ETV Bharat / city

સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સ 2020-21માં સમગ્ર દેશમાં ગુજરાતે મેળવ્યો પ્રથમ ક્રમ

author img

By

Published : Sep 21, 2021, 10:41 PM IST

સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સ 2020-21માં સમગ્ર દેશમાં ગુજરાતે મેળવ્યો પ્રથમ ક્રમ
સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સ 2020-21માં સમગ્ર દેશમાં ગુજરાતે મેળવ્યો પ્રથમ ક્રમ

સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સ 2020-21માં સમગ્ર દેશમાં ગુજરાતને પ્રથમ ક્રમ મળ્યો છે. જેથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે પણ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઇ માંડવીયાએ ગુજરાતને એવોર્ડ પ્રમાણપત્રઅર્પણ કર્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

  • ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન
  • મનસુખ માંડવીયાએ ગુજરાતને અર્પણ કર્યા એવોર્ડ

ગાંધીનગર : ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતે 2020-21ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સમાં 72 ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની આ સિદ્ધિ મેળવી છે.ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રેનિંગ અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તાના માપદંડોમાં ગુજરાત અગ્રેસર સાબિત થયું છે.

પરફોર્મન્સ ઓન ફૂડ સેફ્ટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ખોરાક ઔષધ નિયમનતંત્ર અને આરોગ્ય વિભાગને આ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા છે. ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ઓવરઓલ પરફોમન્સ ઓન ફૂડ સેફટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારની હાઈકોર્ટમાં કબૂલાત, પેકેજ્ડ ફૂડ વેજિટેરિયન છે કે નથી, તે ચકાસવા કોઈ મેકેનિઝમ જ નથી

આ માપદંડો લેવાયા ધ્યાને

આ માપદંડોમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પલાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે. ગુજરાતે આ બધા જ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પૂરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ મેળવ્યો છે. ગુજરાતે આ પ્રથમ ક્રમ સતત બીજા વર્ષે પણ જાળવી રાખ્યો છે અને 2019-20ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ 2020-21માં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.