Gujarat Corona Update: 24 કલાકમાં 20 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 223 એક્ટિવ કેસ

author img

By

Published : Nov 5, 2021, 8:32 PM IST

Gujarat Corona Update: 24 કલાકમાં 20 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 223 એક્ટિવ કેસ

તહેવારોની સીઝન (Festival Season) ચાલી રહી છે અને બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો કોરોના (Gujarat Corona Update) જતો રહ્યો હોય તે રીતે અત્યારે બેખોફ થઈને ફરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોનાના કેસો (Corona Cases)ઓ ધીમે ધીમે વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 કોરોનાના કેસો આવ્યા છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસો વધશે તેવી શક્યતાઓ છે.

  • નવા વર્ષમાં ફક્ત 4365 નાગરિકોનું રસીકરણ થયું
  • 24 કલાકમાં 20 પોઝીટીવ કેસમાં વધારો નોંઘાયા
  • રાજ્યમાં 17 દર્દીઓ કોરોનાને માત આપી

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા ત્યારે બાદ હવે કેસોમાં ધટાડો નોંધાઇ રહ્યો છે. કોરોના સંક્રમણને કાબુ કરવા રાજ્ય સરકાર પણ સફળ નીવડી હતી. નવેમ્બર માસની 05 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે બરોડા, સુરત અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 2 જિલ્લા જેવા કે જૂનાગઢ અને વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને જ્યારે 8 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 4,365 નાગરીકોને વેકસીન અપાઈ

05 નવેમ્બરનાં નવા વર્ષની ઉજવણીમાં રસીકરણ ખૂબ જ ધીમુ જોવા મળ્યું હતું. આજ રોજ રાજ્યમાં કુલ 4,365 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે જ્યારે 18 વર્ષથી વધુ વયનાં 289 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 2,761 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 7,15,44, 976 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 223

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 223 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 04 વેન્ટિલેટર પર અને 219 દર્દીઓ સ્ટેબલ છે તેમજ 10,090 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,387 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.