરીદી અ‍ન્વયે નિગમને “ઉત્તમ પ્રશંસનીય કામગીરી” નો એવોર્ડ પણ વર્ષ 2020માં એનાયત થયો છે.

“ZERO AIR POLLUTION” ધરાવતી 50 ઈલેકટ્રીક બસો મુકાશે

ગુજરાત સરકાર દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળી રહે તેમજ પ્રદૂષણમાં ઘટાડો થાય તે હેતુસર “ZERO AIR POLLUTION” ધરાવતી 50 ઈલેકટ્રીક બસો ભારત સરકારની FAME II સબસિડી અંતર્ગત સંચાલનમાં મુકાશે. આ બસોમાંથી 25 બસો ડિસેમ્બર 2021 સુધીમાં તેમજ બાકીની 25 બસો માર્ચ 2022 સુધીમાં સંચાલનમાં મુકાશે જેથી મુસાફરોની સગવડમાં વધારો થવાની સાથે પ્રદુષણમાં ઘટાડો થશે.

2249 ડ્રાઇવરની ભરતી કરાશે

લોકડાઉન દરમિયાન શ્રમિકો, કામદારો, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, કોરોના વોરીયર્સ જેવા કે મેડીકલ સ્ટાફ, પોલીસકર્મીઓ વગેરેને પરિવહન સેવા પુરી પાડી 22,953 બસ ટ્રીપ દ્વારા કુલ 6,99,357 લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે. 2249 ડ્રાઇવરના ડ્રાઇવિંગ ટેસ્ટ તેમજ પ્રાથમિક દસ્તાવેજ ચકાસણી પુર્ણ કરી ટુંક સમયમાં જ નિમણુંક આપવામાં આવશે.

ફ્રી વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી

2389 કંડકટર અને 659 મિકેનીકલ સ્ટાફની ભરતી કરાશે. પરિણામે એસટી બસ પરિવહન તંત્રની કામગીરીમાં સુગમતા રહેશે. ડિજિટલ સેવાસેતુ અંતર્ગત નિગમની બસ ટીકીટ અને મુસાફર પાસ ગ્રામ્યકક્ષાએ જ આમ જનતાને મળતા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના 87 બસ સ્ટેશનો ખાતે મુસાફરોને ઇન્ટરનેટની સુવિધા મળી રહે તે હેતુથી ફ્રી વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસાફરો ઘેર બેઠા ઓનલાઇન બસ ટીકીટ બુક કરી શકે તે માટે નવીન ફીચર્સ સાથે Android અને iOS મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.

124.34 કરોડના ખર્ચે બસપોર્ટ બનાવવામાં આવ્યા

મુસાફરોની પરિવહન સુવિધામાં વધારો કરવા નિગમ દ્વારા રૂપિયા 124.34 કરોડના ખર્ચે અમદાવાદમાં ગીતામંદિર અને રાણીપ, વડોદરામાં સેન્ટ્રલ બસ સ્ટેશન અને મકરપુરા, મહેસાણા, સુરતમાં અડાજણ, રાજકોટ ખાતે નવીન બસપોર્ટ બનાવવામાં આવ્યા છે. PPP ધોરણે રૂપિયા 143.49 કરોડના ખર્ચે 8 આધુનિક બસ પોર્ટ ભરુચ, મોડાસા, પાલનપુર, અમરેલી, પાટણ, નડિયાદ, ભુજ, નવસારી ખાતે બાંધકામ પ્રગતિમાં છે. મુસાફરોની સેવામાં છેલ્લા 5 વર્ષમાં કુલ 111 બસ સ્ટેશન અને 05 ડેપો વર્કશોપ લોકાર્પણ કરવામાં આવ્યા અને કુલ 38 બસ સ્ટેશન તેમજ 02 ડેપો વર્કશોપનું બાંધકામ સત્વરે પૂર્ણ થશે. નિગમ દ્વારા બસ બોડી ફેબ્રીકેશનની ઇનહાઉસ જ કામગીરી કરવામાં આવે છે.

આ પણ વાંચો : સાંજ સુધીમાં ગુજરાત કોંગ્રેસને મળી શકે છે નવા પ્રમુખ, આવતીકાલે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં તમામ પ્રદેશ પ્રમુખોની બેઠક

આ પણ વાંચો : e-vehicles ખરીદીની Subsidy માટે લોન્ચ થયું પોર્ટલ, 1,300 સુપરવાઇઝર, ઈન્સ્ટ્રકટરને નિમણૂકપત્ર એનાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.