ETV Bharat / city

રાજ્ય સરકારે રાજીનામું આપી સંપૂર્ણ સત્તા અધિકારીઓને સોપી દેવી જોઈએ: અમિત ચાવડા

author img

By

Published : May 27, 2021, 11:02 PM IST

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર

ગુજરાતના દરિયા કિનારે 18 મેના રોજ આવેલા તૌકતે વાવાઝોડા(Tauktae Cyclone)થી વિનાશ સર્જ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તાર માટે સહાય પણ જાહેર કરી છે. આ ઉપરાંત, પેમેન્ટ (Pay And Vaccination) આપી રસી લેવાની શરૂઆત કરવામાં આવી છે. જેને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)એ ગુરુવારે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી સરકાર રાજીનામુંં આપે તેવી માંગ કરી હતી.

  • અમદાવાદમાં પે એન્ડ વેક્સિન ડ્રાયવ શરૂ કરાઈ
  • ચાર્જેબલ વેક્સિનેશન બાબતે નાયબ મુખ્યપ્રધાને કહ્યું- મને નથી ખબર
  • અમિત ચાવડાએ નીતિન પટેલના જવાબ પર સરકાર પાસે માગ્યું રાજીનામું

ગાંધીનગર: અમદાવાદના GMDC મેદાન ખાતે ખાનગી હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા પેમેન્ટ (Pay And Vaccination) આપી રસી લેવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે, આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલને પ્રશ્ન કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે મને કંઈ જ ખબર નથી. નીતિન પટેલના આવા જવાબ સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)એ રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના રાજીનામાની માંગ કરી હતી.

આ પણ વાંચો: Gujarat Vaccination Update : એપોલો હોસ્પિટલ દ્વારા આજથી વેક્સિનેશન ડ્રાઇવ થ્રુ શરૂ

સરકાર રાજીનામુંં આપે, તમામ સત્તા અધિકારીઓને સોંપી દો: ચાવડા

જો આરોગ્ય પ્રધાનને જ ખ્યાલ ન હોય અને અધિકારીઓ જ નિર્ણય લેતા હોય તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યના અન્ય પ્રધાનોને પણ પોતાના પદ્દ પર રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી. આથી, તમામે રાજીનામુંં આપી દેવું જોઈએ અને અધિકારીઓને પહેલા સત્તા સોંપી દીધી હતી એમ સંપૂર્ણ સત્તા તેમને આપી દેવી જોઈએ. અધિકારીઓ જે રીતે નિર્ણય કરે છે તેમાં તેનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. - અમિત ચાવડા (કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ)

સરકારનો ખુલાસો: કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જ વેક્સિનેશન શરૂ

અમિત ચાવડા દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના તમામ પ્રધાનોનું રાજીનામાની માંગ બાદ રાજ્ય સરકારે તાત્કાલિક ખુલાસો આપતાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના શસ્ત્ર એવા કોરોના રસીકરણનો વ્યાપ વધારવા ભારત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝ પર રસીકરણની છૂટ આપવામાં આવી છે. તેવી રીતે અમદાવાદ મહાનગરમાં એપોલો હોસ્પિટલ દ્વારા કોરોના વેક્સિનેશન ચાર્જેબલ બેઝ પર શરૂ કરવામાં આવ્યું છે. આમ આવી ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરિયાત મુજબ વેક્સિનનો જથ્થો દેશના વેક્સિન ઉત્પાદકો પાસેથી સીધો મેળવીને આ વેક્સિનેશનની કામગીરી કરે છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર

આ પણ વાંચો: Vaccination: GMDC ગ્રાઉન્ડમાં રસી લેવા માટે લાગી લાંબી લાઈન

વેક્સિન તાત્કાલિક લેવા માંગે તેમના માટે ખાસ વ્યવસ્થા

આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં એપોલો હોસ્પિટલ દ્વારા ચાલું કરવામાં આવેલું ચાર્જેબલ વેક્સિનેશન સામાન્ય લોકો અને પરિવારોને પરવડી શકે તેમ છે. તેમજ જે તાત્કાલિક વેક્સિન લેવા માંગે છે એવા લોકો માટે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ આ વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે, આવનારા દિવસોમાં પણ આ વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવી સરકારી રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે રસીકરણ ઉપરાંત ખાનગી હોસ્પિટલો દ્વારા ચાર્જેબલ વેક્સિનેશનની કામગીરીનું ફલક મહામારી સામેની લડતમાં રક્ષણ મેળવનારાં હેતુ સાથે વધુ વ્યાપક બનાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.